Book Title: Kshanno Utsav
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ૧૭ જીવનમાં વ્યક્તિ વારંવાર આત્મહત્યા કરે છે ! તમે આત્મહત્યા કરો છો ખરા ? વિષપાન કરવાથી, કૂવા કે સરોવરમાં ઝંપલાવવાથી કે ઊંચા મજલાથી નીચે પડીને જ માત્ર આત્મહત્યા થતી નથી. વ્યક્તિ એના જીવનમાં પણ વારંવાર પોતાની હત્યા કરતી રહે છે. આયુષ્યના સમયને અવર્ણનીય આનંદિત અને ઉલ્લસિત બનાવવાની શક્તિ એનામાં નિહિત છે, પરંતુ એ પોતાની આયુષ્યની શક્તિને વ્યર્થતા અને સ્થૂળતામાં ગુમાવતી રહે ૧૬ વ્યવસાયમાં સંવેદનાનું મહત્ત્વનું સ્થાન છે તમારી કાર્યક્ષમતાની વૃદ્ધિ કરવામાં તમારા સહયોગીઓ અને હાથ નીચેના કર્મચારીઓનું ઘણું મોટું પ્રદાન હોય છે. પોતાના સાથીઓ અને કર્મચારીઓ પ્રત્યે કેટલાક અધિકારી ઉદ્ધત વર્તન દાખવે છે, એમને પગારદાર નોકર ગણીને તુચ્છ નજરે જુએ છે. એમની સાથેનો વ્યવહાર જોહુકમી કે તોછડાઈથી ભરેલો હોય છે. આનું પરિણામ એ આવે છે કે આ સાથીઓમાં કામ કરવાનો કોઈ ઉમળકો રહેતો નથી. તેથી એ બધા કામચોરી તરફ વળી જાય છે. વળી, અધિકારીનો માનસિક ભય એમને મુક્ત રીતે કાર્ય કરતાં અને વિચાર કરતાં અટકાવે છે. પરિણામે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જેમાં વ્યક્તિની પોતાની કાર્યક્ષમતા અને સફળતા રૂંધાય છે. ઉદ્યોગ કે વ્યવસાયમાં અથવા તો સંસ્થાઓમાં સફળ વ્યક્તિઓની એક મોટી ખૂબી એ હોય છે કે તેઓ પોતાના સાથીઓની ફિકર કરતી હોય છે, પોતાની જાતને બદલે પોતાના કર્મચારીઓને આગળ રાખીને ઉત્સાહ અને નિષ્ઠા વધારે છે. એમ કહેવાય છે કે ઉદ્યોગની સફળતામાં તમારી ટૅનિકલ જાણકારી તો માત્ર ૧૫ ટકા ફાળો આપે છે. તમારા ઉદ્યોગના વિકાસમાં ૮૫ ટકા ફાળો તો તમે તમારા સાથીઓ અને સહકર્મચારીઓની શક્તિને કઈ રીતે પ્રોત્સાહન આપો છો અને એમની પરિસ્થિતિ વિશે જાણકારી ધરાવો છો તેના પર આધારિત છે. આથી સાથીઓના મનને જાણવું, એની મૂંઝવણોને કળવી, એમાં એને સહાયરૂપ બનવું - એ બધી બાબતો સફળતા માટે ઘણી મહત્ત્વની બની જાય છે. જીવનની જેમ જ વ્યવસાયમાં માનવીય સંબંધો અને સંવેદનાઓ ઘણો મોટો ભાગ ભજવે છે. તેથી તમે કેટલું કામ કરો છો તેની સાથોસાથ તમારા સાથીઓને કેટલા પ્રેરિત કરવાની શક્તિ ધરાવો છો, તે બાબત પણ તમારી સફળતામાં કારણભૂત બનતી હોય છે. માણસ પાસે તર્કશક્તિ છે, પણ એ તર્કથી કોઈ સત્ય સિદ્ધ કરવાને બદલે તર્કજાળ ભર્યા વિવાદ કરીને પોતાનો કક્કે ખરો પાડવાનું કામ કરે છે. એની પાસે બુદ્ધિની શક્તિ છે, પરંતુ એની એ બુદ્ધિ માત્ર ચર્ચાઓમાં કે પોતાના વિચારની ખરાઈ સાબિત કરવામાં ખર્ચાઈ જાય છે. એની પાસે વિજ્ઞાની કે દાર્શનિકની કલ્પના છે, પરંતુ એનો ઉપયોગ રૂઢિ, વહેમોની વાર્તામાં અને મનોવિલાસનો ઉપયોગ માટે કરે છે. જીવનમાં મૂલ્યનિષ્ઠા જગાડીને જીવનને નવસર્જન કરતા યજ્ઞ જેવું બનાવી શકે છે, પરંતુ એને બદલે એ પોતાના જીવનની આસપાસ માન્યતાઓનાં જાળાં ગૂંથીને જીવતો હોય છે. પ્રત્યેક વ્યક્તિમાં શક્તિ તો નિહિત છે જ, માત્ર એ વ્યક્તિ એને કઈ રીતે પ્રયોજે છે, તેના પર એનો સઘળો આધાર છે. પોતાની શક્તિથી એ આત્મશક્તિ પ્રાપ્ત કરી શકે છે અને એ જ શક્તિથી એ જીવનની આત્મહત્યા કરતી હોય છે. જીવનનો અંત આણનાર તો એક વાર એમના જીવનનો અંત આણતા હોય છે, પરંતુ પોતાની શક્તિની આત્મહત્યા કરનાર તો વારંવાર પોતાના જીવન પર આઘાત કરીને એનો અંત લાવતી હોય છે. શક્તિ તો સહુમાં છે, પણ એ તટસ્થ છે. તેનાથી તમારા જીવનને દિવ્યજીવન બનાવી શકો છો અને અવળે માર્ગે જઈને એને ભ્રષ્ટ જીવન બનાવી શકો છો. 18 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 19

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82