Book Title: Kshanno Utsav
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ ૬૮ જીભ જેટલો જ કાનને અધિકાર છે ! બીજાની વાત કે એના વિચારને તમે ‘કાન આપો છ' ખરા ? કેટલીક વ્યક્તિઓ પોતાની વાત જ કહ્યું જાય છે અને પોતાના જ વિચારો ઝીંક્ય રાખે છે. એમના વક્તવ્યમાં ક્યારેય પૂર્ણવિરામ આવતું નથી. વળી, સતત બોલતી વખતે તેઓ એમ માને છે કે સામેની વ્યક્તિ પર પોતે પ્રભાવ પાડી રહી છે ! એમને એ ખ્યાલ આવતો નથી કે સામેની વ્યક્તિ એમની વાતને કેટલું વજૂદ આપે છે અને એમના વિચારને કેટલું ‘વજન આપે છે. પત્ની, મિત્ર, સાથીઓ કે સહકર્મચારીઓની વાત સાંભળવાને બદલે પોતાની જ વાત કહેનાર જીવનમાં ઘણા વિસંવાદ સર્જે છે. જીભના જેટલો જ કાનનો મહિમા છે. જીભની ચંચળતા અને કાનની સ્થિતિસ્થાપકતા બંને વચ્ચે સમતુલન સાધવાની જરૂ૨ છે. જીભનો અતિ વપરાશ કરનારા સામી વ્યક્તિના કાનને અન્યાય કરે છે. દરેક વ્યક્તિને અભિવ્યક્ત થવાની ઇચ્છા હોય છે. જો એનો પતિ, મિત્ર કે સહકર્મચારી એ ન સાંભળે, તો એ બીજાને પોતાની વાત કહેવા માટે દોડી જશે. દરેક વ્યક્તિને વ્યક્ત થવું હોય છે અને એ વ્યક્ત ન થાય ત્યાં સુધી ગૂંગળાતી રહે છે. ગૃહસ્થજીવન હોય કે વ્યવસાયવન – પણ એમાં બીજાની વાત કે વિચાર સાંભળવાની શક્તિ ઘણી મહત્ત્વની બને છે અને એના પર જ એની સફળતાનો આધાર હોય છે. પોતાનો વિચાર બીજા પર લાદવાને બદલે બીજાનો વિચાર જાણવાની કોશિશ કરવી જોઈએ. કદાચ એ બીજી વ્યક્તિ તમારી પોતાનો જ વિચાર કહેતી હોય! વળી જો એનો વિચાર પોતાના વિચારથી જુદો હશે, તો સામી વ્યક્તિના વિચારને સમજીને એને યોગ્ય રીતે વાળવાની તક મળશે, આથી એ વ્યક્તિને પણ લાગશે કે એની વાત અહીં સંભળાય છે. એને વ્યક્ત થવાની પૂરી મોકળાશ ૬૯ એક આંખમાં સંતોષ, બીજી આંખે પ્રગતિ ! જીવનના ઉત્સાહને માણવા માટે એક આંખમાં સંતોષને વસાવો અને બીજી આંખમાં પ્રગતિને રાખો. એક નજર સંતોષ પર હશે, તો જે પામ્યા હોઈએ તેનો આનંદ મળશે. જે મેળવ્યું એની મજા પડશે. જે ‘છે' તેનો સંતોષ હશે. વ્યક્તિ પાસે સ્કૂટર હશે, તો સ્કૂટર ધરાવવાનો સંતોષ એના મનમાં રહેશે. મોટર નહીં હોવાના અભાવના અજંપાથી એ પીડાતી નહીં હોય. જીવનની ઘણી વેદનાઓ પ્રાપ્તિની ઉપેક્ષા અને અપ્રાપ્તિની મહેચ્છાથી સર્જાતી હોય છે. એ વ્યક્તિ સ્કૂટર પર ઘૂમવાની મજા માણી શકશે નહીં, કારણ કે બીજાની મોટર એના હૈયામાં સદાય આગ ઝરતી રાખશે. જીવન આખું બેચેની અને હતાશામાં જશે અને ધીરે ધીરે જીવનમાં સદાને માટે જે મેળવ્યું હોય, તે ભુલાતું જાય છે અને જે નથી તે ચિત્ત પર સવાર થઈને બેસી જાય છે. વ્યક્તિએ બીજી આંખ પ્રગતિ પર ઠેરવવી જોઈએ અને એને માટે પુરુષાર્થથી સદાય પ્રગતિનો પડકાર ઝીલવો જોઈએ. એ સંતોષની પલાંઠી જરૂર વાળશે, પરંતુ એ આસને બેસીને પ્રગતિ માટેના પુરુષાર્થનો વિચાર કરશે. વધુ સિદ્ધિ મેળવનારી વ્યક્તિઓ કે વિભૂતિઓ પાસેથી પ્રેરણા લેશે. વિભૂતિઓ માત્ર પૂજા, અર્ચના કે પ્રતિમા ખડી કરવા માટે નથી. એમનો હેતુ તો આપણને જીવનમાં પ્રગતિ માટે પ્રેરણાપીયૂષ પાવાનો છે. વિચારકો, વિજ્ઞાનીઓ અને કલાકારોના જીવનમાંથી પ્રેરણા પામીને પ્રગતિ કરવી જોઈએ, મનમાં સંતોષ સાથે હાથમાં પ્રગતિ રાખવી જોઈએ. આવું ન થાય તો સંતોષ, પ્રમાદ કે નિષ્ક્રિયતામાં પરિવર્તન થઈ જાય છે. પ્રાપ્તિ અંગે સંતોષ અને પ્રાપ્ત કરવાનું છે, તેને માટે પ્રગતિ બંનેનું સમતોલન સાધવું જોઈએ. 70 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 71

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82