Book Title: Kshanno Utsav
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 59
________________ ૧૦૫ ૧૦૪ આતંકવાદના ગણિતનો તાળો મળતો નથી શરીરના સંગીતને કાન માંડીને સાંભળીએ આતંકવાદનું આખું ગણિત સાવ અવળું છે. આતંકવાદી પાસે જીવન હોતું નથી, પરંતુ ભય હોય છે અને એ ભય ફેલાવીને પોતાના સિદ્ધાંત માટે પ્રેમની ચાહના રાખતો હોય છે. ભય સદૈવ મૃત્યુ આપે છે, ક્યારેય આનંદ નહીં. આથી ભય પમાડનારા આતંકીની ગતિવિધિ તો એવી છે કે એના હાથમાં પથ્થર છે અને અન્ય પાસેથી આશા પુષ્પની રાખે છે. પોતાની સત્તા જમાવવા માટે ભયનો આશરો લે છે અને ઇચ્છા લોકચાહનાની રાખે છે. એના રાજ કીય ગણિતની રકમો જ ખોટી મંડાઈ હોય છે અને એને પરિણામે એના ધ્યેય અને એના કાર્ય વચ્ચે મોટી ખાઈ ઊભી થાય છે. એનું ધ્યેય છે ભયથી પ્રભાવ પાથરવાનું, પરંતુ એનો એ ભય કોઈ પ્રભાવ પાથરી શકતો નથી. થોડો સમય એને એની કૂરતાનો આનંદ મળે, પણ એ ક્રૂરતા કોઈને રીઝવી શકતી નથી. આથી આ આતંકવાદી એવા છે કે જેમની જીવનધારા સુકાઈ ગઈ છે. એમના હૃદયમાં પ્રેમનું ઝરણું તો શું, પણ પ્રેમનું જળબિંદુ પણ નથી. આતંક કોણ ફેલાવે છે તે જુઓ. જીવનની ઉચ્ચ ભાવનાઓનો શિરચ્છેદ કરીને આતંકવાદી પોતાના સ્થળ હેતુની પ્રાપ્તિ માટે સહુનો શિરચ્છેદ કરવા નીકળે છે. ભયના શ્વાસે એ જીવે છે. પોતાની માગણી કે લાગણી એ અન્યને પહોંચાડવા ચાહે છે, પરંતુ એની લાગણી કે માગણીને બદલે અન્યને તો એની ક્રૂરતાનો જ અનુભવ થાય છે. વિચાર જ્યારે ઝનૂનનું સ્વરૂપ લે ત્યારે વિવેક ઓલવાઈ જાય છે. કર્તવ્યને નામે માણસ કોઈનું કાસળ કાઢવા શસ્ત્રો ઉગામે છે. એના હૃદયમાં લાગણીનો જુવાળ એવો જાગ્યો હોય છે કે ત્યારે એ પોતાના પ્રાણની ફિકર કર્યા વિના બીજાના પ્રાણ લેવા મરણિયો બન્યો હોય છે. તમે તમારા શરીરને જીવનભર મુક્ત અને સાહજિક રીતે જીવવાની કોઈ તક આપી છે ખરી ? આપણા શરીરને આપણે જ અમુક દૃઢ માન્યતાઓથી મુશ્કેટોટ બાંધી દીધું છે. અતિ ચુસ્ત નિયમોથી જ કડી દીધું છે. અમુક સમય થયો એટલે ભોજન કરવું, પછી ભૂખ હોય કે ન હોય તે જોવું નહીં. ગઈકાલ રાત્રે મોડા સુતા હતા એટલે હવે આજે મોડા ઊઠીશું, એમ માનીને ભરબપોરે ઊઠનારાઓની સંખ્યા ઓછી નથી, પણ તેઓની આ ઊંઘ એ માત્ર મન મનાવવા માટેની ઊંઘ છે. એમનું શરીર તો ક્યારનુંય જાગી ચૂક્યું હોય છે, પરંતુ એ વ્યક્તિ જાગ્રત થવાને બદલે માનસિક નિદ્રાધીનતા વધુ પસંદ કરે છે. આપણે આપણા નિયમોથી શરીરને બંધનમાં રાખીએ છીએ અને પરિણામે ભૂખ, તરસ, નિદ્રા જેવી સામાન્ય બાબતો અંગે પણ સહજતા કેળવી શક્યા નથી. શરીરની પ્રકૃતિને પણ ઓળખવાની જરૂર છે. એને ઓળખીને શરીરને પોતાની રીતે પોતાની મસ્તીમાં જીવવાની મુક્તતા આપવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ તો પોતાના શરીરને નિયમોના એવા બંધનમાં બાંધી દે છે કે શરીર થાક્યું હોય, તોપણ નિયમને કારણે એની પાસેથી બળજબરીથી કામ લે છે. વળી એ ઓળખી શકતા નથી કે ઉંમર વધતાંની સાથે શરીરની પ્રકૃતિ પણ પલટાય છે. સિત્તેર વર્ષના શરીર પાસેથી સત્તર વર્ષના શરીર જેવી કામગીરી ન લેવાય. માનવીએ પોતાના શરીરના સંગીતના બદલાતા તાનને અને વીસરાતા સૂરને એકધ્યાને સાંભળવાની જરૂર છે. શરીરના સંગીતને નહીં સાંભળનારાના જીવનમાં સૂર બેસૂરા બની જાય છે અને એમાંથી નીકળતું સંવાદિતાનું સંગીત ખોરવાઈ જાય છે. 106 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 107

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82