Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji
Author(s): Ratilal D Desai
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/004644/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * Bક જ | લોકગુરુ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી રતિલાલ દીપચંદ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ લોકગુરુ આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી યુગદ્રષ્ટ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ત્યારે મુંબઈમાં બિરાજતા હતા. વિ. સં. ૨૦૧૦ના ભાઈબીજનો દિવસ તેઓશ્રીના ૮૪મો જન્મદિવસ હતો. અને એ નિમિતે મુંબઈની છક સંસ્થાઓ તરફથી એક મોટો સમારંભ યોજવામાં આવ્યો હતો. એ મંગલમય પ્રસંગે, જાણે પોતાની ૬૮ વર્ષ જેટલી દીર્ધ આત્મસાધનાનું નવનીત જનતાને આપતા હોય એ રીતે, તેઓએ પોતાના અંતરની લાગણીને વાચા આપતાં આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું, કે “હું ન જૈન છું, ન બૌદ્ધ, ન વૈષ્ણવ છું, ન શૈવ, ન હિંદુ છું, ન મુસલમાન, હું તો વીતરાગ દેવ પરમાત્માને શોધવાના માર્ગ વિચરવાવાળો એક માનવી છું, યાત્રાળુ છું. આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શોધ તો સૌથી પહેલાં પોતાના મનમાં જ થવી જોઈએ.” - ગંભીરતા અને વિનમ્રતાપૂર્વક આચાર્યશ્રીના અંતરમાંથી, અમૃતની સરવાણીની જેમ, વહી નીકળેલા આ શબ્દો આચાર્યશ્રીની જુદા જુદાં નામોથી ઓળખાતા ધર્મોના બાહ્ય સ્વરૂપથી ઊંચે ઊઠીને આત્મધર્મની-પોતાની જાતની ખોજની–ઉત્કટ તમન્નાનું સૂયન કરવા સાથે જૈનધર્મની અનેકાંતવાદની સત્યગામી અને ગુણગ્રાહી ભાવના તેઓના જીવનમાં કેવી ઓતપ્રોત થઈ ગઈ હતી, એનું દર્શન કરાવે છે. જૈનધર્મે જીવનસાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના જીવો સાથે મૈત્રી કેળવવાનો આદેશ આપ્યો છે. યુગદર્શ આચાર્યશ્રીએ એ આદેશને ઝીલી લઈને પોતાના હૃદયને વિશાળ, કરુણપરાયણ અને સંવેદનશીલ બનાવ્યું હતું, અને સમગ્ર માનવજાત પ્રત્યે સમભાવ કેળવ્યો હતો. કોઈનું પણ દુઃખ-દર્દ જોઈને એમનું અંતર કરુણાભીનું બની જતું અને એના નિવારણનો શક્ય પુરુષાર્થ કર્યા પછી જ એમને નિરાંત થતી. આ રીતે તેઓ વેશથી જૈનધર્મના ગુરુ હોવા છતાં અંતરથી તો સર્વના હિતચિંતક એક આદર્શ લોકગુરુ જ બન્યા હતા. અને આવી ઉજત ભાવનાના બળે જ ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી શકયા હતા. Page #3 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૯૨૭ના ભાઈબીજના દિવસે એમનો જન્મ. તેઓનું વતન વિદ્યા, કળા અને સંસ્કારિતાની ભૂમિ વડોદરા શહેર.તેઓની જ્ઞાતિ વીસા શ્રીમાળી. પિતાનું નામ દીપચંદભાઈ માતાનું ઈચ્છાબહેન. એમનું પોતાનું નામ અનલાલ. કુટુંબ ખૂબ ધર્મપરાયણ, એટલે છગનલાલને પારણે ઝુલતાં ખૂલતાં જ ધર્મસંસ્કારનું પાન કરવાનો સુયોગ મળ્યો હતો. દસ-બાર વર્ષની ઉમર થતાં થતાં તો પિતા અને માતા બન્નેની છત્રછાયા ઝૂટવાઈ ગઈ! મરણપથારીએ પડેલી માતાએ પોતાના પુત્રને આ જન્મમાં તેમ જ જન્માંતરમાં પણ ઉપયોગી થાય એવી શિખામણું આપતાં કહ્યું, કે “બેટા, અહંતનું શરણ સ્વીકારજે, અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મધને મેળવવામાં અને જગતના જીવોનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” લ્મનને એકલવાયું ન લાગે અને એનું ચિત્ત પ્રસન્ન રહે એ માટે બન્ને મોટા ભાઈઓ–શ્રી હીરાભાઈ અને શ્રી ખીમચંદભાઈખૂબ તકેદારી રાખતા. પણ છગનલાલનો જીવ કંઈક જુદી જ માટીનો હતો. એનું ચિત્ત ઘરસંસારનો ત્યાગ કરીને ત્યાગધર્મની દીક્ષા લેવા માટે ઝંખી રહ્યું : કયારે એવો અવસર આવે, અને હું ક્યારે સાધુજીવન સ્વીકારું ! અને એવો પુણ્ય અવસર પણ આવી ગયો. વિ. સં. ૧૯૪૨માં જૈનસંઘના મહાન પ્રભાવક આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજ વડોદરા પધાર્યા. એમની ધર્મદેશના છગનના અંતરને સ્પર્શી ગઈ. એ ભાગવતી દીક્ષા લેવા તત્પર થઈ ગયો. હવે સંસારનું બંધન એને એક પળ માટે પણ ખપતું ન હતું. છેવટે, મોટા ભાઈઓ અને કુટુંબી જનોની નારાજી વહોરીને પણ, એણે વિસં. ૧૯૪૩ ની સાલમાં, રાધનપુરમાં, શ્રી આત્મારામજી મહારાજ પાસે, મુનિ શ્રી હર્ષવિજ્યજીના શિષ્ય તરીકે, દીક્ષા લીધી. નામ મુનિ શ્રી વલ્લભવિયે રાખવામાં આવ્યું. ભૂખ્યાને ભાવતા ભોજન મળે એમ, છગનનો આત્મા ખૂબ આહલાદ અનુભવી રહ્યો. એક પળ પણ નિરર્થક વિતાવવાને બદલે તેઓ ગુરુસેવા અને જ્ઞાન-ચારિત્રની આરાધનામાં લાગી ગયા. શ્રી આત્મારામજી મહારાજના તેઓ ખૂબ પ્રીતિપાત્ર બની ગયા–જાણે કાયાની છાયા જ સમજો! ત્રણ ચોમાસાં ગુજરાત અને રાજસ્થાનમાં કરીને તેઓ દાદાગુરજીની સાથે પંજાબ ગયા. ત્યાં એકધારાં ૧૯ ચોમાસાં કરીને પંજાબના શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને ખૂબ દઢ બનાવી. ૧૯ ચોમાસામાં દાદાગુરુજીની સાથે છ કર્યો અને, વિ. સં. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ર માં દાદાગુરુજીનો સ્વર્ગવાસ થતાં, ૧૩ ચોમાસાં બીજાં મુનિવરો સાથે કર્યો. અંતસમયે જેમ માતાએ હિતશિખામણ આપી હતી, એ રીતે જ દાદાગુરુજીએ અંતિમ આદેશ મુનિ શ્રી વલ્લભવિજ્યને કર્યો હતો, કે સમાજના ઉત્કર્ષ માટે ઠેર ઠેર વિદ્યામંદિરો સ્થપાવજે, અને પંજાબને સંભાળજો! ) જેમના ચરણે મુનિ વલ્લભવિજયજીએ પોતાનું જીવન અને સર્વસ્વ સમર્પિત કર્યું હતું, એ વાત્સલ્યમૂર્તિ દાદાગુરુના સ્વર્ગવાસથી તેઓને ન કલ્પી શકાય એટલો આઘાત લાગ્યો. પણ કુદરતના સહજ ક્રમ પ્રમાણે આવી પડેલ આપત્તિથી હતાશ–નિરાશ થઈને નિષ્ક્રિય બની જવું એ મુનિ શ્રી વલ્લભવિયજીના સ્વભાવમાં જ ન હતું. દાદાગુરુજીના પારસમણિ જેવા સહવાસને લીધે જીવનમાં ધીરજ, હિંમત અને સમતાનું જે તેજ પ્રગટ્યું હતું, એની જાણે કસોટી થવાની હતી. મુનિ શ્રી વલભવિજ્યજી પંજાબના શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને દઢ કરવાના અને સરસ્વતીમંદિરોની સ્થાપનાના કાર્યમાં દત્તચિત્ત બની ગયા. પંજાબ શ્રીસંઘમાં બાળકોથી લઈને તે વૃદ્ધો સુધી સૌ કોઈનાં અંતરમાં ગુરુવલ્લભ વસી ગયા તે તેઓની સંઘના ઉત્કર્ષની આવી ઉમદા ભાવના અને પ્રવૃત્તિને કારણે જ. ગુરુ વલભનું નામ પડે છે, અને પંજાબના શ્રી સંઘનું અંતર આદર અને ભક્તિથી ગદગદ બની જાય છે. ધમ ધાર્વિના–ધર્મ એના અનુયાયીઓમાં જ ટકી રહે છે...એ સૂત્રનો ભાવ મુનિ શ્રી વલભવિજ્યજીના અંતરમાં બરાબર વસી ગયો હતો. વળી, પોતાની દીર્ધ દૃષ્ટિને કારણે, તેઓ પલટાતા સમયનાં એંધાણ પણ પારખી શક્તા હતા. વળી સંઘની શક્તિને ટકાવી રાખવા માટે અને સમાજનો ઉત્કર્ષ સાધવા માટે તેઓએ ત્રણ મુદ્દાઓ નક્કી કર્યા હતા : (૧) સમાજની ઊગતી પેઢીને દરેક કક્ષાનું વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ મળતું રહે એવી વ્યવસ્થા કરવી. (૨) સંઘશક્તિને ટકાવી રાખવા માટે જૈન સંઘના બધા ફિરકા વચ્ચે સંપ અને સંગઠનની ભાવનાને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ ઊભું કરવું. (૩) સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક ભીંસમાં પિસાઈ ન જાય એ માટે ઉદ્યોગગૃહ જેવી સંસ્થાઓની સ્થાપના કરવી અને એ માટે મોટું ભંડોળ એકત્ર કરવું. Page #5 -------------------------------------------------------------------------- ________________ તેઓની આ ભાવનાને તેઓના જ શબ્દોમાં જોઈએ ? “અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી; પહેરવા પૂરતાં પડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પિસા નથી. આજે મધ્યમ વર્ગનાં આપણું ભાઈ-બહેન દુઃખની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે...જે મધ્યમ વર્ગ જીવતો રહેશે તો જ જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણું સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.” સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ, અમારે અમારા જીવનની પળેપળનો હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તો મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોગમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય, તે આપવાનું કેમ ભૂલી શકાય?” “સાધર્મિક વાત્સલ્યનો અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી; પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા, એ પણ સાચું સાધમિક વાત્સલ્ય છે.” સેવા, સંગઠન, સ્વાવલંબન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એનો પ્રચાર–આ પાંચ બાબતો ઉપર જ જૈન સમાજની ઉન્નતિને આધાર છે.” બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે, કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્ર થઈને શ્રી મહાવીર સ્વામીની જય બોલે.” આચાર્યશ્રી ખાદી પહેરતા હતા, એ હકીક્ત પણ તેઓની રાષ્ટ્રભાવનાની સાક્ષી બની રહે એવી છે. પોતાની રાષ્ટ્રીય ભાવનાને વ્યક્ત કરતાં તેઓએ કહ્યું હતું, કે : “આપણા દેશની આઝાદીમાં આપણા સહુનું કલ્યાણું છે. આઝાદીને માટે હિંદુ, મુસ્લિમ, શીખની એક્તા જરૂરી છે; આ એક્તા આપણે ગમે તે ભોગે સાધવી પડશે જ. આપણે દેશમાં એક્તા સ્થપાય તો વિશ્વશાંતિમાં આપણા દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશો. હિંદુ નથી ચોટીવાળા જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના સંસ્કાર અને જેવા જેના આચાર, તેવો તેને રંગ ચડે છે. આત્મા તો બધામાં એક જ છે. સર્વે મોક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ.” Page #6 -------------------------------------------------------------------------- ________________ પંજાબમાં એકધારો ૧૮ વર્ષ સુધી કામ કર્યા પછી જ્યારે તેઓએ ગુજરાત તરફ વિહાર કર્યો ત્યારે સમાજના ઉત્કર્ષ માટે, સમયની હાકલને ધ્યાનમાં લઈને, શું શું કરવાની જરૂર છે એ અંગેના એમના વિચારો પરિપકવ થઈ ચૂક્યા હતા. અને હવે તો એ વિચારોને રચનાત્મક સ્વરૂપ આપવાની જ જરૂર હતી. આ યોજનામાં મુખ્યત્વે બે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી : એક તો, જૈન સંઘની નવી પેઢી વિદ્યાની દરેકેદરેક શાખામાં નિપુણતા મેળવે એ માટે શિક્ષણસંસ્થાઓ કે વિદ્યાર્થીગૃહો સ્થપાવવાં; અને બીજી, સમાજના જરૂરિયાતવાળાં ભાઈઓ-બહેનોને જરૂર પૂરતી પૂરક સહાય મળતી રહે એ માટે કંઈક કાયમી વ્યવસ્થા કરવી, જેમ કે એ માટે મોટું ફંડ એકઠું કરવું અને ઉદ્યોગગૃહોની સ્થાપના કરવી. ગુજરાત તરફના વિહારમાં આ યોજનાને તેઓએ અગ્રસ્થાન આપ્યું, અને જૈન સંઘ આ યોજનાનું મહત્વ સમજે એ માટે અવિરત પુરુષાર્થ આદર્યો. તેઓના આ પુરુષાથને લીધે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત તેમ જ મહારાષ્ટ્રમાં નાની-મોટી શિક્ષણસંસ્થાઓ અને વિદ્યાર્થીગૃહો સ્થપાયા. આ ઉપરાંત સને ૧૯૧૪–૧૫માં, મુંબઈમાં સ્થપાયેલ અને સમય જતાં અનેક શાખાઓરૂપે વિસ્તાર પામેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, એ પણ આચાર્યશ્રીની પ્રેરણા અને ભાવનાનું જ ફળ છે. આચાર્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ આવી સંસ્થાઓ ઉત્તરોત્તર વિકાસ સાધી શકી એમાં એમની દૂરંદેશી, સમયજ્ઞતા અને નિવૃત્તિનો ફાળો કંઈ જેવો તેવો નથી. દરેક સંસ્થા પોતાનાં ધારાધોરણ પ્રમાણે કામ કરતી રહે એમાં જ પ્રસન્નતા અનુભવતા. આવી અનાસક્તિ કે અલિપ્તતા અતિવિરલ જેવા મળે છે. આવી જ નિવૃત્તિ તેઓએ આચાર્યપદવી માટે દર્શાવી હતી. પંજાબના સંઘે તો તેઓને છેક વિસં. ૧૯૫૭માં આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનતિ કરી હતી, પણ મુનિ શ્રી વલ્લભવિજયજીએ વિનમ્રતાપૂર્વક એનો ઈનકાર કર્યો હતો. આ પછી છેક ચોવીશ વર્ષે, વિસં. ૧૯૮૧માં, પંજાબ શ્રીસંઘના આગ્રહને વશ થઈને, લાહોરમાં, તેઓએ આચાર્યપદનો સ્વીકાર કર્યો હતો. વિ. સં. ૨૦૦૬ માં, જૈન કોન્ફરન્સનું અધિવેશન ફાલનામાં મળ્યું ત્યારે, સંઘની એકતાના મનોરથ સેવતા આચાર્યશ્રીએ લાગણીભીના સ્વરે એમ કહ્યું હતું, કે “જે આપણા સંઘની એક્તા સાધવા માટે જરૂર પડે તો હું મારું Page #7 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ છોડવા તૈયાર છું.” જૈન સંઘની એક્તા માટેની આ કેવી ભવ્ય ઝંખના! આ જ રીતે તેઓ ઈચ્છતા હતા, કે જૈનોના બધા ફિરકાઓમાં પણ એકતા સ્થપાય. એકવાર આચાર્યશ્રી પાલનપુર ગયા. એમના જાણવામાં આવ્યું કે સંધમાં કલેશ છે. એમનો આત્મા કકળી ઊઠયો. એ વખતે જેઠ મહિનો ચાલતો હતો. ગરમી એવી પડતી હતી કે પંખીઓ પણ બહાર નીકળતાં ન હતાં. આચાર્યશ્રીએ સંઘના અગ્રણીઓને બોલાવીને કહ્યું, કે જ્યાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. અને ઉનાળાની સખત ગરમીની પરવા કર્યા સિવાય તેઓએ વિહારની તૈયારી કરવા માંડી. સંધ તરત જ સમજી ગયો. રાજસ્થાનમાં વિખવાદીના સંધમાં ઝધડો જોઈને તેઓએ કહ્યું કે તમારો ઝઘડો ર ન થાય ત્યાં સુધી ભારે ગોચરી બંધ. તરત જ ઝઘડો દર થયો. મહારાષ્ટ્રમાં બુરાનપુરમાં મા-દીકરા વચ્ચે ખટરાગ પડેલો. આચાર્યશ્રીના જાણવામાં એ વાત આવી. તેઓ પોતે ગોચરી લેવા નીકળ્યા અને એ ધરે જઈ પહોંચ્યા. માતા અને પુત્ર બન્ને ગોચરી વહોરવાની વિનતિ કરવા લાગ્યાં. આચાર્યશ્રીએ કહ્યું, કલેશવાળા ઘરમાંથી હું ગોચરી નહીં લઉં. તમે બન્ને સંપીને વહોરાવો તો જ ભિક્ષા લઈશ. વર્ષોજૂને કલેશ સત્વર દૂર થઈ ગયો! ગુજરાનવાલાના ગુરુકુળને નાણુની મોટી ભીડ પડી. આચાર્યશ્રીએ જાહેર કર્યું કે “આ સંસ્થા માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારે ગોળ-ખાંડ બંધ.” થોડા દિવસોમાં જ સંસ્થાની ટહેલ પૂરી થઈ ગઈ પૂનાના સંઘમાં ઝઘડો પડ્યાનું જાણુને આચાર્યશ્રીએ કહ્યું કે—“મેં સાંભળ્યું છે કે પૂનાના સંઘના લોકો અંદર અંદર બહુ ઝઘડે છે; આટલું જ નહીં, એવું પણ સાંભળ્યું છે કે એક પક્ષના લોકોએ જ મારું સ્વાગત કરવા નકકી કર્યું છે. પણ તમારે જાણવું જોઈએ કે જ્યાં સંઘમાં ઝઘડા હોય છે, ત્યાં જવાનું હું ત્યારે જ પસંદ કરું છું કે જયારે સંઘના ઝઘડા મટી જાય.” વિ. સં. ૨૦૦૮ માં જૈન કોન્ફરન્સની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે એ જ વર્ષમાં કૉન્ફરન્સનું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. આચાર્યશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગના ઉત્કર્ષ માટે કંઈક નક્કર કામ કરવાનો અનુરોધ કર્યો. કોન્ફરન્સના મોવડીઓએ એ આદેશને ઝીલી લીધો તો ખરો, પણ એ દિશામાં ધારી પ્રગતિ થતી ન લાગી, એટલે આચાર્યશ્રીએ જાહેર કર્યું કે આ કામ માટે પાંચ લાખ રૂપિયા એકત્ર ન થાય ત્યાં સુધી ભારે Page #8 -------------------------------------------------------------------------- ________________ દૂધ બંધ. જૈન સંઘે થોડા વખતમાં જ એમની ટહેલ પૂરી કરી દીધી. આચાર્યશ્રીનું સંઘનાયક પદ ચરિતાર્થ થયું. - સાધ્વી સંધ ઉપર શાસ્ત્રો અને પરંપરાને નામે મૂકવામાં આવતા નિયંત્રણને કારણે એમનો વિકાસ રુંધાઈ જાય છે, એ વાત પ્રગતિશીલ વિચારો ધરાવતા આચાર્યશ્રીના ખ્યાલ બહાર ન હતી. સાધ્વી સંઘને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાનોની છૂટ આપવામાં આવે તો એ અવશ્ય પ્રગતિ સાધીને સંઘની વિશેષ સેવા કરી શકે. આચાર્યશ્રીએ પોતાની આજ્ઞામાં રહેતા સાધ્વીસમુદાયને આ બાબતમાં પૂરી છુટ આપી. એક વાર બિનૌલીના હરિજનોએ આચાર્ય મહારાજને ફરિયાદ કરી, કે મહારાજ, હિંદુઓ અમને પાણીને માટે પજવે છે. એ દુઃખ દૂર નહીં થાય તો અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.” કરુણાપરાયણ આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકોએ તરત જ એમને એક કૂવો બનાવી દીધો. આચાર્યશ્રીના સંધનાયક પદની ખરેખરી અગ્નિપરીક્ષા થઈ સને ૧૯૪૭માં, દેશના વિભાજન વખતે. ત્યારે આખો દેશ કોમી હુતાશનમાં ઓરાઈ ગયો હતો. એ ચોમાસું આચાર્યશ્રી પંજાબમાં દાદાગુરુની નિર્વાણભૂમિ ગુજરાનવાલા શહેરમાં રહ્યા હતા. દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું હતું. જૈન સંઘની ચિંતાને પાર ન હતો. સંઘે ગમે તેમ કરીને ગુજરાનવાલા છોડીને હિંદુસ્થાનમાં આવી જવાની આચાર્યશ્રીને પ્રાર્થના ઉપર પ્રાર્થના કરી; એ માટે જરૂરી સગવડ પણ કરી. પણ ગુજરાનવાલામાં સપડાઈ ગયેલાં બધાં સાધુ-સાધ્વીઓ અને જૈન ભાઈઓ-બહેનોના સ્થળાંતરની પૂરી ગોઠવણ ન થાય ત્યાં સુધી પોતાનો જીવ બચાવવા ચાલી નીકળવાનો તેઓએ સાફ સાફ ઇનકાર ર્યો. છેવટે એ બધાના સ્થળાંતરની ગોઠવણ થઈ ત્યારે જ આચાર્યશ્રીએ દુભાતે દિલે ગુરુતીર્થ ગુજરાનવાલાને છેલ્લી સલામ કરી! જીવનના છેલ્લા દિવસો વિતતા હતા. ત્યારે (વિ. સં. ૨૦૧૦માં) આચાર્યશ્રી મુંબઈમાં બિરાજતા હતા. ૮૪ વર્ષની ઉંમર અને ૬૮ વર્ષના દીક્ષા પર્યાયને લીધે કાયાને ડુંગર ડોલવા લાગ્યો હતો. છતાં મનમાં એક જ રટણ હતું કે ક્યારે પાલીતાણ જઈને હું દાદાનાં દર્શન કર્યું અને પંજાબ ક્યારે પોંચું? કાયા ભલે ને જર્જરિત થઈ, અંતરનો ઉત્સાહ અને ઉમંગ તો એવોને એવો જ હતો. Page #9 -------------------------------------------------------------------------- ________________ નિરાશમાંથી આશા પ્રગટે, રતામાંથી કરુણા જન્મ, અધર્મમાંથી ધર્મની અભિરુચિ જાગે એવા એવા સરમાણસાઈન, સેવાપરાયણતાના, નમ્રતાના, કરૂણાપરાયણતાના તેમ જ સમતા, શાંતિ અને સ્વસ્થતાના અનેક પ્રસંગમૌક્તિકોથી આચાર્યશ્રીનું જીવન વિમળ, ઉચ્ચ અને ઉદાત્ત બન્યું હતું. આવા એક જાજરમાન પ્રભાવક મહાપુર, વિ. સં. ૨૦૧૦ના ભાદરવા વદિ ૧૦ના દિવસે (તા. રર-૯-૫૪ના રોજ), વધુ ઉન્નત સ્થાનને માટે અંતિમ પ્રયાણ કર્યું ! છેલ્લે છેલ્લે એમની કલ્યાણકારી ઉદાર જીવનસાધનાનો ખ્યાલ આપતા એમના જ શબ્દોથી આ સંક્ષિપ્ત પરિચય પૂરો કરીએ. તેઓએ વિ. સં. ૧૯૮૫માં અમદાવાદમાં પોતાના અંતરની વાત કરતાં કહેલું કે “યુવકોને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહેવાથી કશો અર્થ સરવાનો નથી. બન્નેના હાથ મેળવી સમયને–દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનું છે કે જૈનધર્મ શ્રેષ્ઠ છે. મોક્ષ એ કંઈ કોઈનો ઈજારો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ દરેક જે વીતરાગ બને તો મોલ મેળવી શકે છે.” એ સર્વમંગલકારી વિભૂતિને આપણી વંદના હો! [જન્મશતાબ્દી પ્રસંગે પ્રગટ થયેલ પુસ્તિકાનું કેટલાક ફેરફાર સાથે પુનર્મુદ્રણ ] યુગદ્રષ્ટા સંઘનાયકનાં વિવિધ સ્મારક (૧) ગુરુતીર્થ : જૈન સંઘના સ્વનામધન્ય અગ્રણી અને મુંબઈને શાહ સોદાગર શ્રેષ્ઠિવર્ય મોતીશાહે મુંબઈમાં, ભાયખલામાં આદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનનું આલિશાન જિનાલય બંધાવ્યું, ત્યારથી એ ધરતીને તીર્થભૂમિનું ગૌરવ પ્રાપ્ત થયું છે. વિ. સં. ૨૦૧૦ માં યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનો મુંબઈમાં કાળધર્મ થતાં, એમનો અગ્નિસંસ્કાર આ તીર્થભૂમિમાં કરવામાં આવ્યો હતો અને તે પછી એ સ્થાને નાનું અને સોહામણું ગુરુમંદિર બંધાવીને એમાં સ્વર્ગસ્થ આચાર્યદેવની ગુરુમૂર્તિ પધરાવવામાં આવી, ત્યારથી આ તીર્થભૂમિને ગુરુતીર્થ તરીકેનું ગૌરવ પણ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયું છે. આ ગુરુતીર્થ સ્વર્ગસ્થ આચાર્યશ્રીના પવિત્ર જીવન અને સંઘના ઉત્કર્ષ માટેના પુરુષાર્થનું હંમેશાં સ્મરણ કરાવતું રહેશે. (૨) શિક્ષણ સંસ્થાઓ : આ આચાર્ય ભગવંતની પ્રબળ પ્રેરણાથી, મુંબઈમાં, સને ૧૯૧૪-૧૫ના અરસામાં, સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શતમુખકમળની જેમ, પોતાનો વિકાસ સાધીને, તેમ જ તેઓશ્રીની પ્રેરણાથી રાજસ્થાન, પંજાબ વગેરે પ્રદેશોમાં સ્થપાયેલ નાની-મોટી અસંખ્ય શિક્ષણ સંસ્થાઓએ જૈન સંઘની ઊછરતી પેઢીને, ધર્મના શિક્ષણ અને સંસ્કારોના સિંચન સાથે, વ્યાવહારિક શિક્ષણમાં નિપુણતા મેળવવાની જે સુવિધા પૂરી પાડી છે, તે સ્વર્ગસ્થ આચાર્ય ભગવંતની સમાજના ઉત્થાનની ઉત્કટ ભાવના અને પ્રવૃત્તિની કીર્તિગાથા બની રહે એવી છે. (૩) જન્મશતાબ્દી શિક્ષણ દ્રસ્ટ : વિ. સં. ૨૦૨૧ની સાલમાં, સંઘના ઉપકારી આ સંઘનાયકની જન્મશતાબ્દીનું વર્ષ હતું; એટલે એની પ્રાદેશિક ઉજવણી ઉપરાંત મુંબઈમાં, અખિલ ભારતીય ધોરણે, શાનદાર ઉજવણી કરવામાં આવી હતી; અને આ પ્રસંગના એક કાયમી અને રચનાત્મક સંભારણારૂપ “શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટની યોજના જાહેર કરવામાં આવી હતી. આઠ લાખ રૂપિયાથી વધુ રકમનું દાન કરીને જૈન સમાજે આ યોજનાને સહર્ષ વધાવી લીધી હતી. આ ટ્રસ્ટમાંથી મળતી પૂરક સહાય જૈન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવા માટે આશીર્વાદરૂપ પુરવાર થાય છે. (૪) શ્રી વિજયવલભ સાર્વજનિક હોસ્પિટલ, વડોદરા : વિશ્વકલ્યાણુવ્રતધારી યુગદ્રષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી મહારાજના જન્મશતાબ્દી વર્ષમાં તેઓશ્રીના કાયમી સ્મારકરૂપે તેઓશ્રીની જન્મભૂમિ વડોદરામાં શ્રી વિજયવલ્લભ સાર્વજનિક હૉસ્પિટલ બાંધવાનો નિર્ણય તેઓશ્રીના પદધર શાંતમૂર્તિ સ્વ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી લેવાયો હતો. વડોદરા શહેરની મધ્યમાં નજરબાગ કમ્પાઉન્ડની ગામાં આ હૉસ્પિટલ માટે જગા ખરીદી, પાંચ માળની ઈમારતનું બાંધકામ શરૂ થયું; નાત, જાત અને ધર્મના ભેદભાવ વિના માનવમાત્રની સેવા કરવાની તક વડોદરાના જૈન સંઘના મળી, સમસ્ત ભારતભરના જૈન સંધોનો અને અન્ય સમાજના દાનવીરો અને ભાઈઓ–બદ્ધોનો આ નિર્માણ કાર્યમાં અપૂર્વ યોગ ૧૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ ભઢ્યો. પરિણામે મે, ૧૯૮૧માં હોસ્પિટલ સેવા અર્પતી થઈ ગઈ છે. હોસ્પિટલ અદ્યતન સામગ્રીથી સજ્જ છે, જેને કારણે સારો લાભ લેવાઈ રહ્યો છે. આ કાર્ય માટે નિષ્ણાત, સેવાભાવી દાક્તરીનો સાથ છે. આ પ્રવૃત્તિ માટે શ્રી વિજયવલ્લભ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ છે, જે રજિસ્ટર થયેલ છે અને કરમુક્તિનું પ્રમાણપત્ર મળેલ છે. (૫) સમાજ-ઉત્કર્ષ–સ્ટ : મુંબઈમાં જઈને વસેલા અને કમાણી માટે અત્યારે પણ મુંબઈમાં જઈ પહોંચતા સાધર્મિકોને વસવાટ માટે કેટલી બધી હાલાકી વેઠવી પડે છે અને કેવાં કેવાં ગંદા અને અગવડભર્યા સ્થાનમાં રહેવું પડે છે, તે સુવિદિત છે. સ્વર્ગસ્થ ગુરુદેવે ઉબધેલી સાધમિક સેવાની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈને, સાધર્મિક ભાઈઓની આ મુસીબત દૂર કરવામાં યથાશક્તિ સહાયરૂપ થવા માટે, કેટલાક વખત પહેલાં, છે શ્રી આમવલભ સમાજ ઉત્કર્ષ દ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ દ્રશે પચીસસો જેટલાં રહેઠાણ બાંધવાની મોટી યોજના ઘડી છે; અને એના અમલ માટે, મુંબઈના પરાં નાલાસોપારાના સ્ટેશનની પાસે, એક લાખ ચોરસ વાર જમીન ખરીદીને એમાં ૯૬ ફ્લેટોનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. શ્રી સંઘને વિજ્ઞાપ્ત (૬) દિલહીમાં બની રહેલ અખિલ ભારતીય સ્મારક : ઉપર જણાવેલ બધાં સ્મારકો ઉપર સુવર્ણકળશ ચડાવે એવું સમારકશિરોમણિ કહી શકાય એવું વિરલ, વિવિધલક્ષી અને વિરાટ સ્મારક દિલ્હીમાં બની રહ્યું છે. આ અસાધારણ મારકતીર્થ–શ્રી વલ્લભસ્મારક-નો મંગળ પ્રારંભ, સ્વર્ગસ્થ પ્રશાંતમૂતિ આચાર્યદેવ શ્રી વિજ્યસમુદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા મુજબ, પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયઇદ્રદિક્ષસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ, પરમ પૂજ્ય સાધ્વીજી મહારા શ્રી મૃગાવતી શ્રીજી મહારાજની શ્રદ્ધા-ભક્તિભરી પ્રેરણાથી, દસ વર્ષ પહેલાં, વિસં. ૧૯૨૯માં થયો હતો. આ સ્મારકની ઇમારત અને એમાં કરવા ધારેલ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન એવું દૂરંદેશીપૂર્વક કરવામાં આવ્યું છે, કે જેથી ભારતના પાટનગર દિલ્હી શહેરમાં એ જૈન ધર્મનું એક ગૌરવશાળી પ્રતિનિધિત્વ કરી શકે અને જૈન ધર્મ, દર્શન અને સંસ્કૃતિનું ગૌરવ વધારી શકે. આ માટે આ તીર્થમાં સુંદર ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ જિનાલય તથા ભવ્ય ગુરુમંદિર, ઉપરાત જૈનવિદ્યાના અધ્યયન, અધ્યાપનું અને સંશોધનનું કેન્દ્ર, ધ્યાન–સાધના કેન્દ્ર, સાહિત્ય-પ્રકાશન કેન્દ્ર, લોકશિક્ષણ તથા જનસેવા કેન્દ્ર વગેરે પ્રવૃત્તિઓ ચાલી શકે એવી વિશાળ યોજના તૈયાર કરવામાં આવી છે. અને એને આકાર આપવા માટે " શ્રી આત્મવલભ જૈન સ્મારક શિક્ષણ નિધિ” નામે જાહેર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. | આ યોજના જેટલી વિશાળ, અનોખી અને આવકાર પાત્ર છે, તેટલી જ એ અતિ ખરચાળ છે. આ બધી ઈમારતો તયાર કરી શકાય એમાં જે બે કરોડ રૂપિયા કરતાંય વધુ ખર્ચ થવાનો અંદાજ છે; અને આવી બધી પ્રવૃત્તિઓને ચાલુ રાખવાનો ખર્ચ તો જુદો સમજવો, પણ જૈન સંઘની ઉદારતા તથા દાનશીલતા ઉપર અમને પૂરો વિશ્વાસ છે, એટલે આ મહાન કાર્ય માટે ઉદારતાથી સહાયતા આપવાની અને શ્રી સંઘને વિજ્ઞપ્તિ કરીએ છીએ. | દશા હાલારા નાગી ) s, gitIIIIIIIIIIIIIIIIME - - - સમાજોત્કર્ષના પથદર્શક યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વર છે મહારાજના ઉદાર અને લોકોપકારક જીવનને અનુરૂં પ અખિલ ભારતીય તરુ પર દિલ્હીમાં સાકાર લેતું કલાત્મક વલ્લભસમારક પ્રકાશક : શ્રી આત્માનેદ જૈન સભા, 39/41, ધનજી સ્ટ્રીટ, મુંબઈ 40 8 03 6 મુદ્રક : પ્રવ પુર્વ ભાગવત, મૌજ પ્રિન્ટિંગ બ્યુરો, ખટાઉવાડી, મુંબઈ 400 00 તે For Private & Persottal Use Only