Book Title: Kshanno Utsav
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ ૨૩ ૨. લોહીની સગાઈમાં પ્રેમની સગાઈ ભેળવીએ ! વક્તા નહીં, શાંત શ્રોતા બનીએ ! લોહીની સગાઈની સહુ કોઈ વાત કરે છે, પરંતુ મુખ્ય બાબત તો પ્રેમની સગાઈ છે. લોહીની સગાઈ હોય, પણ એમાં પ્રેમની સગાઈ ન હોય ત્યારે જીવનમાં વિશેષ આંધી સર્જાય છે. નિશાળના અભ્યાસ સમયનો તમારો મિત્ર કૉલેજના અભ્યાસકાળ દરમિયાન હોતો નથી. વ્યવસાયના તમારા મિત્રોમાં કૉલેજ કાળનો દોસ્ત ભાગ્યે જ હોય છે. બહુ ઓછી મૈત્રી સાતત્યપૂર્ણ રીતે જીવનપર્યંત ચાલતી હોય છે. જ્યારે માતા કે પિતા સાથેનો સંબંધ એ વ્યક્તિના જન્મથી શરૂ થાય છે અને બીજા બધા સંબંધો વિસ્મૃત બની જાય, પરંતુ આ સંબંધ તો સતત વ્યક્તિના જીવન સાથે અભિન્ન રીતે જોડાયેલો હોય છે. માતા-પિતા સાથેનો એ સંબંધ જો યોગ્ય માવજત પામેલો હોય, તો એ માતા-પિતા અને સંતાન બંનેને માટે બળરૂપ બને છે. ઘણી વાર પિતાપુત્ર વચ્ચેના સંબંધો કથળી જાય છે, ત્યારે એ લોહીની સગાઈ લોહિયાળ બની જાય છે. વળી પિતા ભલે પુત્ર સાથે સંબંધ રાખવા ચાહતા ન હોય અને પુત્ર ભલે પિતા સાથે સંબંધ રાખવા ઇચ્છતો ન હોય અને છતાં અનિવાર્યપણે સામાજિક કારણોસર એમને સંબંધ રાખવા પડતા હોય છે. આવા સંબંધમાં સતત નિંદા, મહેણાં-ટોણા ને કલહ-કંકાસ ચાલતાં રહે છે. જ્યાં ક્યાંય અસંમત થવાની વાત આવે ત્યાં કશાય આદર વિના તત્કાળ સામી વ્યક્તિનું અપમાન કરીને રોકડું પરખાવવામાં આવતું હોય છે. જીવનમાં આવતા જન્મ, લગ્ન કે મૃત્યુ જેવા પ્રસંગોએ કે પછી ચઢતી અને પડતીની ઘટનાઓ વખતે આ બધા સંબંધો તમારા જીવનના કેન્દ્રમાં હોય છે, આથી જ લોહીની સગાઈના સંબંધોમાં પ્રેમની સગાઈ ઉમેરવા માટે પ્રત્યેક વ્યક્તિએ ગંભીર ચિંતન અને સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. વક્નત્વકલાના કૌશલ જેટલી જ મહત્તા શ્રવણકલાના કૌશલની છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના વક્નત્વ વિશે વિશેષ વિચાર કરે છે અને બીજાનું વન્દુત્વ સાંભળવા અંગે લેશમાત્ર વિચાર કરતી નથી. મોટા ભાગની વ્યક્તિઓને બોલવું જ પસંદ હોય છે. એમને અન્યનું કશુંય સાંભળવું સદંતર નાપસંદ હોય છે. આથી કોઈ વ્યક્તિ એની વાતનો પ્રારંભ કરે, ત્યાં જ પૂરેપૂરું સાંભળ્યા વિના બીજી વ્યક્તિ વાણીથી કૂદકો અધવચ્ચે લગાવે છે અને એની વાતમાં અવરોધ ઊભો કરીને ખલેલરૂપ અને ધ્યાનભંગ કરનારો બને છે. વ્યક્તિએ કુશળ શ્રોતા બનવાની જરૂર છે. એ જ્યારે સામેની વ્યક્તિની વાત સાંભળતી હોય છે, ત્યારે માત્ર એના શબ્દો પર જ લક્ષ્ય કેન્દ્રિત કરવાનું નથી, કારણ કે બોલાયેલા શબ્દો એ તો એના ગર્ભિતાર્થનો માંડ અર્ધો ભાગ હોય છે. બાકીનો અડધો ભાગ એના હાવભાવ અને ચેષ્ટા પ્રગટ કરતો હોય છે. વાત કરતી વખતે એના મુખ પરની બદલાતી રેખાઓ જોવાથી એની વાત આસાનીથી પામી જવાશે. કોઈ પણ વ્યક્તિને પૂર્ણ રૂપે સમજવા માત્ર એના શબ્દો જ નહીં, પણ શબ્દોની પાછળ રહેલો એનો ભાવ, શૈલી, રજૂઆત પણ મહત્ત્વનાં બને છે . ક્યારેક એમ લાગે કે હજી સામેની વ્યક્તિની વાત પૂરેપૂરી સમજાઈ નથી, તો પોતાની વાતનો બેત્રણ વાક્યોમાં સંક્ષેપ કહી દેવો જોઈએ. વ્યક્તિ પરિવારમાં હોય કે કોઈ વ્યાપારી કંપનીમાં હોય, પરંતુ અન્ય વ્યક્તિનો સ્નેહ સંપાદિત કરવો હોય તો એણે કુશળ શ્રોતા બનવું જોઈએ. પોતાની વાત અન્ય વ્યક્તિ પૂરી એકાગ્રતાથી સાંભળી રહી છે એ બાબત જ તત્કાળ સ્નેહની ગાંઠ વધુ મજબૂત બનાવશે. એકધ્યાન શ્રોતા તરફ વક્તાને સાહજિક પ્રેમની લાગણી થશે. તમારી સાથે આપોઆપ આત્મીયતાના તાર બંધાઈ જશે. 24 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 25

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82