Book Title: Krushna Rukmini Sambandh
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૨૨ કનુભાઈ પ્ર. શેઠ કાવ્યનો પ્રકાર : સંબંધ, ચઉપઈ, કે ફાગ ? પ્રસ્તુત કૃતિનો એમાં પ્રાપ્ત થતા ઉલ્લેખો અનુસાર કાવ્યપ્રકાર ‘સંબંધ’ છે. જેમકે ‘સંવત સોલહ સય છહોતરઇ, ફાગુ માસ ઉદાર, નવહર નગરઈ એ સંબંધ, રચ્ચ ગુણે કરી સુવિચાર. ૧૦૭ અને વળી વાચક લબધિરતનગણિ ઇમ કહઇ, મુનિસુવ્રત સુપ્રસાદિ, એ સંબંધ સુપર કકર વાંચતા, દૂર જાઇ વિખવાદ. ૧૧૦ પણ પ્રસ્તુત કૃતિ આજ પર્યંત ‘ફાગ’ તરીકે ઉલ્લેખાઈ છે. શ્રી મોહનલાલ દ૰ દેશાઈએ જૈન ગૂર્જર કવિઓમાં આ કૃતિનો ઉલ્લેખ ‘લબ્ધિરાજકૃત શીલફાગ' એમ ફાગ તરીકે કર્યો છે. વળી શ્રી અગરચંદ નાહટાએ પણ પ્રાચીન ાવ્યાં જી સપ-પરમ્પરામાં પણ એનો લબ્ધિરાજ કૃત ‘નેમિ ફાગુ' તરીકે ઉલ્લેખ કર્યો છે . પ્રસ્તુત કૃતિની પ્રત ની પુષ્પિકામાં પણ એનો ‘ફાગ’ તરીકે ઉલ્લેખ છે. જેમકે તિશ્રી શીત્ત વિષે છ સમાપ્ત. પણ આ કૃતિને ‘ફાગ’ કહેવી ઉચિત નથી. Nirgrantha પ્રથમ તો એ કે પ્રસ્તુત કૃતિની પ્રત હૈં ની પુષ્પિકામાં એને ‘ચઉપઈ’ તરીકે ઓળખાવવામાં આવી છે. જેમકે રૂતિશ્રી શીત્ત વિષયે ા-રુમિળિ વરપરૂં સમાપ્ત. Jain Education International બીજું એ કે ‘ફાગુ’ કાવ્યમાં સામાન્યતઃ આવતું વસંતવર્ણન કે વર્ષાવર્ણન કે ક્રીડાવર્ણનનો અત્રે સર્વથા અભાવ છે. આ બધા પરથી આ કૃતિને સંબંધ રૂપે ઘટાવવી ઉચિત છે. કૃષ્ણ-રુક્મિણી સંબંધ ઃ કથાસાર ‘કૃષ્ણ-રુક્મિણી સંબંધ' એ ૧૧૧ કડીનું એક નાનું ‘સંબંધ' કાવ્ય છે. વર્ષ-વિષય જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવા કૃષ્ણચરિત્રમાંના કૃષ્ણ-રુક્મિણીના વિવાહપ્રસંગને વર્ણવવાનો છે. એનો સાર આ પ્રમાણે છે : સોરઠ દેશમાં આવેલી દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ પોતાના ભાઈ બલભદ્ર સહિત શાસન કરતા હતા. એક દિવસ ફરતા ફરતા નારદ ઋષિ ત્યાં આવી પહોંચ્યા. કૃષ્ણ અને બલભદ્રે વિનયપૂર્વક એમનો આદરસત્કાર કરી એમને સિંહાસન પર બેસાડ્યા, પગે લાગીને એમનાં ક્ષેમકુશળ પૂછ્યા. નારદ થોડો સમય ત્યાં રહી પછીથી શ્રીકૃષ્ણના અંતઃપુરમાં સત્યભામા પાસે આવ્યા. આ વખતે સત્યભામા સોળ શૃંગાર સજી પોતાનું મુખ આયનામાં જોતી હતી. એટલે એને નારદના આગમનની ખબર પડી નહીં. આવી ઉપેક્ષા જોઈ નારદે વિચાર્યું, અરે ! ઇંદ્રના અંતઃપુરમાં પણ મારી કોઈ ઉપેક્ષા-અવહેલના કરતું નથી. પરંતુ આ શ્રીકૃષ્ણની માનીતી હોવાથી યૌવનના ગર્વમાં તે મારા સામે પણ જોતી નથી કે વિનયવિવેક પણ કરતી નથી. માટે ‘આનો ગર્વ ઊતરે એવો કોઈ ઉપાય કરું' એમ વિચાર કરી નારદ ઋષિ આકાશગામિની વિદ્યા વડે ઊડી કુંડિનપુર આવ્યા. કુંડિનપુરમાં રુક્મી નામનો રાજા રાજ્ય કરતો હતો જેને રુક્મિણી નામની સ્વરૂપવતી બહેન હતી. નારદ એની પાસે ગયા, રુક્મિણીએ આસન આપી એમનો આદર-સત્કાર કર્યો. નારદ સંતોષ પામ્યા. એમણે એની પાસે શ્રીકૃષ્ણનાં રૂપ, ગુણ, અને સૌભાગ્યનું વર્ણન કર્યું. રુક્મિણી તે સાંભળીને કૃષ્ણ પ્રત્યે અનુરાગવતી થઈ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20