SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ર માં દાદાગુરુજીનો સ્વર્ગવાસ થતાં, ૧૩ ચોમાસાં બીજાં મુનિવરો સાથે કર્યો. અંતસમયે જેમ માતાએ હિતશિખામણ આપી હતી, એ રીતે જ દાદાગુરુજીએ અંતિમ આદેશ મુનિ શ્રી વલ્લભવિજ્યને કર્યો હતો, કે સમાજના ઉત્કર્ષ માટે ઠેર ઠેર વિદ્યામંદિરો સ્થપાવજે, અને પંજાબને સંભાળજો! ) જેમના ચરણે મુનિ વલ્લભવિજયજીએ પોતાનું જીવન અને સર્વસ્વ સમર્પિત કર્યું હતું, એ વાત્સલ્યમૂર્તિ દાદાગુરુના સ્વર્ગવાસથી તેઓને ન કલ્પી શકાય એટલો આઘાત લાગ્યો. પણ કુદરતના સહજ ક્રમ પ્રમાણે આવી પડેલ આપત્તિથી હતાશ–નિરાશ થઈને નિષ્ક્રિય બની જવું એ મુનિ શ્રી વલ્લભવિયજીના સ્વભાવમાં જ ન હતું. દાદાગુરુજીના પારસમણિ જેવા સહવાસને લીધે જીવનમાં ધીરજ, હિંમત અને સમતાનું જે તેજ પ્રગટ્યું હતું, એની જાણે કસોટી થવાની હતી. મુનિ શ્રી વલભવિજ્યજી પંજાબના શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને દઢ કરવાના અને સરસ્વતીમંદિરોની સ્થાપનાના કાર્યમાં દત્તચિત્ત બની ગયા. પંજાબ શ્રીસંઘમાં બાળકોથી લઈને તે વૃદ્ધો સુધી સૌ કોઈનાં અંતરમાં ગુરુવલ્લભ વસી ગયા તે તેઓની સંઘના ઉત્કર્ષની આવી ઉમદા ભાવના અને પ્રવૃત્તિને કારણે જ. ગુરુ વલભનું નામ પડે છે, અને પંજાબના શ્રી સંઘનું અંતર આદર અને ભક્તિથી ગદગદ બની જાય છે. ધમ ધાર્વિના–ધર્મ એના અનુયાયીઓમાં જ ટકી રહે છે...એ સૂત્રનો ભાવ મુનિ શ્રી વલભવિજ્યજીના અંતરમાં બરાબર વસી ગયો હતો. વળી, પોતાની દીર્ધ દૃષ્ટિને કારણે, તેઓ પલટાતા સમયનાં એંધાણ પણ પારખી શક્તા હતા. વળી સંઘની શક્તિને ટકાવી રાખવા માટે અને સમાજનો ઉત્કર્ષ સાધવા માટે તેઓએ ત્રણ મુદ્દાઓ નક્કી કર્યા હતા : (૧) સમાજની ઊગતી પેઢીને દરેક કક્ષાનું વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ મળતું રહે એવી વ્યવસ્થા કરવી. (૨) સંઘશક્તિને ટકાવી રાખવા માટે જૈન સંઘના બધા ફિરકા વચ્ચે સંપ અને સંગઠનની ભાવનાને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ ઊભું કરવું. (૩) સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક ભીંસમાં પિસાઈ ન જાય એ માટે ઉદ્યોગગૃહ જેવી સંસ્થાઓની સ્થાપના કરવી અને એ માટે મોટું ભંડોળ એકત્ર કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004644
Book TitleLokguru Acharya Vijay Vallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages12
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, N000, & N020
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy