Book Title: Krushna Rukmini Sambandh
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૨૨૪ કનુભાઈ દ્ર. શેઠ Nirgrantha આ પછી રાજા રુક્ષ્મી લડવા આવ્યો. બલભદ્ર એક બાણ મારી એનાં દાઢી-મૂછ કાપી નાંખ્યાં અને એને કહ્યું, ‘વહુના (રુક્મિણીના) વચન ખાતર તને જીવતો જવા દઉં છું.' રુક્મી રાજા નાસી ન જતાં ત્યાં જ રહ્યો અને અત્રે એણે ભોજકંટક નામનું એક નવું નગર વસાવ્યું. બલભદ્ર પણ અહીં કીર્તિસ્તંભની સ્થાપના કરી. આ પછી તેઓ દ્વારિકા નગરી આવ્યા. દ્વારિકા આવી શ્રીકૃષ્ણ રુક્મિણીને કહ્યું, “હે પ્રિયે, દેવતાએ બનાવેલી આ દ્વારિકા નગરીમાં આ મારા મહેલમાં તું તારા મનની ઇચ્છા પ્રમાણે રહે.' આ સાંભળી રુક્મિણીએ કહ્યું, ‘મને દાસીની જેમ પકડી લાવ્યા છો એટલે મારો નિર્વાહ કેમ થશે તે હું જાણતી નથી.” આ પછી શ્રીકૃષ્ણ રુક્મિણીની સાથે ગાંધર્વવિવાહ કર્યો અને તેની સાથે સુખ-ભોગમાં રાત્રિ વિતાવી. પછીથી પ્રભાત થતાં શ્રીકૃષ્ણ રુકિમણી સાથે જ્યાં લક્ષ્મીનું મંદિર હતું ત્યાં આવ્યા. મંદિરમાં રહેલી લક્ષ્મી મૂર્તિ ઉપાડી લઈને તે સ્થાને રુક્મિણીને બેસાડી અને સત્યભામા આવે ત્યારે લક્ષ્મીની માફક સ્થિર નેત્રો રાખી બેસી રહેવાની સૂચના કરી. પછી શ્રીકૃષ્ણ નગરીમાં આવ્યા. તે વખતે એમના નારીવૃંદે એમને પૃચ્છા કરી કે, ‘તમે જે નારીનું હરણ કરી લાવ્યા છો તે ક્યાં છે? શ્રીકૃષ્ણે કહ્યું, “મધુવનમાં લક્ષ્મીનું મંદિર છે, ત્યાં છે.' આ પછી સત્યભામાં વગેરે એને જોવા લક્ષ્મીના મંદિરે આવ્યાં. પણ તેમણે ત્યાં કોઈ કન્યાને જોઈ નહીં પણ ભૂલથી ત્યાં લક્ષ્મીની મૂર્તિને સ્થાને બેઠેલી રુક્મિણીને સત્યભામાં પગે લાગી અને કહ્યું, “હે માં ! શ્રીકૃષ્ણ મારાથી ઉત્તમ રૂપવાળી શૉક લાવ્યા છે તે મારી સેવા કરે તેમ કરજો. મારા મનની ઇચ્છા પૂર્ણ કરશો તો હું તમારી પૂજા કરીશ.” એમ કહી તે વારંવાર પગે લાગવા માંડી, સત્યભામા પછી શ્રીકૃષ્ણ પાસે આવી કહેવા લાગી કે “હે ધૂર્તરાજા, તમે તે કન્યા ક્યાં મૂકી છે?' શ્રીકૃષ્ણે કહ્યું, “ચાલ, હું તને બતાવું એમ કહીને તેઓ લક્ષ્મીને ઠેકાણે બેસાડેલી રુક્મિણી પાસે આવ્યા. કૃષ્ણને આવતા જોઈ રુક્મિણીએ ઊઠીને એમને પ્રણામ કર્યા. પછી શ્રીકૃષ્ણ સત્યભામાને કહ્યું, ‘તું આને પગે લાગી છે, તે તારી સર્વ ઇચ્છા પૂર્ણ કરશે.” એટલે સત્યભામાએ કહ્યું, ‘આ તમારી કપટલીલા છે. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, ‘બહેનને-શૉકને પગે લગાડવામાં કોઈ દોષ નથી, તે જ તારી ઇચ્છા સર્વ રીતે પૂર્ણ કરશે.” સત્યભામા કોપ કરી ત્યાંથી ચાલી ગઈ. આમ શ્રીકૃષ્ણ આઠે રાણીમાં રુક્મિણીને પટરાણી તરીકે સ્થાપી. આમ લહપ્રિય નારદ કલહ કરાવે છે. અંતમાં કવિ શીલનો મહિમા વર્ણવે છે અને જણાવે છે કે શીલોપદેશમાલા (જયકીર્તિ કૃત, ઈ. સોની ૯મી સદીના આખરી ચરણોમાં શીલ વિશે જે ઉપનય આપ્યો છે, તે ઉપરથી અત્રે સગ૨ કપાએ આ “સંબંધ”ની રચના કરી છે. સંવત ૧૬૭૬માં ફાગણ માસમાં ‘નવહરનગર'માં આ “સંબંધ”ની કવિએ રચના કરી હોવાનું જણાય છે. પોતાના ગુરુની પરંપરા વર્ણવી શીલનો મહિમા જણાવી કવિ કાવ્ય પૂર્ણ કરે છે અને અંતે આશીર્વાદ વચન ઉચ્ચારે છે. કૃષ્ણ-રુક્મિણી સંબંધ : એક કાવ્ય તરીકે. કાવ્યનો પ્રારંભ કવિએ “શારદા' પાસે “સરસ વચનની યાચનાથી કર્યો છે. પછી પાર્શ્વનાથ અને જિન મહાવીરને વંદન કરી, તથા શ્રી જિનદત્તસૂરિ, શ્રી જિનકુશલસૂરિ વગેરે ગુરુજનનું સ્મરણ કરી, નમન કરી, “શીલ તણા અનંત ગુણ' ગાવાનો ઉપક્રમ કરી, કવિ આરંભમાં જ પોતાનું નામ જણાવી દે છે. સીલ તણા ગુણ અનંત હતું, કોઈ ન પામઇ પાર વાચક લબ્ધિન કહઈ, તે સુણિજ્યો સુવિચાર. ૬ પ્રથમ ઢાળના આરંભમાં નારદના શીલગુણનો નિર્દેશ કરી તથા શીલનો મહિમા વર્ણવી, તેના સમર્થનરૂપે રુક્મિણી-ભામાનું “સુહામણું દૃષ્ટાંત’ સંભળાવવાનું-વર્ણવવાનું જણાવી કવિ કંઈક આખ્યાન Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20