Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji
Author(s): Ratilal D Desai
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 9
________________ નિરાશમાંથી આશા પ્રગટે, રતામાંથી કરુણા જન્મ, અધર્મમાંથી ધર્મની અભિરુચિ જાગે એવા એવા સરમાણસાઈન, સેવાપરાયણતાના, નમ્રતાના, કરૂણાપરાયણતાના તેમ જ સમતા, શાંતિ અને સ્વસ્થતાના અનેક પ્રસંગમૌક્તિકોથી આચાર્યશ્રીનું જીવન વિમળ, ઉચ્ચ અને ઉદાત્ત બન્યું હતું. આવા એક જાજરમાન પ્રભાવક મહાપુર, વિ. સં. ૨૦૧૦ના ભાદરવા વદિ ૧૦ના દિવસે (તા. રર-૯-૫૪ના રોજ), વધુ ઉન્નત સ્થાનને માટે અંતિમ પ્રયાણ કર્યું ! છેલ્લે છેલ્લે એમની કલ્યાણકારી ઉદાર જીવનસાધનાનો ખ્યાલ આપતા એમના જ શબ્દોથી આ સંક્ષિપ્ત પરિચય પૂરો કરીએ. તેઓએ વિ. સં. ૧૯૮૫માં અમદાવાદમાં પોતાના અંતરની વાત કરતાં કહેલું કે “યુવકોને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહેવાથી કશો અર્થ સરવાનો નથી. બન્નેના હાથ મેળવી સમયને–દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનું છે કે જૈનધર્મ શ્રેષ્ઠ છે. મોક્ષ એ કંઈ કોઈનો ઈજારો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ દરેક જે વીતરાગ બને તો મોલ મેળવી શકે છે.” એ સર્વમંગલકારી વિભૂતિને આપણી વંદના હો! [જન્મશતાબ્દી પ્રસંગે પ્રગટ થયેલ પુસ્તિકાનું કેટલાક ફેરફાર સાથે પુનર્મુદ્રણ ] યુગદ્રષ્ટા સંઘનાયકનાં વિવિધ સ્મારક (૧) ગુરુતીર્થ : જૈન સંઘના સ્વનામધન્ય અગ્રણી અને મુંબઈને શાહ સોદાગર શ્રેષ્ઠિવર્ય મોતીશાહે મુંબઈમાં, ભાયખલામાં આદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનનું આલિશાન જિનાલય બંધાવ્યું, ત્યારથી એ ધરતીને તીર્થભૂમિનું ગૌરવ પ્રાપ્ત થયું છે. વિ. સં. ૨૦૧૦ માં યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનો મુંબઈમાં કાળધર્મ થતાં, એમનો અગ્નિસંસ્કાર આ તીર્થભૂમિમાં કરવામાં આવ્યો હતો અને તે પછી એ સ્થાને નાનું અને સોહામણું ગુરુમંદિર બંધાવીને એમાં સ્વર્ગસ્થ આચાર્યદેવની ગુરુમૂર્તિ પધરાવવામાં આવી, ત્યારથી આ તીર્થભૂમિને ગુરુતીર્થ તરીકેનું ગૌરવ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12