Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji Author(s): Ratilal D Desai Publisher: Atmanand Jain Sabha View full book textPage 5
________________ તેઓની આ ભાવનાને તેઓના જ શબ્દોમાં જોઈએ ? “અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી; પહેરવા પૂરતાં પડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પિસા નથી. આજે મધ્યમ વર્ગનાં આપણું ભાઈ-બહેન દુઃખની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે...જે મધ્યમ વર્ગ જીવતો રહેશે તો જ જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણું સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.” સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ, અમારે અમારા જીવનની પળેપળનો હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તો મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોગમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય, તે આપવાનું કેમ ભૂલી શકાય?” “સાધર્મિક વાત્સલ્યનો અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી; પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા, એ પણ સાચું સાધમિક વાત્સલ્ય છે.” સેવા, સંગઠન, સ્વાવલંબન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એનો પ્રચાર–આ પાંચ બાબતો ઉપર જ જૈન સમાજની ઉન્નતિને આધાર છે.” બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે, કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્ર થઈને શ્રી મહાવીર સ્વામીની જય બોલે.” આચાર્યશ્રી ખાદી પહેરતા હતા, એ હકીક્ત પણ તેઓની રાષ્ટ્રભાવનાની સાક્ષી બની રહે એવી છે. પોતાની રાષ્ટ્રીય ભાવનાને વ્યક્ત કરતાં તેઓએ કહ્યું હતું, કે : “આપણા દેશની આઝાદીમાં આપણા સહુનું કલ્યાણું છે. આઝાદીને માટે હિંદુ, મુસ્લિમ, શીખની એક્તા જરૂરી છે; આ એક્તા આપણે ગમે તે ભોગે સાધવી પડશે જ. આપણે દેશમાં એક્તા સ્થપાય તો વિશ્વશાંતિમાં આપણા દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશો. હિંદુ નથી ચોટીવાળા જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના સંસ્કાર અને જેવા જેના આચાર, તેવો તેને રંગ ચડે છે. આત્મા તો બધામાં એક જ છે. સર્વે મોક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12