Book Title: Labdhitana Bhandar Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 6
________________ - લબ્લિતણા ભંડાર છે અનંતલબ્લિનિધાનના સાર્થક બિરુદને ધરનારા ભગવાન શ્રી મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીના નામથી આપણા જૈન સંઘમાં કોણ અજાણ્યું છે? મનોવાંછિતદાયક, કામધેનુ કલ્પતરુ અને ચિંતામણિ આ ત્રણે દિવ્યતાઓ જેમના નામ સાથે વણાયેલી છે. તેવા શ્રી ગૌતમસ્વામીજીનું નામસ્મરણ કરનાર આત્માને પોતાના શુભકાર્યમાં સિદ્ધિ મળે, સફળતા વરે એમાં નવાઈ શી ? કામધેનુનો સૂચક અક્ષર છે - 'ગો કલ્પરનો સૂચક અક્ષર છે - તે ચિંતામણિનો સૂચક અક્ષર છે - 'મ' આ છે ગૌતમ નામનો મહિમા શ્રી ગૌતમસ્વામીના ચરણોમાં અનન્ય ભાવથી જે નમસ્કાર કરે છે, તેની આધ્યાત્મિક સાધનામાં આવતા વિનોના વાદળ વિખરાઈ જાય છે. ચિત્તની અખંડ પ્રસન્નતા અને સર્વત્ર સમતા એના માટે સુલભ બની જાય છે. શ્રી ગૌતમસ્વામીજી સ્વયં પચાસહજાર કેવળજ્ઞાની શિષ્યોના ગુરુપદે હોવા છતાં પોતાના પરમારાધ્ય ગુરુ શ્રી મહાવીર પરમાત્માની આગળ એક નમ્ર સેવકની તથા એક બાળ શિષ્યની જેમ તેઓ રહેતા હતા. શાસનનાયક શ્રી મહાવીર પરમાત્માના પોતે પ્રથમ-ગણધર હતા, સંપૂર્ણ દ્વાદશાંગીના પ્રણેતા હતા, છતાં વિનીત બાળકની જેમ પ્રભુની આજ્ઞામાં રહેતા, આવો પ્રકૃષ્ટ વિનય, આવી અનન્ય સમર્પિતતાનો સુભગ યોગ જેમનામાં સધાયો હોય, તેમની ગુણગરિમાને કોણ આંબી શકે ? મહિમાવંત, લંબિના ભંડાર શ્રી ગૌતમસ્વામીજીના આવા ઉદાત્ત જીવન અને વન વિષે તત્ત્વ જિજ્ઞાસુ સુનંદાબહેને ભક્તિસભર હૃદયે પ્રસૂતા પુસ્તક તૈયાર કર્યું છે, તેનું અવગાહન કરવાથી ગુરુપ્રત્યેની તથા પરમાત્મા પ્રત્યેની ભક્તિ જાગૃત થશે, વિકસિત બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210