Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji Author(s): Ratilal D Desai Publisher: Atmanand Jain Sabha View full book textPage 6
________________ પંજાબમાં એકધારો ૧૮ વર્ષ સુધી કામ કર્યા પછી જ્યારે તેઓએ ગુજરાત તરફ વિહાર કર્યો ત્યારે સમાજના ઉત્કર્ષ માટે, સમયની હાકલને ધ્યાનમાં લઈને, શું શું કરવાની જરૂર છે એ અંગેના એમના વિચારો પરિપકવ થઈ ચૂક્યા હતા. અને હવે તો એ વિચારોને રચનાત્મક સ્વરૂપ આપવાની જ જરૂર હતી. આ યોજનામાં મુખ્યત્વે બે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી : એક તો, જૈન સંઘની નવી પેઢી વિદ્યાની દરેકેદરેક શાખામાં નિપુણતા મેળવે એ માટે શિક્ષણસંસ્થાઓ કે વિદ્યાર્થીગૃહો સ્થપાવવાં; અને બીજી, સમાજના જરૂરિયાતવાળાં ભાઈઓ-બહેનોને જરૂર પૂરતી પૂરક સહાય મળતી રહે એ માટે કંઈક કાયમી વ્યવસ્થા કરવી, જેમ કે એ માટે મોટું ફંડ એકઠું કરવું અને ઉદ્યોગગૃહોની સ્થાપના કરવી. ગુજરાત તરફના વિહારમાં આ યોજનાને તેઓએ અગ્રસ્થાન આપ્યું, અને જૈન સંઘ આ યોજનાનું મહત્વ સમજે એ માટે અવિરત પુરુષાર્થ આદર્યો. તેઓના આ પુરુષાથને લીધે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત તેમ જ મહારાષ્ટ્રમાં નાની-મોટી શિક્ષણસંસ્થાઓ અને વિદ્યાર્થીગૃહો સ્થપાયા. આ ઉપરાંત સને ૧૯૧૪–૧૫માં, મુંબઈમાં સ્થપાયેલ અને સમય જતાં અનેક શાખાઓરૂપે વિસ્તાર પામેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, એ પણ આચાર્યશ્રીની પ્રેરણા અને ભાવનાનું જ ફળ છે. આચાર્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ આવી સંસ્થાઓ ઉત્તરોત્તર વિકાસ સાધી શકી એમાં એમની દૂરંદેશી, સમયજ્ઞતા અને નિવૃત્તિનો ફાળો કંઈ જેવો તેવો નથી. દરેક સંસ્થા પોતાનાં ધારાધોરણ પ્રમાણે કામ કરતી રહે એમાં જ પ્રસન્નતા અનુભવતા. આવી અનાસક્તિ કે અલિપ્તતા અતિવિરલ જેવા મળે છે. આવી જ નિવૃત્તિ તેઓએ આચાર્યપદવી માટે દર્શાવી હતી. પંજાબના સંઘે તો તેઓને છેક વિસં. ૧૯૫૭માં આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનતિ કરી હતી, પણ મુનિ શ્રી વલ્લભવિજયજીએ વિનમ્રતાપૂર્વક એનો ઈનકાર કર્યો હતો. આ પછી છેક ચોવીશ વર્ષે, વિસં. ૧૯૮૧માં, પંજાબ શ્રીસંઘના આગ્રહને વશ થઈને, લાહોરમાં, તેઓએ આચાર્યપદનો સ્વીકાર કર્યો હતો. વિ. સં. ૨૦૦૬ માં, જૈન કોન્ફરન્સનું અધિવેશન ફાલનામાં મળ્યું ત્યારે, સંઘની એકતાના મનોરથ સેવતા આચાર્યશ્રીએ લાગણીભીના સ્વરે એમ કહ્યું હતું, કે “જે આપણા સંઘની એક્તા સાધવા માટે જરૂર પડે તો હું મારું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12