Book Title: Kshanno Utsav
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ ૭૬ સમસ્યા સૂતેલા સાહસ અને શૈર્યને જગાડે છે જીવનમાં આવતી સમસ્યાના સિક્કની એક બાજુ વેદના છે, તો બીજી બાજુ પડકાર છે. સિક્કાની માત્ર વેદનાની બાજુએ જ જોતો માનવી એ સમસ્યાના દુઃખથી ઘેરાઈ જાય છે, પણ જો સિક્કાની બીજી બાજુ સમા પડકારનો વિચાર કરશે તો એને અહેસાસ થશે કે આ સમસ્યા એને માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. સમસ્યા અંગે ઊંડાણથી વિચારતાં ખ્યાલ આવશે કે આ સમસ્યા એ અવરોધ નથી, પરંતુ અવસર છે. સમસ્યાનો સામનો કરતી વખતે માનવીનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. એને ખુદને ખબર ન હોય એવા કેટલાય શક્તિસ્રોતનો એ અનુભવ કરે છે. એનામાં મુશ્કેલીઓ સામે પૈર્ય રાખવાની એવી શક્તિ પ્રગટ થાય કે તે અંગે એ સ્વયં આશ્ચર્ય અનુભવે છે. માનવીના ગુણનું પ્રાગટ્ય આવી કસોટીના સમયમાં થતું હોય છે અને એ અગ્નિપરીક્ષામાં તપાઈ તપાઈને એના વ્યક્તિત્વનું સુવર્ણ બહાર આવતું હોય છે, આથી જ પ્રત્યેક સંકટે વ્યક્તિમાં એક નવી વ્યક્તિ સર્જે છે, નવી શક્તિ જગાડે છે, નવા વિચારો આપે છે અને એને પરિણામે આ સમસ્યાઓ જ વ્યક્તિના વ્યક્તિત્વનું રૂપાંતર કરતી હોય છે. સમસ્યાને કારણે ભયભીત થઈને પલાંઠી વાળીને બેસી રહેલો માનવી જ્યારે એનો સામનો કરે છે ત્યારે એનામાં ભયના સીમાડા ઓળંગવાની શક્તિ ઊભી થાય છે. એનાં સુષુપ્ત સાહસ અને ધૈર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે અને ક્યારેક તો એ સ્વયં એના ભીતરની આ તાકાત જોઈને આશ્ચર્ય અનુભવે છે ! જે સમસ્યા માર્ગમાં અવરોધરૂપ પથ્થર લાગતી હતી, તે વિકાસનું પગથિયું બની જાય છે, કારણ કે વ્યક્તિ એ સમસ્યાનાં મૂળ સુધી જાય છે. સ્વસ્થ ચિત્તે એનાં કારણો તપાસે છે અને એનું નિવારણ કરવાના પ્રયત્નોમાં એના ભીતરમાં રહેલું દૈવત પ્રગટ થાય છે. એક જ ડાળી પર ગુલાબ અને કંટક હોય છે માનવી જીવનમાં ગુલાબ શોધે છે. સુખ પામવાની એને અતિ તીવ્ર ઝંખના છે. સુખપ્રાપ્તિ માટે તલસાટ છે. સુખપ્રાપ્તિ થતાં ગાઢ આનંદ અનુભવે છે. સુખનું વિરોધી છે દુ:ખ. કોઈ હાનિ પહોંચાડે, અપમાનિત કરે કે કટુવચન કહે તો એના દિલમાં કાંટા ભોંકાય છે. આમ એ સુખ અને દુ:ખને ગુલાબ અને કાંટાને અલગ-અલગ જુએ છે. ગુલાબની ઝંખના રાખે છે, કાંટાનો અજંપો અનુભવે છે, પરંતુ સમય જતાં એને સમજાય છે કે જીવનની એક જ ડાળી પર ગુલાબ છે અને એની સાથે જ કાંટા છે. પહેલાં જે સાવ ભિન્ન અને વિપરીત લાગતું હતું, એ હવે એક લાગે છે. એક જ ડાળી પર સુખ અને દુ:ખ વસતાં જોવા મળે છે અને વિચાર કરે છે કે આ ડાળી ઊગી એની સાથોસાથ જ આ કાંટાય ઊગ્યા છે ! અને ગુલાબ પણ ઊગ્યું છે ! જીવનની તરાહ પણ એવી છે કે કાંટા ઊગે છે અને સાથે ગુલાબ પણ ઊગે છે. જીવનમાં દુ:ખ આવે છે અને એની પાછળ સુખ આવતું હોય છે. રાત્રીના અંધકારની પાછળ દિવસનું પ્રભાત આવતું હોય છે. ઘણી વાર તો સુખનો પડછાયો દુ:ખ હોય છે. સુખ અને દુ:ખને અલગ જોવાની જરૂર નથી, એને બદલવાની જરૂર નથી. એને એક સાથે જોવાની જરૂર છે. પ્રત્યેક સુખ અને દુ:ખ સંયુક્ત છે, જાણે એક સિક્કાની બે બાજુ . આ ઇંદ્રગ્રસ્ત જગતમાં નિર્ભેળ સુખ કે સર્વથા દુ:ખ હોતાં નથી, પરંતુ તમારી આજ્ઞાનું પાલન કરે અને જે તમારા પ્રભાવ હેઠળ હોય તે સુખ છે અને જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને સર્વથા અનાદર કરે તે દુઃખ, જેમ વૃક્ષ મુશળધાર વરસાદને અને બળબળતા તાપને ધૈર્યથી સ્વીકારે છે, એ જ રીતે માનવીએ જીવનમાં સદૈવ સુખદુ:ખનું સ્વાગત કરવું જોઈએ. વિચિત્રતા તો એ છે કે માણસ એના સુખનું સ્મરણ દુ:ખની વેળાએ કરે છે અને દુ:ખનું સ્મરણ એના સુખના સમયમાં થાય છે. 78 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 79

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82