Book Title: Kshanno Utsav
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ - ૧૪ મેં ધાર્યું હોત તો... !' કદી ન બોલશો ! એ માણસો તરફ સખત નફરત છે કે જેઓ એમ કહે છે કે ‘મેં ધાર્યું હોત તો હું આ કામ કરી શક્યો હોત અથવા તો ‘આ કામ કરવાને માટે હું પૂરેપૂરો સક્ષમ હતો, પરંતુ મેં એ કામ કર્યું નહીં.' કે પછી એમ કહે કે ‘આ કામ કરવું એ મારે માટે ચપટી વગાડવા જેવો ખેલ હતો, છતાં એ કામ કર્યું નહીં.' આવી કામ અને કર્તવ્યની ઉપેક્ષા કરનારી વ્યક્તિઓ એમના ચહેરા પર દંભનું નકલી મહોરું પહેરે છે અને પોતાની આળસ, નિર્બળતા કે નિષ્ફળતાની વિસ્મૃતિ માટે ચાલબાજી કરે છે. આ બાબત દર્શાવે છે કે એમની પાસે પોતાની જાતને ઘડવા, કેળવવા કે જીવનમાં પ્રગતિ કરવા માટે આવશ્યક એવી સ્વયં શિસ્તનો સર્વથા અભાવ છે. લક્ષ્યને સિદ્ધ કરવા જતાં અવરોધો આવતા હોય છે. નજીકની વ્યક્તિઓ એની ઉપેક્ષા કરતી હોય છે અને અન્ય વ્યક્તિઓ એના પ્રત્યે દ્વેષ ધરાવતી હોય છે. એના મહાન કાર્યમાં સંકીર્ણ અને સંચિત માણસો અવરોધરૂપ બનતા હોય છે, પરંતુ સ્વયંશિસ્ત ધરાવનાર વ્યક્તિ એનાથી અકળાશે નહીં અને શાંત ચિત્તે દૃઢપણે પોતાની લક્ષ્મસિદ્ધિ ભણી એક પછી એક ડગલાં ભરતી જશે. સ્વયંશિસ્તથી જ વ્યક્તિ એનું જીવન શિસ્તબદ્ધ અને વિકાસલક્ષી રાખી શકે છે. કોઈ પણ મહાન કામ કોઈ ક્ષણિક આવેગથી થતું નથી, પરંતુ વ્યવસ્થિત રીતે કરેલા પ્રયત્નોથી થાય છે. અનુશાસન અનિવાર્ય છે, પછી તે અભ્યાસમાં હોય, જીવનમાં હોય કે ધર્મમાં હોય. નિજ પરનું અનુશાસન એ વ્યક્તિના સર્વાગી વિકાસની ઇમારતનો પાયો છે. માત્ર ઇચ્છા કરવાથી જ એ શક્ય બનતું નથી, પરંતુ પ્રબળ પુરુષાર્થ માગે છે. અને આથી વ્યક્તિએ ધ્યેયસિદ્ધ ન થાય ત્યાં સુધી આયોજનબદ્ધ રીતે પોતાનું કાર્ય કરવું જોઈએ. આવી સ્વયંશિસ્ત ધરાવનાર સ્વજીવનને ઉન્નત બનાવી શકે છે. - ૧૫ માત્ર ગમતાનો ગુલાલ ઉડાડશો નહીં! ‘મને તો અનુકૂળ પરિસ્થિતિમાં જ રહેવું અને ગમતા વાતાવરણમાં જ જીવવું ગમે' એવું કહેનારી વ્યક્તિ પોતાને ગમતા માણસો, પરિચિત પરિવેશ અને ફાવતી પરિસ્થિતિના કુંડાળામાં જીવવાનું આપમેળે સ્વીકારી લે છે. અજાણ્યો પ્રદેશ, પ્રતિકૂળ પરિસ્થિતિ અને અણગમતા માનવીઓથી એ સતત દૂર ભાગતી રહે છે. એને પોતાના ‘કમ્ફર્ટેબલ ઝોનમાં વસવાનું અને જીવવાનું ગમે છે. પોતાને ફાવે અને ગમે એવા વાતાવરણના કોચલામાં પુરાઈ રહેતી વ્યક્તિ એના જીવનમાંથી નાવીન્ય, રોમાંચ અને સાહસ ગુમાવે છે. કોઈ કારકુનની જિંદગી જુઓ, તો એમાં ભાગ્યે જ કોઈ પડકાર જોવા મળશે અને પડકારના અભાવે એ સમય જતાં સુસ્ત, પ્રમાદી કે જીવન પ્રત્યે ‘ઠંડો’ કંટાળો ધરાવનારો બની જશે. અનુકૂળ પરિસ્થિતિને છોડીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ નવાનવા પડકારો ઝીલી શકે છે અને નવાં ક્ષેત્રો સર કરી શકે છે. એ જેમજેમ પોતાની અનુકૂળતાને છોડતી જશે, તેમતેમ એનો વિકાસ સધાતો જશે અને એની સફળતા માટેના અનેક માર્ગો ખૂલતા જ શે. - જો માત્ર ગમતી પરિસ્થિતિનો જ ગુલાલ ઉડાડવાનું વ્યક્તિ વિચારે, તો ધીરેધીરે આ પરિસ્થિતિ એને માટે કારાવાસરૂપ બની જશે. બહારની દુનિયાથી એ અલિપ્ત થતી જશે. નવા પડકારના અભાવે એના જીવનની ક્ષિતિજો નાના કૂંડાળામાં સમાઈ જશે. એક સમય એવો આવશે કે એણે પોતાના જીવનમાં પૂર્વ જે મેળવ્યું છે, એને જ બેઠા બેઠા અનુકૂળ પરિસ્થિતિમાં વાગોળ્યા કરશે. ભૂતકાળની સિદ્ધિ જ એને માટે વર્તમાનની વાત અને ભવિષ્યની ઘટના બનશે. બંધિયાર જીવનમાં એની દૃષ્ટિ, હિંમત અને નાવીન્યવૃત્તિ મુરઝાતી જશે અને સમય જતાં પોતાની ગમતી સૃષ્ટિમાં નજરકેદ બની જશે. 16 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 17

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82