Book Title: Laghu Kshetra Samsas Granth Author(s): Charitrashreeji Publisher: Kumudchandra Jesingbhai Vora View full book textPage 4
________________ પરમોપકારી પ્રાતઃસ્મરણીય પૂજ્ય ગુરુજી ચંપકશ્રીજી મ. સા.ને સવિનય સાદર સમર્પણ સળગતા સંસારમાં સળગી રહેલા જીવોને સુખ અને સાંત્વન આપનારા, ભવાટવીમાં ભૂલા પડેલા છોને સત્ય રાહ બતાવનારા, ભવ્ય જીવન અંધકારને દૂર કરનારા હે પૂજ્ય ગુરૂદેવ ! આપશ્રીના કરકમલમાં સમર્પણના અમૃત પુષ્પો અર્પણ કરતાં હું ગૌરવ અનુભવું છું. આપની પુનિત નિશ્રાએ મારા પ્રત્યે જ્ઞાનરૂપી-ગંગા વહેવડાવી જ્ઞાનામૃતનું પાન કરાવી મુક્તિના અંગત જીવનનું ઘડતર કર્યું. હે કરૂણસિંધુ ! આપશ્રીને પ્રથમ દર્શને સુધાભર્યા વચને અને વાત્સલ્યભર્યા હદયે હસરિતા વહાવી મારું હૃદય પુલકિત કર્યું છે. હે સંયમદાતા ! આપશ્રીના સહવાસથી મારું જીવન સંયમી બન્યું. આપને હિતોપદેશ મા જીવન માટે પરમાધાર બને. હે ઉપકારી ગુરૂદેવ! આપને ઉપકાર આ જીવન પર્યન્ત તે શું ? પરંતુ ભવાન્તરમાં પણ નહિ -ભૂલું. હે આત્મદ્ધારક ગુરૂદેવ! આપના અદિતીય ગુણેનું સ્મરણ કરી અહિંસા-સંયમ અને તરૂ૫ સ્વસ્તિક વડે હદયમંદિરને શણગારી દાન-શીલ-તપ અને ભાવનાથી ચારિત્રરૂપી ઉપવનને મધમધતો બનાવી એજ સુરમ્યભાવ જીવનના છેલ્લા શ્વાસ સુધી ઝગમગતો રાખવાની શક્તિ અર્પશે એજ તીવ્ર તમન્ના સાથે આ પ્રસંગે આપશ્રીના અનંત ઉપકારોને યાદ કરીને આપ સાહેબની પાવન પ્રેરણાનુસાર ક્ષેત્રસમસની દ્વિતીય આવૃત્તિ તૈયાર કરાવી આ શ્રીજીના પવિત્ર કરકમતમાં સમર્પણ કરીને હું મારા આત્માને ધન્ય માનું છું. –આપશ્રીજીના ચરણકિંકરી સાધ્વી ચારિત્રશ્રીની અનંતવંદનાવલી.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 510