Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji Author(s): Ratilal D Desai Publisher: Atmanand Jain Sabha View full book textPage 8
________________ દૂધ બંધ. જૈન સંઘે થોડા વખતમાં જ એમની ટહેલ પૂરી કરી દીધી. આચાર્યશ્રીનું સંઘનાયક પદ ચરિતાર્થ થયું. - સાધ્વી સંધ ઉપર શાસ્ત્રો અને પરંપરાને નામે મૂકવામાં આવતા નિયંત્રણને કારણે એમનો વિકાસ રુંધાઈ જાય છે, એ વાત પ્રગતિશીલ વિચારો ધરાવતા આચાર્યશ્રીના ખ્યાલ બહાર ન હતી. સાધ્વી સંઘને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાનોની છૂટ આપવામાં આવે તો એ અવશ્ય પ્રગતિ સાધીને સંઘની વિશેષ સેવા કરી શકે. આચાર્યશ્રીએ પોતાની આજ્ઞામાં રહેતા સાધ્વીસમુદાયને આ બાબતમાં પૂરી છુટ આપી. એક વાર બિનૌલીના હરિજનોએ આચાર્ય મહારાજને ફરિયાદ કરી, કે મહારાજ, હિંદુઓ અમને પાણીને માટે પજવે છે. એ દુઃખ દૂર નહીં થાય તો અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.” કરુણાપરાયણ આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકોએ તરત જ એમને એક કૂવો બનાવી દીધો. આચાર્યશ્રીના સંધનાયક પદની ખરેખરી અગ્નિપરીક્ષા થઈ સને ૧૯૪૭માં, દેશના વિભાજન વખતે. ત્યારે આખો દેશ કોમી હુતાશનમાં ઓરાઈ ગયો હતો. એ ચોમાસું આચાર્યશ્રી પંજાબમાં દાદાગુરુની નિર્વાણભૂમિ ગુજરાનવાલા શહેરમાં રહ્યા હતા. દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું હતું. જૈન સંઘની ચિંતાને પાર ન હતો. સંઘે ગમે તેમ કરીને ગુજરાનવાલા છોડીને હિંદુસ્થાનમાં આવી જવાની આચાર્યશ્રીને પ્રાર્થના ઉપર પ્રાર્થના કરી; એ માટે જરૂરી સગવડ પણ કરી. પણ ગુજરાનવાલામાં સપડાઈ ગયેલાં બધાં સાધુ-સાધ્વીઓ અને જૈન ભાઈઓ-બહેનોના સ્થળાંતરની પૂરી ગોઠવણ ન થાય ત્યાં સુધી પોતાનો જીવ બચાવવા ચાલી નીકળવાનો તેઓએ સાફ સાફ ઇનકાર ર્યો. છેવટે એ બધાના સ્થળાંતરની ગોઠવણ થઈ ત્યારે જ આચાર્યશ્રીએ દુભાતે દિલે ગુરુતીર્થ ગુજરાનવાલાને છેલ્લી સલામ કરી! જીવનના છેલ્લા દિવસો વિતતા હતા. ત્યારે (વિ. સં. ૨૦૧૦માં) આચાર્યશ્રી મુંબઈમાં બિરાજતા હતા. ૮૪ વર્ષની ઉંમર અને ૬૮ વર્ષના દીક્ષા પર્યાયને લીધે કાયાને ડુંગર ડોલવા લાગ્યો હતો. છતાં મનમાં એક જ રટણ હતું કે ક્યારે પાલીતાણ જઈને હું દાદાનાં દર્શન કર્યું અને પંજાબ ક્યારે પોંચું? કાયા ભલે ને જર્જરિત થઈ, અંતરનો ઉત્સાહ અને ઉમંગ તો એવોને એવો જ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12