Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji
Author(s): Ratilal D Desai
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 11
________________ ભઢ્યો. પરિણામે મે, ૧૯૮૧માં હોસ્પિટલ સેવા અર્પતી થઈ ગઈ છે. હોસ્પિટલ અદ્યતન સામગ્રીથી સજ્જ છે, જેને કારણે સારો લાભ લેવાઈ રહ્યો છે. આ કાર્ય માટે નિષ્ણાત, સેવાભાવી દાક્તરીનો સાથ છે. આ પ્રવૃત્તિ માટે શ્રી વિજયવલ્લભ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ છે, જે રજિસ્ટર થયેલ છે અને કરમુક્તિનું પ્રમાણપત્ર મળેલ છે. (૫) સમાજ-ઉત્કર્ષ–સ્ટ : મુંબઈમાં જઈને વસેલા અને કમાણી માટે અત્યારે પણ મુંબઈમાં જઈ પહોંચતા સાધર્મિકોને વસવાટ માટે કેટલી બધી હાલાકી વેઠવી પડે છે અને કેવાં કેવાં ગંદા અને અગવડભર્યા સ્થાનમાં રહેવું પડે છે, તે સુવિદિત છે. સ્વર્ગસ્થ ગુરુદેવે ઉબધેલી સાધમિક સેવાની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈને, સાધર્મિક ભાઈઓની આ મુસીબત દૂર કરવામાં યથાશક્તિ સહાયરૂપ થવા માટે, કેટલાક વખત પહેલાં, છે શ્રી આમવલભ સમાજ ઉત્કર્ષ દ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ દ્રશે પચીસસો જેટલાં રહેઠાણ બાંધવાની મોટી યોજના ઘડી છે; અને એના અમલ માટે, મુંબઈના પરાં નાલાસોપારાના સ્ટેશનની પાસે, એક લાખ ચોરસ વાર જમીન ખરીદીને એમાં ૯૬ ફ્લેટોનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. શ્રી સંઘને વિજ્ઞાપ્ત (૬) દિલહીમાં બની રહેલ અખિલ ભારતીય સ્મારક : ઉપર જણાવેલ બધાં સ્મારકો ઉપર સુવર્ણકળશ ચડાવે એવું સમારકશિરોમણિ કહી શકાય એવું વિરલ, વિવિધલક્ષી અને વિરાટ સ્મારક દિલ્હીમાં બની રહ્યું છે. આ અસાધારણ મારકતીર્થ–શ્રી વલ્લભસ્મારક-નો મંગળ પ્રારંભ, સ્વર્ગસ્થ પ્રશાંતમૂતિ આચાર્યદેવ શ્રી વિજ્યસમુદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા મુજબ, પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયઇદ્રદિક્ષસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ, પરમ પૂજ્ય સાધ્વીજી મહારા શ્રી મૃગાવતી શ્રીજી મહારાજની શ્રદ્ધા-ભક્તિભરી પ્રેરણાથી, દસ વર્ષ પહેલાં, વિસં. ૧૯૨૯માં થયો હતો. આ સ્મારકની ઇમારત અને એમાં કરવા ધારેલ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન એવું દૂરંદેશીપૂર્વક કરવામાં આવ્યું છે, કે જેથી ભારતના પાટનગર દિલ્હી શહેરમાં એ જૈન ધર્મનું એક ગૌરવશાળી પ્રતિનિધિત્વ કરી શકે અને જૈન ધર્મ, દર્શન અને સંસ્કૃતિનું ગૌરવ વધારી શકે. આ માટે આ તીર્થમાં સુંદર ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12