Book Title: Laghu Kshetra Samsas Granth Author(s): Charitrashreeji Publisher: Kumudchandra Jesingbhai Vora View full book textPage 5
________________ પ્રકાશકીય નિવેદન જૈન દર્શનની પેાતાની આગવી ભૂંગાળ છે. એ ખૂબ વ્યવસ્થિત છે; યુક્તિયુક્ત છે, અને શાસ્ત્રીય છતાં બુદ્ધિગમ્ય પ્રમાણેાથી સિદ્ધ છે. આ જૈન-ભૂગાળની સુગ્રથિત સંકલના કરતા આ ગ્રંથ લઘુક્ષેત્રસમાસ’ છે. એ મૂળ ગ્રંથ પરમપૂજ્ય સુમહીત નામધેય સૂરિપુર...દર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃત ભાષામાં રચેલા છે. જિજ્ઞાસુ બાળજીવાને આ વિષયનું વિશદ જ્ઞાન થઈ શકે એ શુભ આશયથી કેટલાંક વર્ષો પૂર્વે પરમપૂજ્ય શાસન પ્રમાવક આયા શ્રી વિજય મેાહનસૂરીશ્વરજી મનાપધર ૫. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ॰ તથા તેમના પટ્ટધર પ. પૂ. આયાય શ્રી વિજય ધમ સૂરીશ્વરજી મ.ની શુભ પ્રેરણાથી શિનારવાળા પડિત શ્રાવક ચંદુલાલ નાનચંદભાઈએ આ મહાનગ્રંથનું સરળ સુખાધ ગુજરાતી ભાષાંતર કરેલું; અને તે ઉપર્યુ ક્ત પૂ. આયાય મહારાજોતી પ્રેરણાનુસાર વડાદરાની શ્રી મુક્તિ કમળ જૈન મેાહન ગ્ર ંથમાળા તરફથી પ્રકાશિત થએલું. આ ગ્રંથમાં જિજ્ઞાસુની સરળતા માટે અનેક ય ંત્રા ને નકશાઓના વિવિધરંગી ચિત્રો પણ સમજૂતી સાથે મૂકવામાં આવેલા. પહેલાં અમારા વિચાર એવા હતા કે લઘુ ક્ષેત્રસમાસ ટૂંકા વિવેચન સાથે છપાવીએ, પણ જ્યારે આ વાત અમે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયન દનસૂરીશ્વરજી મહારાજને જણાવી તા તેએશ્રીએ જણાવ્યું કે ટૂંકું વિવેચન છપાવા છે ત્યારે વિવેચન છપાવા તા તે વધારે ઉપયાગીને ઉપકારક થાય. અમે તે પરમાપકારી પૂજ્યશ્રીની આજ્ઞાને શીરે ચઢાવીને આ વિવેચન મુદ્રિત કરાવવાનો નિણૅય કર્યાં. જો ખેત છેલ્લાં કેટલાક વર્ષોમાં આ સુંદર ગ્રંથ અભ્યાસીજીવાને અનુપલબ્ધ હતા અને અભ્યાસી વર્ગમાં તેની માંગ પણ ધણી હતી. વળી પૂજ્ય ગુરુણીજી મહારાજ વિદુષી સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજી મહારાજને પેાતાના સ્વર્ગસ્થ ગુરુણીજી મહારાજ શ્રી ચ'પકશ્રીજીની મહારાજશ્રીની પુણ્યસ્મૃતિ નિમિત્તે એક ઉપયાગી અને ઉપકારક પુસ્તકનું પ્રકાશન કરાવવાની ભાવના હતી. આ સંયેાગેામાં તેએશ્રીને થયું કે લઘુક્ષેત્રસમાસ' ગ્રંથ ખરેખર આવશ્યક કાર્ય અને ઉપકારક સ્મારક થયું ગણાય (તેથી આ વિચાર પરમપૂજ્ય શાસનસમ્રાટ્ આચાર્ય શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિન્ત્યાયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આયા મહારાજ શ્રી વિજ્યનદનસૂરીશ્વરજી મહારાજશ્રીને જણાવ્યા અને વિનંતિ કરી કે : ' આપ સાહેબ આચાર્ય શ્રી વિજય ધસૂરીશ્વરજી મહારાજ સાહેબ તરફથી સંમતિ મગાવી આપવા કૃપા કરો. પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ મુંબઈ બિરાજમાન તે પૂજ્ય આચાર્ય મહારાજ તરફથી પુસ્તક પ્રકાશન અંગે જશવંતલાલ ગીરધરલાલ શાહ દ્વારા સંમતિ મગાવી આપીને અમારા પર મેાટી કૃપા કરી. આ માટે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્ય નંદનસૂરીશ્વરજી મ.ના તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજય ધમ સૂરીશ્વરજી મ.ના પરમ ઉપકારનું અમે વન્દનાપૂર્વક સ્મરણ કરીએ છીએ. આ પુસ્તકના આ પ્રકાશનમાં પંડિત શ્રાવક શ્રી રસિકભાઈ અને સુશ્રાવક બચુભાઈએ પેાતાના જરૂરી સહકાર આપ્યા છે તેથી તેમના અમે આભાર માનીએ છીએ. અંતમાં, અભ્યાસીવ આ મહાનભ્રંથના વિશદ અભ્યાસ કરવા જૈન ભૂગાળનું પારમાર્થિક જ્ઞાન પ્રાપ્ત કરીને પરમસુખના ભાગી બને એ શુભકામના...! નિવેદક કુમુદચંદ્ર જેસિ ગભાઈ વેરાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 510