Book Title: Krushna Rukmini Sambandh
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ વાચક લબ્ધિરત્નકૃતકૃષ્ણ-રુક્મિણી સંબંધ* પ્રાસ્તાવિક પૃથક્જનને પ્રારંભકાલથી કથાવાર્તા પ્રતિ વિશેષ આકર્ષણ રહ્યું છે. આ કારણસર ધર્મપ્રચારકોએ કથાના માધ્યમ દ્વારા ધાર્મિક માન્યતાઓ-ભાવનાઓ સ્વકીય સંપ્રદાયમાં સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સંદર્ભમાં જૈન આચાર્યો તથા મુનિઓએ વિશાલ કથા-સાહિત્યનું નિર્માણ કર્યું છે. આ કથા-સાહિત્યમાં સામાન્યતઃ જૈન પરંપરાને અભિપ્રેત એવી તપ, શીલ, સંયમ, ત્યાગ વગેરે ભાવનાઓનો મહિમા વર્ણવતી કથાઓ મળી આવે છે. અહીં એવી એક કૃતિ પ્રસ્તુત કરવામાં આવી છે, જેમાં જૈન પરંપરાના કૃષ્ણચરિત્રનો, કૃષ્ણે રુક્મિણીનું હરણ કરી એની સાથે વિવાહ કરી, પટરાણી રૂપે સ્થાપી તે પ્રસંગને નિરૂપવામાં આવ્યો છે. જૈન કાવ્યસાહિત્યમાં આવી ચરિત્રાત્મક કથાકૃતિને રાસ, ચરિત્ર, ચોપાઈ, કથા, પ્રબંધ, સંબંધ ઇત્યાદિ રૂપે ઓળખાવવામાં આવે છે. જે રચના જેના સંબંધમાં રચવામાં આવી હોય એને કેટલીક વાર ‘પ્રબંધ' કે ‘સંબંધ' કહેવામાં આવે છે. અહીં એવો એક વાચક લબ્ધિરત્નકૃત કૃષ્ણ-રુક્મિણી સંબંધ પ્રથમ વાર પ્રકટ કરવામાં આવી રહ્યો છે. કનુભાઈ વ્ર૰ શેઠ પ્રતવર્ણન અને સંપાદનપદ્ધતિ આ કૃતિનું સંપાદન ઉપલબ્ધ બે હસ્તપ્રતો પરથી કરવામાં આવ્યું છે; જેનું વર્ણન નીચે પ્રમાણે છે. પ્રત –આ પ્રત લા ૬ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના મુનિશ્રી પુણ્યવિજયજી હસ્તપ્રત ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. એનો ક્રમાંક ૫૨૯૨ છે. પ્રતમાં કુલ ૧૩ પત્રો છે. એમાં પ્રસ્તુત કૃતિ પત્ર ૧ થી ૩ ૫૨ ઉતારવામાં આવી છે. પ્રત્યેક પત્રનું કદ ૨૬.૨ ૪ ૧૧.૦ સે. મી. છે. પ્રત્યેક પત્ર ૫૨ આશરે ૧૯ પંક્તિઓ છે. કાવ્યમાં કુલ ૧૧૧ કડીઓ છે. પાતળા કાગળની આ પ્રત દેવનાગરી લિપિમાં કાળી શાહીથી લખાયેલી છે; પણ શ્લોકના ક્રમાંક લાલ કરેલા છે. પત્ર ક્રમાંક જમણી બાજુ દર્શાવ્યા છે. પ્રતની લેખનમિતિ નોંધાયેલ નથી. પણ લેખન-પદ્ધતિ વગેરે પરથી તે અનુમાને ૧૮મા શતકની હોય એમ લાગે છે. કાવ્યાંતે નીચે પ્રમાણે પુષ્પિકા પ્રાપ્ત થાય છે. Jain Education International રૂતિ શીત વિષયે જાળ સમાસ, પં. હર્ષ લિ† તમ્. આ પ્રતને મુખ્ય ગણવામાં આવી છે. પ્રત ન—ક્રમાંક ૨૭૯૫ની આ પ્રત જૈન જ્ઞાનભંડાર, સંવેગી ઉપાશ્રય, અમદાવાદના હસ્તપ્રત ગ્રંથભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. એના કુલ ૬ પત્ર છે. પ્રસ્તુત કૃતિ પત્ર ૪ થી ૬માં ઉતારેલી છે. પત્રનું કદ ૨૫.૫ x ૧૧, સે. મી. છે. પ્રત્યેક પત્ર પર આશરે ૨૦ પંક્તિઓ છે. કુલ ૧૧૧ કડીઓ છે. સમગ્ર પ્રત દેવનાગરી લિપિમાં કાળી શાહીમાં લખાયેલી છે. પણ શ્લોક-ક્રમાંક લાલ કરેલા છે. પત્રની બન્ને બાજુ ૨ સેમીનો હાંસિયો છે. પત્ર ક્રમાંક જમણી બાજુ હાંસિયામાં દર્શાવ્યા છે. પ્રતનું લેખન-વર્ષ પ્રાપ્ત થતું નથી પણ લેખન-પદ્ધતિ વગેરે પરથી તે અનુમાને ૧૮મા શતકનું હોય તેમ લાગે છે. પ્રતને અંતે નીચે પ્રમાણે પુષ્પિકા મળે છે ઃ इतिश्री शील विषये कृष्ण रुकमिणि चउपई समाप्त, पंडित महिमाकुमारगणि. * ગુજરાતી સાહિત્ય પરિષદના વડોદરા મુકામેના ૩૦મા અધિવેશનમાં રજૂ કરેલ શોધનિબંધ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 20