Book Title: Krushna Rukmini Sambandh
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૨૨૬ કનુભાઈ દ્ર. શેઠ Nirgrantha કૃષ્ણની હૃદય-ઝંખના-વ્યાકુળતાને કવિએ શબ્દના સપ્રમાણ અને ઉચિત પ્રયોગ દ્વારા મધુરતાથી નિરૂપી છે. ‘એહવી નારિ મિલઇ પુન્ય જોગઇ, તુમડ પ્રસાદિ પામું વરભોગઇ, ૩૧ જો. એહ મનોરથ મેરફ પૂરઉ, તુચ્છ તુઠઇ સુરતરુ અંકૂરઉં, સુરતરુ પુરઇ મનની આસા, તો તુઠઈ પ્રભુ લીલ-વિલાસા ૩૨ જો.” રુક્મિણીની માંગણી અર્થે કુણો મોકલેલ દૂત અને રુક્ષ્મી રાજાના સંવાદને કવિએ ચોટદાર શબ્દો વડે નાટ્યાત્મક રીતે રજૂ કર્યો છે. કૃષ્ણ જેવા “ગોપની પોતાની બહેન માટેની અયોગ્યતા અને “સબ ગુણ કલા’ના ભંડાર એવા સર્વથા યોગ્ય રાજા શિશુપાલની યોગ્યતા સ્પષ્ટ કરવા રુક્ષ્મી એક દષ્ટાંત અલંકાર પ્રયોજે છે, તેમાં કવિની કાવ્યશક્તિની સૂઝ જોવા મળે છે. સોભઈ રત્ન સુચંગ સોવન માંહિ જયઉરી, શોભઈ નહીં લગાર પાતલિ માંહિ પડયઉરી’ ૩૭ પૂર્વે રૂક્મિણીની ફોઈએ આપેલા સંતાનુસાર નાગમંદિરમાં રહેલા કૃષ્ણનાં ફોઈ સાથે પૂજા નિમિત્તે આવેલ રુક્મિણીના પ્રથમ પ્રત્યક્ષ રૂપદર્શન સમયના હૃદય-ઉદ્ગારો લક્ષપાત્ર છે. ‘ગિરિધર દેખી રૂકમિણી, નવજોબન અભિરામ, જઇસી નારદ મુઝ કહી, તિણિથી રૂપની ઠાંણ.” ૪૮ રંગી બે. રશ્મિણી અને કૃષ્ણના મિલન પ્રસંગે રુક્મિણી સમીપ પોતે કેવા વેગથી ધસી આવ્યા છે તે ભાવને પ્રગટ કરવા કૃષ્ણ એક ઉપમા પ્રયોજે છે, જે એમના રુક્મિણી પ્રત્યેના હૃદયભાવને છતો કરે છે. મધુકર સમરઇ માલતી, આવઈ વેગિ સુયંગ, તિમ હું તુચ્છ ગુણ સ્મરતાં, આવ્યઉ મનિ ઉછરંગિ.” ૫૦ રંગી લે. અને એ સંદર્ભમાં એને “વિના વિલંબે’ રથમાં બેસી જવા જણાવે છે. ભૂયાના આદેશથી રથમાં બેઠેલી રુક્મિણી લઈ જતાં કૃષ્ણ ભૂયાની સૂચના મુજબ પાંચજન્ય શંખ વગાડી તે અંગે સર્વને જાણ કરે છે. પરિણામે રુક્ષ્મી અને શિશુપાલ “સબબ કટક' લઈને એની પાછળ પડે છે. આ જોઈને ભય પામેલી રુકિમણી કહે છે ‘તુલ્ડિ બિ જણા દીસલ સામી, કેડઇ કટક જુ તેમ. પ૭ મોહતી સામી તખ્ત ભણી, દીસઇ અપાય મહંત. આકુલ બકુલ તિણિ ભણી, હું છું ગુણવંત.'૫૮ ભયથી આકુળ-વ્યાકુલ થયેલી રુક્મિણીનો ભય દૂર કરવા કૃષ્ણ કહે છે. માધવ બોલૐ તબ તિહાં, મ કરિ મ કરિ ભય ચિત્ર, સુરપણા હમકઉ દેખી, ધરિ આણંદ વિચિત્ર.” ૫૯ અહીં રવાનુકારી શબ્દો અને દ્વિરુક્તિ દ્વારા કવિએ કૃષ્ણના ભાવને સચોટ અભિવ્યક્તિ અર્પે છે. તે નોંધપાત્ર છે. વળી એનામાં રહેલા ભયને દૂર કરવા અને પોતાની તાકાતનું નિદર્શન કરવા માટે કુષ્ણ એક બાણ વડે ઘણાં તાલવૃક્ષો છેદી નાંખે છે અને એક વીરને છાજે એવી વાણી ઉચ્ચારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20