SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત થયું છે. આ ગુરુતીર્થ સ્વર્ગસ્થ આચાર્યશ્રીના પવિત્ર જીવન અને સંઘના ઉત્કર્ષ માટેના પુરુષાર્થનું હંમેશાં સ્મરણ કરાવતું રહેશે. (૨) શિક્ષણ સંસ્થાઓ : આ આચાર્ય ભગવંતની પ્રબળ પ્રેરણાથી, મુંબઈમાં, સને ૧૯૧૪-૧૫ના અરસામાં, સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શતમુખકમળની જેમ, પોતાનો વિકાસ સાધીને, તેમ જ તેઓશ્રીની પ્રેરણાથી રાજસ્થાન, પંજાબ વગેરે પ્રદેશોમાં સ્થપાયેલ નાની-મોટી અસંખ્ય શિક્ષણ સંસ્થાઓએ જૈન સંઘની ઊછરતી પેઢીને, ધર્મના શિક્ષણ અને સંસ્કારોના સિંચન સાથે, વ્યાવહારિક શિક્ષણમાં નિપુણતા મેળવવાની જે સુવિધા પૂરી પાડી છે, તે સ્વર્ગસ્થ આચાર્ય ભગવંતની સમાજના ઉત્થાનની ઉત્કટ ભાવના અને પ્રવૃત્તિની કીર્તિગાથા બની રહે એવી છે. (૩) જન્મશતાબ્દી શિક્ષણ દ્રસ્ટ : વિ. સં. ૨૦૨૧ની સાલમાં, સંઘના ઉપકારી આ સંઘનાયકની જન્મશતાબ્દીનું વર્ષ હતું; એટલે એની પ્રાદેશિક ઉજવણી ઉપરાંત મુંબઈમાં, અખિલ ભારતીય ધોરણે, શાનદાર ઉજવણી કરવામાં આવી હતી; અને આ પ્રસંગના એક કાયમી અને રચનાત્મક સંભારણારૂપ “શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટની યોજના જાહેર કરવામાં આવી હતી. આઠ લાખ રૂપિયાથી વધુ રકમનું દાન કરીને જૈન સમાજે આ યોજનાને સહર્ષ વધાવી લીધી હતી. આ ટ્રસ્ટમાંથી મળતી પૂરક સહાય જૈન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવા માટે આશીર્વાદરૂપ પુરવાર થાય છે. (૪) શ્રી વિજયવલભ સાર્વજનિક હોસ્પિટલ, વડોદરા : વિશ્વકલ્યાણુવ્રતધારી યુગદ્રષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી મહારાજના જન્મશતાબ્દી વર્ષમાં તેઓશ્રીના કાયમી સ્મારકરૂપે તેઓશ્રીની જન્મભૂમિ વડોદરામાં શ્રી વિજયવલ્લભ સાર્વજનિક હૉસ્પિટલ બાંધવાનો નિર્ણય તેઓશ્રીના પદધર શાંતમૂર્તિ સ્વ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી લેવાયો હતો. વડોદરા શહેરની મધ્યમાં નજરબાગ કમ્પાઉન્ડની ગામાં આ હૉસ્પિટલ માટે જગા ખરીદી, પાંચ માળની ઈમારતનું બાંધકામ શરૂ થયું; નાત, જાત અને ધર્મના ભેદભાવ વિના માનવમાત્રની સેવા કરવાની તક વડોદરાના જૈન સંઘના મળી, સમસ્ત ભારતભરના જૈન સંધોનો અને અન્ય સમાજના દાનવીરો અને ભાઈઓ–બદ્ધોનો આ નિર્માણ કાર્યમાં અપૂર્વ યોગ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004644
Book TitleLokguru Acharya Vijay Vallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages12
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, N000, & N020
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy