Book Title: Kshanno Utsav
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 80
________________ ૧૪૬ ભીતરના સ્ટોરમાં હવે જગા નથી તમારા હૃદયમાં તમારો મૃતદેહ પડ્યો છે. એના પ્રાણ નિષ્માણ બની ગયા છે. એના ધબકાર બંધ થઈ ગયા છે. સાવ જડ અને નિચેતન એવો મૃતદેહ છે. કોનો છે એ મૃતદેહ? બીજા કોઈનો નહીં, પણ તમારો. કારણ એટલું કે તમે જીવો છો બહાર અને હૃદયમાં સુષ્ટિ-સમગ્રનું બજાર ઊભું કર્યું છે. એ બજારમાં જિંદગીની સ્વાર્થમય દોડથી મેળવેલી કેટલીક પુરાણી, ઊખડી ગયેલા રંગવાળી વસ્તુઓ છે. એ બજારમાં તમારું ધન તિજોરી બનીને એના પર ગર્વની ચાવી લગાવીને બેઠું છે. એ બજારમાં સત્તાની ખુરશીની ખેંચતાણ ચાલ્યા કરે છે. સેંકડો લોકોના કોલાહલથી બજાર સતત ગાજતું રહે છે. એમાં કેટલાય ચહેરા આવે છે અને વિલીન થઈ ગયા છે. તમારા એ મૃતદેહની હેઠળ તમારી તૃષ્ણા અને લિસી પડેલી છે. એમાં વેર અને ઝેર, ઈર્ષા અને આવેગ, તૃષ્ણા અને ઝંખના - બધું જ ચાલ્યા કરે છે. એમાં સતત કલહ ચાલે છે.. જેવી બહારની એક દુનિયા છે એવી ભીતરની દુનિયા તમે ઊભી કરી છે. આ બજારના કોલાહલમાં તમે ક્યાંક ખોવાઈ ગયા છો. તમને તમારી જાત દેખાતી નથી કે તમારી વાત સહેજે સંભળાતી નથી. તમે પોતે ક્યાં વસો છો એની કદી ભાળ છે તમને ? ક્યારેક તમારા ભીતરના ‘બજાર’ તરફ નજર કરશો, તો તમને ખબર પડશે કે એમાં તમે કેટકેટલું ઠાંસીને ભર્યું છે. ભંગાર બની ગયેલી વર્ષો પુરાણી વસ્તુઓ એમાં પડી છે. સડી સડીને દુર્ગધ મારતી વિકારોની બદબૂ એમાં ફેલાયેલી છે. વણજરૂરી વાતો અને બિનજરૂરી સંબંધોનો કાટમાળ એમાં પડ્યો છે. ભીતરના સ્ટોરમાં હજી વધુ ને વધુ ચીજ વસ્તુઓ ભરવા ચાહો છો, ક્યાંય જગા મળતી નથી તો મનના પટારામાં એને સાચવીને મૂકો છો. કેટલું ભરશો ? ૧૪૭ – સાહજિક સ્વીકારમાં સર્વજ્ઞતાનું અપમાન લાગે છે માનવીનું મન વારંવાર વિક્ષુબ્ધ એ માટે રહે છે કે એ કોઈ પણ વાતને સીધેસીધી સ્વીકારી શકતો નથી. તમે એને કહો કે આ મકાન અત્યંત સુંદર છે તો સામેની વ્યક્તિ કહેશે કે, એટલું બધું સુંદર નથી. તમે કહો કે તમે આ જ મકાનની સુંદરતા નિહાળો, તો એ સુંદરતા નિહાળવાને બદલે એની અસુંદરતા કહેવા માંડશે. જો વધુ તક આપશો તો પોતાના અનુભવના ખજાનામાંથી પોતે કેવાં ભવ્ય અને આલીશાન મકાન જોયાં છે તેનો ઇતિહાસ આલેખવા માંડશે. માનવીનું મન કાં તો તુલનાએ ચડી જાય છે અથવા તો સલાહ આપવા લાગી જાય છે. સામી વ્યક્તિની સાચી વાત હોય તોપણ સાહજિક રીતે વિચારવાનું એને ફાવતું નથી. એ તો વચ્ચે કેટલીય વાતો અને વિગતો લાવશે. આનું કારણ એ છે કે અન્યની વાત સાંભળતી વખતે પણ માનવી પોતાની ધારણા કે માન્યતાને અળગી કરી શકતો નથી. એ વિચારવાને બદલે પ્રતિક્રિયા આપવા કે પક્ષપાત દાખવવા માંડે છે. આને પરિણામે જ વ્યર્થ, તુલનાઓમાં પોતાની ધારણાઓની પકડમાં અને અન્યની વાતનો અસ્વીકાર કરવાની કોઠે પડેલી આદતને પરિણામે માણસ સીધી-સાદી કે સાચી વાત પણ તત્પણ સ્વીકારી શકતો નથી. કોઈ પણ વસ્તુ, વિચાર કે પરિસ્થિતિને અપાતો તત્કાળ ઉત્તર એ ઉત્તરદાતાના મનનો અરીસો છે. એ સવાલને એકાગ્ર ચિત્તે સાંભળતો નથી. સાંભળવાની પરવા પણ કરતો નથી. માત્ર એને તો પોતાનું જગતજ્ઞાન કે અનુભવજ્ઞાન પ્રગટ કરવાનો અભરખો હોય છે. વાતના મુખ્ય મુદ્દાને કે વિષયના કેન્દ્રને પ્રગટ કરવાને બદલે એ અંગેનો પોતાનો અભિગ્રહ ઉતાવળે આપી દેશે અને પોતાની સર્વજ્ઞપણાની છાપ ઉપસાવશે. કોઈ પણ વાત કે વિષયના વિચારની સ્વીકારની સહજતા એનામાં નથી અને તેથી એના પર પોતાના વિચારોનું બ્રાન્ડ લગાવીને પ્રત્યુત્તર આપશે. 148 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 149

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82