Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji Author(s): Ratilal D Desai Publisher: Atmanand Jain Sabha View full book textPage 2
________________ લોકગુરુ આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી યુગદ્રષ્ટ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ત્યારે મુંબઈમાં બિરાજતા હતા. વિ. સં. ૨૦૧૦ના ભાઈબીજનો દિવસ તેઓશ્રીના ૮૪મો જન્મદિવસ હતો. અને એ નિમિતે મુંબઈની છક સંસ્થાઓ તરફથી એક મોટો સમારંભ યોજવામાં આવ્યો હતો. એ મંગલમય પ્રસંગે, જાણે પોતાની ૬૮ વર્ષ જેટલી દીર્ધ આત્મસાધનાનું નવનીત જનતાને આપતા હોય એ રીતે, તેઓએ પોતાના અંતરની લાગણીને વાચા આપતાં આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું, કે “હું ન જૈન છું, ન બૌદ્ધ, ન વૈષ્ણવ છું, ન શૈવ, ન હિંદુ છું, ન મુસલમાન, હું તો વીતરાગ દેવ પરમાત્માને શોધવાના માર્ગ વિચરવાવાળો એક માનવી છું, યાત્રાળુ છું. આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શોધ તો સૌથી પહેલાં પોતાના મનમાં જ થવી જોઈએ.” - ગંભીરતા અને વિનમ્રતાપૂર્વક આચાર્યશ્રીના અંતરમાંથી, અમૃતની સરવાણીની જેમ, વહી નીકળેલા આ શબ્દો આચાર્યશ્રીની જુદા જુદાં નામોથી ઓળખાતા ધર્મોના બાહ્ય સ્વરૂપથી ઊંચે ઊઠીને આત્મધર્મની-પોતાની જાતની ખોજની–ઉત્કટ તમન્નાનું સૂયન કરવા સાથે જૈનધર્મની અનેકાંતવાદની સત્યગામી અને ગુણગ્રાહી ભાવના તેઓના જીવનમાં કેવી ઓતપ્રોત થઈ ગઈ હતી, એનું દર્શન કરાવે છે. જૈનધર્મે જીવનસાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના જીવો સાથે મૈત્રી કેળવવાનો આદેશ આપ્યો છે. યુગદર્શ આચાર્યશ્રીએ એ આદેશને ઝીલી લઈને પોતાના હૃદયને વિશાળ, કરુણપરાયણ અને સંવેદનશીલ બનાવ્યું હતું, અને સમગ્ર માનવજાત પ્રત્યે સમભાવ કેળવ્યો હતો. કોઈનું પણ દુઃખ-દર્દ જોઈને એમનું અંતર કરુણાભીનું બની જતું અને એના નિવારણનો શક્ય પુરુષાર્થ કર્યા પછી જ એમને નિરાંત થતી. આ રીતે તેઓ વેશથી જૈનધર્મના ગુરુ હોવા છતાં અંતરથી તો સર્વના હિતચિંતક એક આદર્શ લોકગુરુ જ બન્યા હતા. અને આવી ઉજત ભાવનાના બળે જ ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી શકયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12