Book Title: Krushna Rukmini Sambandh Author(s): Kanubhai V Sheth Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 7
________________ Vol. III-1997-2002 વાચક લબ્રિરત્નકૃત.. ૨૨૭ મુઝ આગલિ એ બાપડા, રાંક સમાન વિચારિ, માધવ રૂક્મણિ પ્રતિ ભાઇ, તું ભય મ કરિ મકર લગારિ. ૬૧ રવાનુકારી શબ્દ રચના વડે કવિએ ભાવને સઘનતા અર્પે છે. બલભદ્રના પરાક્રમથી પ્રભાવિત થયેલી રુક્મિણી ભય પામીને “હરિ દ્વારા બલભદ્રને એવી વિનંતિ કરાવે છે કે “રાજા રક્ષ્મી દૂર છે, તે છતાં તેને હણવો નહીં.' અહીં કવિએ રુક્મિણીનો નારી સહજ પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમભાવને મધુર અભિવ્યક્તિ આપી છે. રકમિણિ બોલઈ હરિનઈ હરખરુંજી, સાહિબ સુણિ મોરી વાત, કહિજયો જેઠ ભણી. તુણ્ડિ એહવાઉજી, પ્રીતમ ગુણિ અવદાત. ૬૬. રૂકમિણિ. રક્સી રાજા મૂર અછઈ ઘણુંજી, તપિણિ હણિવી નાંહિ, એક વચન મેરફ પ્રતિપાલિજયોજી, દયા કરીનઈ આગાદ--' ૬૭. રૂકમિણિ. સસૈન્ય રક્ષ્મી અને શિશુપાલ સાથેના એકલવીર મસળધારી બલભદ્ર-વલોણાથી જેમ દહીંને મથવામાં આવે છે તેમ “વહરી દલ'નો ચૂરો કરી નાંખે છે. તે પરાક્રમ-વર્ણનમાં કવિએ સચોટ શબ્દની યોજના કરી બલભદ્રના વ્યક્તિત્વને પૂર્ણપણે વ્યક્ત કર્યું છે. વારી તણી દલ આવ્યઉ દેખિનઇજી, હલ હથિયાર જુલાઇ, દહી જેમ મથિયઈ મંથાણસ્જી, તિમ વછરી દલ તે ભઈ. ૬૯ રૂકમિણિ મૂસલ પ્રહારઈ કરિ સવિ હાથીયાજી, ભાંજિ કીધા દહવટ્ટ, અશ્વ તણા તિહાં પડિયા સાથિરાજી, સુભટ તણા બહુ થટ્ટ. ૭૦ રૂકમિણિ. ડરી ગયેલો શિશુપાલ સસૈન્ય નાસી જાય છે જેનું વર્ણન કરતાં કવિ સરસ ઉપમા પ્રયોજે છે. અપણી સૈન્ય સહિત અતિ બીહતઉજી, નાસિ ગયઉ શિશુપાલ, શૃંગાલ તણી પરિ કાયર તે થયઉજી, દૂરિ ગયઉ મુખ બાલિ.” ૭૨. રૂકમિણિ તે સમયે ગગનમંડલમાં તાલી દઈ' નાચતાં નારદની નાટ્યાત્મક ઉક્તિ પણ નોંધપાત્ર છે. “ગગનમંડલિ નારદ તિણિ અવસરઇજી, નાચઇ તાલી દેઈ, ભો સિસુપાલ જુ ઇમ કિમ નાસીઈજી, કાયર પણ રે ધરેઇ.” ૭૩ રૂકમિણિ. સન્મુખ આવીને ઊભેલા રુક્ષ્મીને બલભદ્ર “ખૂર પ્રમાણઈ બાણ મૂકીને એના “મસ્તક' અને “અડધીમૂછ મૂડી નાંખે છે તે હાસ્યાસ્પદ ચિત્ર કવિની ચિત્રાત્મક વર્ણનશક્તિનો પરિચય કરાવી જાય છે. ખર પ્રમાણઈ જે બાણ અછઈ ભલજી, તેહની છેદઈ બાણ, મસ્તક મુંડરાઉ આધી મુંછમ્યુજી, કીધી એ અહિનાંણ” ૭પ. રૂકમિણિ. વહુ તણ-વહુને આપેલ વચન પ્રમાણે બલભદ્ર રૂફમીને જીવતો છોડી મૂકે છે તે પ્રસંગે બલભદ્ર એની વિડંબના કરતાં કહે છે. ‘મ મરિ મ મરિ રે કાયર તું ઇંહજી, નાસી નિજ ઘરિ જાઉં રૂફમી રાજા તિહાં લાજવાઉ ઘણુંજી, ન સકું કુંડિન જાઉં.” ૭૭ રૂકમિણિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20