Page #1
--------------------------------------------------------------------------
________________
વાચક લબ્ધિરત્નકૃતકૃષ્ણ-રુક્મિણી સંબંધ*
પ્રાસ્તાવિક
પૃથક્જનને પ્રારંભકાલથી કથાવાર્તા પ્રતિ વિશેષ આકર્ષણ રહ્યું છે. આ કારણસર ધર્મપ્રચારકોએ કથાના માધ્યમ દ્વારા ધાર્મિક માન્યતાઓ-ભાવનાઓ સ્વકીય સંપ્રદાયમાં સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સંદર્ભમાં જૈન આચાર્યો તથા મુનિઓએ વિશાલ કથા-સાહિત્યનું નિર્માણ કર્યું છે. આ કથા-સાહિત્યમાં સામાન્યતઃ જૈન પરંપરાને અભિપ્રેત એવી તપ, શીલ, સંયમ, ત્યાગ વગેરે ભાવનાઓનો મહિમા વર્ણવતી કથાઓ મળી આવે છે. અહીં એવી એક કૃતિ પ્રસ્તુત કરવામાં આવી છે, જેમાં જૈન પરંપરાના કૃષ્ણચરિત્રનો, કૃષ્ણે રુક્મિણીનું હરણ કરી એની સાથે વિવાહ કરી, પટરાણી રૂપે સ્થાપી તે પ્રસંગને નિરૂપવામાં આવ્યો છે. જૈન કાવ્યસાહિત્યમાં આવી ચરિત્રાત્મક કથાકૃતિને રાસ, ચરિત્ર, ચોપાઈ, કથા, પ્રબંધ, સંબંધ ઇત્યાદિ રૂપે ઓળખાવવામાં આવે છે. જે રચના જેના સંબંધમાં રચવામાં આવી હોય એને કેટલીક વાર ‘પ્રબંધ' કે ‘સંબંધ' કહેવામાં આવે છે. અહીં એવો એક વાચક લબ્ધિરત્નકૃત કૃષ્ણ-રુક્મિણી સંબંધ પ્રથમ વાર પ્રકટ કરવામાં આવી રહ્યો છે.
કનુભાઈ વ્ર૰ શેઠ
પ્રતવર્ણન અને સંપાદનપદ્ધતિ
આ કૃતિનું સંપાદન ઉપલબ્ધ બે હસ્તપ્રતો પરથી કરવામાં આવ્યું છે; જેનું વર્ણન નીચે પ્રમાણે છે. પ્રત –આ પ્રત લા ૬ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના મુનિશ્રી પુણ્યવિજયજી હસ્તપ્રત ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. એનો ક્રમાંક ૫૨૯૨ છે. પ્રતમાં કુલ ૧૩ પત્રો છે. એમાં પ્રસ્તુત કૃતિ પત્ર ૧ થી ૩ ૫૨ ઉતારવામાં આવી છે. પ્રત્યેક પત્રનું કદ ૨૬.૨ ૪ ૧૧.૦ સે. મી. છે. પ્રત્યેક પત્ર ૫૨ આશરે ૧૯ પંક્તિઓ છે. કાવ્યમાં કુલ ૧૧૧ કડીઓ છે. પાતળા કાગળની આ પ્રત દેવનાગરી લિપિમાં કાળી શાહીથી લખાયેલી છે; પણ શ્લોકના ક્રમાંક લાલ કરેલા છે. પત્ર ક્રમાંક જમણી બાજુ દર્શાવ્યા છે. પ્રતની લેખનમિતિ નોંધાયેલ નથી. પણ લેખન-પદ્ધતિ વગેરે પરથી તે અનુમાને ૧૮મા શતકની હોય એમ લાગે છે. કાવ્યાંતે નીચે પ્રમાણે પુષ્પિકા પ્રાપ્ત થાય છે.
રૂતિ શીત વિષયે જાળ સમાસ, પં. હર્ષ લિ† તમ્. આ પ્રતને મુખ્ય ગણવામાં આવી છે.
પ્રત ન—ક્રમાંક ૨૭૯૫ની આ પ્રત જૈન જ્ઞાનભંડાર, સંવેગી ઉપાશ્રય, અમદાવાદના હસ્તપ્રત ગ્રંથભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. એના કુલ ૬ પત્ર છે. પ્રસ્તુત કૃતિ પત્ર ૪ થી ૬માં ઉતારેલી છે. પત્રનું કદ ૨૫.૫ x ૧૧, સે. મી. છે. પ્રત્યેક પત્ર પર આશરે ૨૦ પંક્તિઓ છે. કુલ ૧૧૧ કડીઓ છે. સમગ્ર પ્રત દેવનાગરી લિપિમાં કાળી શાહીમાં લખાયેલી છે. પણ શ્લોક-ક્રમાંક લાલ કરેલા છે. પત્રની બન્ને બાજુ ૨ સેમીનો હાંસિયો છે. પત્ર ક્રમાંક જમણી બાજુ હાંસિયામાં દર્શાવ્યા છે. પ્રતનું લેખન-વર્ષ પ્રાપ્ત થતું નથી પણ લેખન-પદ્ધતિ વગેરે પરથી તે અનુમાને ૧૮મા શતકનું હોય તેમ લાગે છે. પ્રતને અંતે નીચે પ્રમાણે પુષ્પિકા મળે છે ઃ
इतिश्री शील विषये कृष्ण रुकमिणि चउपई समाप्त, पंडित महिमाकुमारगणि.
* ગુજરાતી સાહિત્ય પરિષદના વડોદરા મુકામેના ૩૦મા અધિવેશનમાં રજૂ કરેલ શોધનિબંધ.
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૨૨
કનુભાઈ પ્ર. શેઠ કાવ્યનો પ્રકાર : સંબંધ, ચઉપઈ, કે ફાગ ?
પ્રસ્તુત કૃતિનો એમાં પ્રાપ્ત થતા ઉલ્લેખો અનુસાર કાવ્યપ્રકાર ‘સંબંધ’ છે. જેમકે
‘સંવત સોલહ સય છહોતરઇ, ફાગુ માસ ઉદાર,
નવહર નગરઈ એ સંબંધ, રચ્ચ ગુણે કરી સુવિચાર. ૧૦૭
અને વળી
વાચક લબધિરતનગણિ ઇમ કહઇ, મુનિસુવ્રત સુપ્રસાદિ, એ સંબંધ સુપર કકર વાંચતા, દૂર જાઇ વિખવાદ. ૧૧૦
પણ પ્રસ્તુત કૃતિ આજ પર્યંત ‘ફાગ’ તરીકે ઉલ્લેખાઈ છે. શ્રી મોહનલાલ દ૰ દેશાઈએ જૈન ગૂર્જર કવિઓમાં આ કૃતિનો ઉલ્લેખ ‘લબ્ધિરાજકૃત શીલફાગ' એમ ફાગ તરીકે કર્યો છે. વળી શ્રી અગરચંદ નાહટાએ પણ પ્રાચીન ાવ્યાં જી સપ-પરમ્પરામાં પણ એનો લબ્ધિરાજ કૃત ‘નેમિ ફાગુ' તરીકે ઉલ્લેખ કર્યો છે . પ્રસ્તુત કૃતિની પ્રત ની પુષ્પિકામાં પણ એનો ‘ફાગ’ તરીકે ઉલ્લેખ છે. જેમકે તિશ્રી શીત્ત વિષે છ સમાપ્ત. પણ આ કૃતિને ‘ફાગ’ કહેવી ઉચિત નથી.
Nirgrantha
પ્રથમ તો એ કે પ્રસ્તુત કૃતિની પ્રત હૈં ની પુષ્પિકામાં એને ‘ચઉપઈ’ તરીકે ઓળખાવવામાં આવી છે. જેમકે રૂતિશ્રી શીત્ત વિષયે ા-રુમિળિ વરપરૂં સમાપ્ત.
બીજું એ કે ‘ફાગુ’ કાવ્યમાં સામાન્યતઃ આવતું વસંતવર્ણન કે વર્ષાવર્ણન કે ક્રીડાવર્ણનનો અત્રે સર્વથા અભાવ છે.
આ બધા પરથી આ કૃતિને સંબંધ રૂપે ઘટાવવી ઉચિત છે.
કૃષ્ણ-રુક્મિણી સંબંધ ઃ કથાસાર
‘કૃષ્ણ-રુક્મિણી સંબંધ' એ ૧૧૧ કડીનું એક નાનું ‘સંબંધ' કાવ્ય છે. વર્ષ-વિષય જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવા કૃષ્ણચરિત્રમાંના કૃષ્ણ-રુક્મિણીના વિવાહપ્રસંગને વર્ણવવાનો છે. એનો સાર આ પ્રમાણે છે :
સોરઠ દેશમાં આવેલી દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ પોતાના ભાઈ બલભદ્ર સહિત શાસન કરતા હતા. એક દિવસ ફરતા ફરતા નારદ ઋષિ ત્યાં આવી પહોંચ્યા. કૃષ્ણ અને બલભદ્રે વિનયપૂર્વક એમનો આદરસત્કાર કરી એમને સિંહાસન પર બેસાડ્યા, પગે લાગીને એમનાં ક્ષેમકુશળ પૂછ્યા. નારદ થોડો સમય ત્યાં રહી પછીથી શ્રીકૃષ્ણના અંતઃપુરમાં સત્યભામા પાસે આવ્યા. આ વખતે સત્યભામા સોળ શૃંગાર સજી પોતાનું મુખ આયનામાં જોતી હતી. એટલે એને નારદના આગમનની ખબર પડી નહીં. આવી ઉપેક્ષા જોઈ નારદે વિચાર્યું, અરે ! ઇંદ્રના અંતઃપુરમાં પણ મારી કોઈ ઉપેક્ષા-અવહેલના કરતું નથી. પરંતુ આ શ્રીકૃષ્ણની માનીતી હોવાથી યૌવનના ગર્વમાં તે મારા સામે પણ જોતી નથી કે વિનયવિવેક પણ કરતી નથી. માટે ‘આનો ગર્વ ઊતરે એવો કોઈ ઉપાય કરું' એમ વિચાર કરી નારદ ઋષિ આકાશગામિની વિદ્યા વડે ઊડી કુંડિનપુર આવ્યા.
કુંડિનપુરમાં રુક્મી નામનો રાજા રાજ્ય કરતો હતો જેને રુક્મિણી નામની સ્વરૂપવતી બહેન હતી. નારદ એની પાસે ગયા, રુક્મિણીએ આસન આપી એમનો આદર-સત્કાર કર્યો. નારદ સંતોષ પામ્યા. એમણે એની પાસે શ્રીકૃષ્ણનાં રૂપ, ગુણ, અને સૌભાગ્યનું વર્ણન કર્યું. રુક્મિણી તે સાંભળીને કૃષ્ણ પ્રત્યે અનુરાગવતી થઈ.
Page #3
--------------------------------------------------------------------------
________________
Vol. III - 1997-2002
વાચક લબ્ધિરત્નકૃત....
૨૨૩
ત્યાર બાદ નારદે એક ચિત્રકાર પાસે રુક્મિણીનું ચિત્ર તૈયાર કરાવ્યું. પછી તે ચિત્ર લઈને નારદ આકાશમાર્ગે દ્વારિકા શ્રીકૃષ્ણ પાસે આવ્યા. એમણે પેલું ચિત્ર શ્રીકૃષ્ણને બતાવ્યું. શ્રીકૃષ્ણે તે અંગે નારદને પૃચ્છા કરતાં એમણે કહ્યું કે તે કુંડિનપુરના રાજા રુક્ષ્મીની નાની બહેન રુક્મિણીનું ચિત્ર છે. નારદે રુક્મિણીનાં રૂપ અને ગુણનું વર્ણન કરતાં કૃષ્ણે કહ્યું કે ‘એ રુક્મિણી મારા ગૃહે આવે તેમ કરો.’ નારદે કહ્યું, ‘તમારો મનોરથ પૂર્ણ થાય તેમ હું કરીશ.'
આ પછી શ્રીકૃષ્ણે કુંડિનપુરના રાજા રુક્મીની પાસે દૂત મોકલી રુક્મિણીનું ‘માગું’ કર્યું. દૂતને રુક્મીએ કહ્યું, ‘શું હું મારી બહેન ગોવાળિયાના પુત્ર કૃષ્ણને આપું ? મારી બહેન તો મેં સર્વગુણસંપન્ન એવા શિશુપાલને આપી છે, કેમકે રત્ન તો સુવર્ણની સાથે જ શોભે, પિત્તળ સાથે નહિ !' આમ કહી રુક્મી રાજાએ દૂતને પાછો કાઢ્યો.
આ દૂત અને રુક્મીના સંવાદને ગુપ્તપણે સાંભળી ગયેલી રુક્મિણીએ તે અંગે પોતાની ફોઈને વાત કરી. તે સાંભળી ફોઈએ કહ્યું, ‘અતિમુક્ત મુનિએ કહ્યું છે કે રુક્મિણી શ્રીકૃષ્ણની પટરાણી થશે. એ વચનો અસત્ય કેમ ઠરે ?' આ સાંભળી રુક્મિણીએ હૃદયમાં ધીરજ ધરી.
ફોઈએ એક છાનો દૂત મોકલી શ્રીકૃષ્ણને કહેવડાવ્યું કે ‘જો તમે રુક્મિણીને વરવાની ઇચ્છા ધરાવતા હો તો ગુપ્તપણે કૃષ્ણ પક્ષની આઠમે કુંડિનપુર આવજો અને હું પણ રુક્મિણીને લઈને નાગપૂજાને બહાને નગર બહાર આવેલ ઉદ્યાનમાં નાગમંદિરે આવીશ.'
સંકેત પ્રમાણે શ્રીકૃષ્ણ ભાઈ બલભદ્રને લઈને કુંડિનપુર આવ્યા.
આ બાજુ શિશુપાલ પણ પરણવા અર્થે પોતાના પરિવાર સહિત આવ્યો. આ અંગે નારદે શ્રીકૃષ્ણને માહિતી આપી એટલે શ્રીકૃષ્ણ બલભદ્ર સહિત રથમાં બેસી સંકેત અનુસાર ઉદ્યાનમાં આવ્યા. રુક્મિણીને લઈને ફોઈ પણ નાગપૂજા કરવા ત્યાં આવ્યાં. રુક્મિણીને જોઈને શ્રીકૃષ્ણે વિચાર્યું, ‘નારદે જે રૂપનું વર્ણન કર્યું હતું, તેથી પણ આ તો અધિક રૂપવતી છે.’ પછી કૃષ્ણે રુક્મિણીને કહ્યું, ‘તારી પ્રીતિથી વશ થયેલો એવો હું દૂરથી આવ્યો છું. તો હવે વિલંબ કર્યા વગર રથમાં બેસી જા.’ ફોઈનો આદેશ લઈને તે રથમાં બેસી ગઈ. પોતાના પર આળ ન આવે એટલે ફોઈએ પોકાર પાડ્યો, ‘અરે ! વીરો ! દોડો, દોડો ! આ કૃષ્ણ રુક્મિણીને હરી જાય છે.' આ વખતે પ્રગટ થવા માટે શ્રીકૃષ્ણે પોતાનો ‘પાંચજન્ય' શંખ વગાડ્યો.
શંખનાદ સાંભળી રાજા રુમ્મી અને શિશુપાલ સૈન્ય લઈને શ્રીકૃષ્ણની પાછળ પડ્યા. આ જોઈ રુક્મિણીએ કૃષ્ણને કહ્યું, ‘તમે તો માત્ર બે જણ છો, જ્યારે સામે તો આખું કટક છે, તો હવે શું થશે ?’ આ વખતે કૃષ્ણે રુક્મિણીને ભય ન પામવા જણાવ્યું. પછી પોતાનું બળ બતાવવા એમણે એક જ તીર વડે તાડનાં ઘણાં વૃક્ષો છેદી નાંખ્યાં. વળી હાથમાં પહેરેલી અંગૂઠીનો હીરો હાથમાં રાખી એનો કપૂરની માફક ચૂરો કરી નાંખ્યો. યુદ્ધ કરવા સજ્જ થયેલા કૃષ્ણને બલભદ્રે કહ્યું, ‘હે ભાઈ, તમે જલદીથી વહુને લઈ આગળ જાવ. હું પછીથી આવીશ' એમ કહી બલભદ્ર ત્યાં હાથમાં મુશલ લઈને યુદ્ધ કરવા ઊભા રહ્યા અને શ્રીકૃષ્ણ રુક્મિણીને લઈને આગળ ચાલ્યા. આ વખતે રુક્મિણીએ કૃષ્ણને કહ્યું, ‘બલભદ્રજીને કહો કે રુક્મી રાજા ક્રૂર છે. પણ દયા કરીને એને હણતા નહીં.' આ પછી શ્રીકૃષ્ણ રુક્મિણીને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. પછી સૈન્ય આવી પહોંચતાં બલભદ્ર એના પર મુશળ લઈને તૂટી પડ્યા. તેમણે અનેક સૈનિકોનો નાશ કર્યો. રથમાં બેઠેલા સુભટોને નસાડ્યા. શિશુપાલ નાસવા લાગ્યો. તે વખતે આકાશમાં ઊભા રહીને યુદ્ધનું નિરીક્ષણ કરતા નારદ ઉપાલંભ આપતા શિશુપાલને કહેવા લાગ્યા, ‘અરે કાયર, નાસી જા, નાસી જા.'
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૨૪
કનુભાઈ દ્ર. શેઠ
Nirgrantha આ પછી રાજા રુક્ષ્મી લડવા આવ્યો. બલભદ્ર એક બાણ મારી એનાં દાઢી-મૂછ કાપી નાંખ્યાં અને એને કહ્યું, ‘વહુના (રુક્મિણીના) વચન ખાતર તને જીવતો જવા દઉં છું.'
રુક્મી રાજા નાસી ન જતાં ત્યાં જ રહ્યો અને અત્રે એણે ભોજકંટક નામનું એક નવું નગર વસાવ્યું. બલભદ્ર પણ અહીં કીર્તિસ્તંભની સ્થાપના કરી. આ પછી તેઓ દ્વારિકા નગરી આવ્યા.
દ્વારિકા આવી શ્રીકૃષ્ણ રુક્મિણીને કહ્યું, “હે પ્રિયે, દેવતાએ બનાવેલી આ દ્વારિકા નગરીમાં આ મારા મહેલમાં તું તારા મનની ઇચ્છા પ્રમાણે રહે.' આ સાંભળી રુક્મિણીએ કહ્યું, ‘મને દાસીની જેમ પકડી લાવ્યા છો એટલે મારો નિર્વાહ કેમ થશે તે હું જાણતી નથી.” આ પછી શ્રીકૃષ્ણ રુક્મિણીની સાથે ગાંધર્વવિવાહ કર્યો અને તેની સાથે સુખ-ભોગમાં રાત્રિ વિતાવી.
પછીથી પ્રભાત થતાં શ્રીકૃષ્ણ રુકિમણી સાથે જ્યાં લક્ષ્મીનું મંદિર હતું ત્યાં આવ્યા. મંદિરમાં રહેલી લક્ષ્મી મૂર્તિ ઉપાડી લઈને તે સ્થાને રુક્મિણીને બેસાડી અને સત્યભામા આવે ત્યારે લક્ષ્મીની માફક સ્થિર નેત્રો રાખી બેસી રહેવાની સૂચના કરી. પછી શ્રીકૃષ્ણ નગરીમાં આવ્યા. તે વખતે એમના નારીવૃંદે એમને પૃચ્છા કરી કે, ‘તમે જે નારીનું હરણ કરી લાવ્યા છો તે ક્યાં છે? શ્રીકૃષ્ણે કહ્યું, “મધુવનમાં લક્ષ્મીનું મંદિર છે, ત્યાં છે.' આ પછી સત્યભામાં વગેરે એને જોવા લક્ષ્મીના મંદિરે આવ્યાં. પણ તેમણે ત્યાં કોઈ કન્યાને જોઈ નહીં પણ ભૂલથી ત્યાં લક્ષ્મીની મૂર્તિને સ્થાને બેઠેલી રુક્મિણીને સત્યભામાં પગે લાગી અને કહ્યું, “હે માં ! શ્રીકૃષ્ણ મારાથી ઉત્તમ રૂપવાળી શૉક લાવ્યા છે તે મારી સેવા કરે તેમ કરજો. મારા મનની ઇચ્છા પૂર્ણ કરશો તો હું તમારી પૂજા કરીશ.” એમ કહી તે વારંવાર પગે લાગવા માંડી, સત્યભામા પછી શ્રીકૃષ્ણ પાસે આવી કહેવા લાગી કે “હે ધૂર્તરાજા, તમે તે કન્યા ક્યાં મૂકી છે?' શ્રીકૃષ્ણે કહ્યું, “ચાલ, હું તને બતાવું એમ કહીને તેઓ લક્ષ્મીને ઠેકાણે બેસાડેલી રુક્મિણી પાસે આવ્યા. કૃષ્ણને આવતા જોઈ રુક્મિણીએ ઊઠીને એમને પ્રણામ કર્યા. પછી શ્રીકૃષ્ણ સત્યભામાને કહ્યું, ‘તું આને પગે લાગી છે, તે તારી સર્વ ઇચ્છા પૂર્ણ કરશે.” એટલે સત્યભામાએ કહ્યું, ‘આ તમારી કપટલીલા છે. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, ‘બહેનને-શૉકને પગે લગાડવામાં કોઈ દોષ નથી, તે જ તારી ઇચ્છા સર્વ રીતે પૂર્ણ કરશે.” સત્યભામા કોપ કરી ત્યાંથી ચાલી ગઈ. આમ શ્રીકૃષ્ણ આઠે રાણીમાં રુક્મિણીને પટરાણી તરીકે સ્થાપી. આમ લહપ્રિય નારદ કલહ કરાવે છે.
અંતમાં કવિ શીલનો મહિમા વર્ણવે છે અને જણાવે છે કે શીલોપદેશમાલા (જયકીર્તિ કૃત, ઈ. સોની ૯મી સદીના આખરી ચરણોમાં શીલ વિશે જે ઉપનય આપ્યો છે, તે ઉપરથી અત્રે સગ૨ કપાએ આ “સંબંધ”ની રચના કરી છે. સંવત ૧૬૭૬માં ફાગણ માસમાં ‘નવહરનગર'માં આ “સંબંધ”ની કવિએ રચના કરી હોવાનું જણાય છે. પોતાના ગુરુની પરંપરા વર્ણવી શીલનો મહિમા જણાવી કવિ કાવ્ય પૂર્ણ કરે છે અને અંતે આશીર્વાદ વચન ઉચ્ચારે છે.
કૃષ્ણ-રુક્મિણી સંબંધ : એક કાવ્ય તરીકે. કાવ્યનો પ્રારંભ કવિએ “શારદા' પાસે “સરસ વચનની યાચનાથી કર્યો છે. પછી પાર્શ્વનાથ અને જિન મહાવીરને વંદન કરી, તથા શ્રી જિનદત્તસૂરિ, શ્રી જિનકુશલસૂરિ વગેરે ગુરુજનનું સ્મરણ કરી, નમન કરી, “શીલ તણા અનંત ગુણ' ગાવાનો ઉપક્રમ કરી, કવિ આરંભમાં જ પોતાનું નામ જણાવી દે છે.
સીલ તણા ગુણ અનંત હતું, કોઈ ન પામઇ પાર
વાચક લબ્ધિન કહઈ, તે સુણિજ્યો સુવિચાર. ૬ પ્રથમ ઢાળના આરંભમાં નારદના શીલગુણનો નિર્દેશ કરી તથા શીલનો મહિમા વર્ણવી, તેના સમર્થનરૂપે રુક્મિણી-ભામાનું “સુહામણું દૃષ્ટાંત’ સંભળાવવાનું-વર્ણવવાનું જણાવી કવિ કંઈક આખ્યાન
Page #5
--------------------------------------------------------------------------
________________
Vol. III - 1997-2002
શૈલીને અનુસરી કાવ્યના વસ્તુનું સૂચન કરે છે.
વાચક લબ્ધિરત્નકૃત....
તિણિ ઉપરિ તુમ્હે સાંભલઉ, રુક્મણી ભાંમા કેર રે, અતિ દિસયંત સુહામણઉ, ભાજઇ ભવભય ફેરઉ રે. ૧૦ સી.
અલકાપુરી સમાન દ્વારિકા નગરીનું વર્ણન કવિ માત્ર બે જ પંક્તિમાં કરે છે.
સોરઠ દેસ સુહામણઉ, સમુદ્ર તણઇ વીર તીરઇ રે,
બાર-જોયણ લાંબી ભલી, નવ-જોયણ વરહીરો રે. ૧૧ સી.
છપન-કોડિ જાદવ તિહાં, વસઈ સુખી સુપ્રધાનો રે, દુવારિકા નગરી જાણીયઇ, અલકાપુરીય સમાનોરે, ૧૨ સી.
નગરીનું સંક્ષિપ્તમાં વર્ણન કરી કવિ તરત જ મુખ્ય કથા-વસ્તુ તરફ વેગથી આગળ વધે છે અને ‘વાસુદેવ નવમ’-કિસન મુરારી'ના ત્યાં નારદ ઋષિ આવે છે તે પ્રસંગ નિરૂપે છે. આવેલ નારદને સિંહાસન પર બેસાડી ‘કૃષ્ણ-બલદેવ' ‘પાઈ લાગઈ’-પગે પડી એમની ‘કુશળ વાત’ પૂછે છે. તે પ્રસંગનું નિરૂપણ કવિ પોતાની વેગવતી કથનશૈલીમાં કરે છે તે એમની કથનકલાશક્તિનો દ્યોતક છે.
નારદ ત્યાંથી ઝડપથી સત્યભામાના મંદિર તરફ વળે છે. તે સમયે શૃંગાર સજવામાં વ્યગ્ર સત્યભામાનું અને તે નારદ તરફ લક્ષ ન આપતાં નારદ ક્રોધ કરીને ચાલ્યા જાય છે તે પ્રસંગનું ચિત્ર ઉપસાવવામાં કવિની ચિત્રાત્મક શૈલીનો પરિચય મળે છે.
‘સોલ-શૃંગાર સજી કરી, બઇઠી ભામા નારી રે,
આરિસા માંહિ મુખ જોવતી, રૂપિ કરી સુસ્નારી રે. ૧૮ સી.
વ્યગ્રપણઇ કરિ તિણિ સમઇ, નવિ દીઠઉં મુનિ રાયા રે.
‘ઇંદ્રના અંતઃપુરમાં પણ મારી કોઈ અવગણના કરતું નથી પણ કૃષ્ણની આ માનીતી હોવાથી મારી ‘સનમુખઇ' -સામે પણ જોતી નથી.' એમ વિચારી સત્યભામાએ કરેલી ઉપેક્ષાથી કોપાયમાન નારદઆકાશગામિની વિદ્યા વડે કુંડિનપુર આવે છે તે પ્રસંગનું કવિ અત્યંત સંક્ષિપ્તતાથી નિરૂપણ કરે છે તે એમના લાધવને સૂચવે છે.
ઇંદ્ર તણી અંતેઉરી ન કરઇ, માહરી હીલા રે,
કિસણ તણઈ માંનઇ કરી, કરતી બવઉહલી લીલા રે ૨૦ સી.
૨૨૫
‘નવ જોવઈ મુઝ સનમુખઇ, ન કરઇ વિનય વિશેષો રે, ક્રોધ કરી અતિ પૂરીયઉ, જેહ કરઇ તે દેખઉ રે. ૨૧ સી.
વિદ્યા આકાશગામિની, સમરી તિણિ મન મોહે રે, તિહાં થકી ઉડી ગયઉ, કુંડિનનયર અગાહા રે. ૨૨ સી.
રુક્મિણીના રૂપવર્ણનનું કૃષ્ણે માત્ર એક જ પંક્તિમાં દોરેલ ચિત્ર કવિની ચિત્રાત્મક વર્ણનશક્તિનું ઉત્તમ નિર્દેશન છે.
‘રૂપઇ કરિ જાણે રતિ-રંભા, તનુ સુકુમાલઇ કદલી-થંભા.' ૩૧. જો.
રુક્મિણી પ્રત્યે આકર્ષિત થયેલ કૃષ્ણે નારદને તે પોતાને મેળવી આપવા કરેલી વિનંતિ-ઉક્તિમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૨૬
કનુભાઈ દ્ર. શેઠ
Nirgrantha
કૃષ્ણની હૃદય-ઝંખના-વ્યાકુળતાને કવિએ શબ્દના સપ્રમાણ અને ઉચિત પ્રયોગ દ્વારા મધુરતાથી નિરૂપી છે.
‘એહવી નારિ મિલઇ પુન્ય જોગઇ, તુમડ પ્રસાદિ પામું વરભોગઇ, ૩૧ જો. એહ મનોરથ મેરફ પૂરઉ, તુચ્છ તુઠઇ સુરતરુ અંકૂરઉં,
સુરતરુ પુરઇ મનની આસા, તો તુઠઈ પ્રભુ લીલ-વિલાસા ૩૨ જો.” રુક્મિણીની માંગણી અર્થે કુણો મોકલેલ દૂત અને રુક્ષ્મી રાજાના સંવાદને કવિએ ચોટદાર શબ્દો વડે નાટ્યાત્મક રીતે રજૂ કર્યો છે. કૃષ્ણ જેવા “ગોપની પોતાની બહેન માટેની અયોગ્યતા અને “સબ ગુણ કલા’ના ભંડાર એવા સર્વથા યોગ્ય રાજા શિશુપાલની યોગ્યતા સ્પષ્ટ કરવા રુક્ષ્મી એક દષ્ટાંત અલંકાર પ્રયોજે છે, તેમાં કવિની કાવ્યશક્તિની સૂઝ જોવા મળે છે.
સોભઈ રત્ન સુચંગ સોવન માંહિ જયઉરી,
શોભઈ નહીં લગાર પાતલિ માંહિ પડયઉરી’ ૩૭ પૂર્વે રૂક્મિણીની ફોઈએ આપેલા સંતાનુસાર નાગમંદિરમાં રહેલા કૃષ્ણનાં ફોઈ સાથે પૂજા નિમિત્તે આવેલ રુક્મિણીના પ્રથમ પ્રત્યક્ષ રૂપદર્શન સમયના હૃદય-ઉદ્ગારો લક્ષપાત્ર છે.
‘ગિરિધર દેખી રૂકમિણી, નવજોબન અભિરામ,
જઇસી નારદ મુઝ કહી, તિણિથી રૂપની ઠાંણ.” ૪૮ રંગી બે. રશ્મિણી અને કૃષ્ણના મિલન પ્રસંગે રુક્મિણી સમીપ પોતે કેવા વેગથી ધસી આવ્યા છે તે ભાવને પ્રગટ કરવા કૃષ્ણ એક ઉપમા પ્રયોજે છે, જે એમના રુક્મિણી પ્રત્યેના હૃદયભાવને છતો કરે છે.
મધુકર સમરઇ માલતી, આવઈ વેગિ સુયંગ,
તિમ હું તુચ્છ ગુણ સ્મરતાં, આવ્યઉ મનિ ઉછરંગિ.” ૫૦ રંગી લે. અને એ સંદર્ભમાં એને “વિના વિલંબે’ રથમાં બેસી જવા જણાવે છે.
ભૂયાના આદેશથી રથમાં બેઠેલી રુક્મિણી લઈ જતાં કૃષ્ણ ભૂયાની સૂચના મુજબ પાંચજન્ય શંખ વગાડી તે અંગે સર્વને જાણ કરે છે. પરિણામે રુક્ષ્મી અને શિશુપાલ “સબબ કટક' લઈને એની પાછળ પડે છે. આ જોઈને ભય પામેલી રુકિમણી કહે છે
‘તુલ્ડિ બિ જણા દીસલ સામી, કેડઇ કટક જુ તેમ. પ૭ મોહતી સામી તખ્ત ભણી, દીસઇ અપાય મહંત.
આકુલ બકુલ તિણિ ભણી, હું છું ગુણવંત.'૫૮ ભયથી આકુળ-વ્યાકુલ થયેલી રુક્મિણીનો ભય દૂર કરવા કૃષ્ણ કહે છે.
માધવ બોલૐ તબ તિહાં, મ કરિ મ કરિ ભય ચિત્ર,
સુરપણા હમકઉ દેખી, ધરિ આણંદ વિચિત્ર.” ૫૯ અહીં રવાનુકારી શબ્દો અને દ્વિરુક્તિ દ્વારા કવિએ કૃષ્ણના ભાવને સચોટ અભિવ્યક્તિ અર્પે છે. તે નોંધપાત્ર છે.
વળી એનામાં રહેલા ભયને દૂર કરવા અને પોતાની તાકાતનું નિદર્શન કરવા માટે કુષ્ણ એક બાણ વડે ઘણાં તાલવૃક્ષો છેદી નાંખે છે અને એક વીરને છાજે એવી વાણી ઉચ્ચારે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
Vol. III-1997-2002
વાચક લબ્રિરત્નકૃત..
૨૨૭
મુઝ આગલિ એ બાપડા, રાંક સમાન વિચારિ,
માધવ રૂક્મણિ પ્રતિ ભાઇ, તું ભય મ કરિ મકર લગારિ. ૬૧ રવાનુકારી શબ્દ રચના વડે કવિએ ભાવને સઘનતા અર્પે છે.
બલભદ્રના પરાક્રમથી પ્રભાવિત થયેલી રુક્મિણી ભય પામીને “હરિ દ્વારા બલભદ્રને એવી વિનંતિ કરાવે છે કે “રાજા રક્ષ્મી દૂર છે, તે છતાં તેને હણવો નહીં.' અહીં કવિએ રુક્મિણીનો નારી સહજ પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમભાવને મધુર અભિવ્યક્તિ આપી છે.
રકમિણિ બોલઈ હરિનઈ હરખરુંજી, સાહિબ સુણિ મોરી વાત, કહિજયો જેઠ ભણી. તુણ્ડિ એહવાઉજી, પ્રીતમ ગુણિ અવદાત. ૬૬. રૂકમિણિ. રક્સી રાજા મૂર અછઈ ઘણુંજી, તપિણિ હણિવી નાંહિ,
એક વચન મેરફ પ્રતિપાલિજયોજી, દયા કરીનઈ આગાદ--' ૬૭. રૂકમિણિ. સસૈન્ય રક્ષ્મી અને શિશુપાલ સાથેના એકલવીર મસળધારી બલભદ્ર-વલોણાથી જેમ દહીંને મથવામાં આવે છે તેમ “વહરી દલ'નો ચૂરો કરી નાંખે છે. તે પરાક્રમ-વર્ણનમાં કવિએ સચોટ શબ્દની યોજના કરી બલભદ્રના વ્યક્તિત્વને પૂર્ણપણે વ્યક્ત કર્યું છે.
વારી તણી દલ આવ્યઉ દેખિનઇજી, હલ હથિયાર જુલાઇ, દહી જેમ મથિયઈ મંથાણસ્જી, તિમ વછરી દલ તે ભઈ. ૬૯ રૂકમિણિ મૂસલ પ્રહારઈ કરિ સવિ હાથીયાજી, ભાંજિ કીધા દહવટ્ટ,
અશ્વ તણા તિહાં પડિયા સાથિરાજી, સુભટ તણા બહુ થટ્ટ. ૭૦ રૂકમિણિ. ડરી ગયેલો શિશુપાલ સસૈન્ય નાસી જાય છે જેનું વર્ણન કરતાં કવિ સરસ ઉપમા પ્રયોજે છે.
અપણી સૈન્ય સહિત અતિ બીહતઉજી, નાસિ ગયઉ શિશુપાલ,
શૃંગાલ તણી પરિ કાયર તે થયઉજી, દૂરિ ગયઉ મુખ બાલિ.” ૭૨. રૂકમિણિ તે સમયે ગગનમંડલમાં તાલી દઈ' નાચતાં નારદની નાટ્યાત્મક ઉક્તિ પણ નોંધપાત્ર છે.
“ગગનમંડલિ નારદ તિણિ અવસરઇજી, નાચઇ તાલી દેઈ,
ભો સિસુપાલ જુ ઇમ કિમ નાસીઈજી, કાયર પણ રે ધરેઇ.” ૭૩ રૂકમિણિ. સન્મુખ આવીને ઊભેલા રુક્ષ્મીને બલભદ્ર “ખૂર પ્રમાણઈ બાણ મૂકીને એના “મસ્તક' અને “અડધીમૂછ મૂડી નાંખે છે તે હાસ્યાસ્પદ ચિત્ર કવિની ચિત્રાત્મક વર્ણનશક્તિનો પરિચય કરાવી જાય છે.
ખર પ્રમાણઈ જે બાણ અછઈ ભલજી, તેહની છેદઈ બાણ,
મસ્તક મુંડરાઉ આધી મુંછમ્યુજી, કીધી એ અહિનાંણ” ૭પ. રૂકમિણિ. વહુ તણ-વહુને આપેલ વચન પ્રમાણે બલભદ્ર રૂફમીને જીવતો છોડી મૂકે છે તે પ્રસંગે બલભદ્ર એની વિડંબના કરતાં કહે છે.
‘મ મરિ મ મરિ રે કાયર તું ઇંહજી, નાસી નિજ ઘરિ જાઉં રૂફમી રાજા તિહાં લાજવાઉ ઘણુંજી, ન સકું કુંડિન જાઉં.” ૭૭ રૂકમિણિ.
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૨૮ કનુભાઈ ત્ર. શેઠ
Nirgrantha લજ્જાવશ ૨કમી રાજા નાસી જતો નથી. પણ તે ત્યાં રહીને “ભોજકંટક' નામનું નગર વસાવે છે અને ત્યાં બલભદ્રના કીર્તિસ્તંભની સ્થાપના કરે છે.
નવી પરણીને લવાયેલી ‘ભામા' અંગે કૃષ્ણ અને સત્યભામા વચ્ચે થયેલો સંવાદ કવિએ નાટ્યાત્મક રીતે રજૂ કર્યો છે.
નગર પહુતી તિહાં રે, જિહાં ભામાં વરનારી રે, ધૂરતરાજ કહિ મો ભણીરે, કિહાં મૂકી સિણગારી રે ૮૯, હારે. કૃષ્ણ કહઈ ભામાં પ્રતઇ રે, લખમી ધરિ તે જાણી રે,
એક વાત સાચી અછઇ રે, સુણિ સુંદરિ સુજાણો રે’ ૯૦. મહારે. વળી કણે રુક્મિણીને સર્વ રાણીમાં પટરાણી તરીકે સ્થાપવા માટે પ્રયોજેલી કપટ-યુક્તિ છતી થઈ જતાં કોપાયમાન થયેલી સત્યભામાનું આ શબ્દચિત્ર કવિની મનોહર ચિત્રાત્મક વર્ણન શક્તિનો સુંદર નમૂનો છે.
‘ભામાં બોલઇ હરિ-નઈ હસિ કરિ, એ કપટ તણી સવિ વાત તાહરી કીધી હું જાણું સહી, ધુરત-ગુણ સુવિખ્યાત. ૧૦૦ ભામા બહનિ તણે પગલે સખિ લાગતાં, કેહવઉ દોષ વિચાર, એ તુઠી સવિ ઇચ્છા તાહરી, પુરસ્પઈ યુઉ દાતાર. ૧૦૧ ભામા કોપ કરીનઈ તનુ ભામા, તણી કંપઈ વારોવાર,
તિહાંથી ચાલી ગજગતિ, માલ્વતી પહુતી નિય ઘરબાર’ ૧૦૨ ભામાં કાવ્યને અંતે કવિએ પ્રસ્તુત ‘ઉપનય’ શીલોપદેશમાલામાંથી લીધો છે, એમ જણાવી કાવ્યનું સમાપન કરે છે :
સીલ વિષયઈ એ ઉપનય, જિમ કહ્યઉ શીલોપદેશ મઝાર,
સુગુર તણાં ઉપદેસઈ મઇ, લહ્યઉ જાણ્યઉ તત્ત્વ વિચાર' ૧૦૬ ભામા સંવત ૧૬૭૬ (ઈ. સ. ૧૬૨૦)માં પ્રસ્તુત સંબંધની રચના “નવતર નગરમાં થઈ છે એમ ઉલ્લેખ કરી કવિ પોતાની ગુરુપરંપરા વર્ણવી શીલનો મહિમા વર્ણવી કાવ્ય સમાપ્ત કરે છે.
કર્તાએ પોતાની ગુરુપરંપરામાં ગચ્છનું નામ આપ્યું નથી : પણ જિનરાજસૂરિ, અને જિનસાગરસૂરિ નામો આપી પછી ક્ષેમકીર્તિશાખાના ધર્મસુંદર અને ધર્મને સરખાં નામો આપી પોતાને છેલ્લા મુનિના શિષ્ય હોવાનું પ્રગટ કર્યું છે. ઉત્તર મધ્યકાળની ઉપલબ્ધ સાહિત્યની ગુર્નાવલીઓ જોતાં કર્તા લબ્ધિરત્ન કયા ગચ્છમાં થઈ ગયા તેનો નિશ્ચય થઈ શકતો નથી. (શું તેઓ એ કાળે બૃહદ્ તપાગચ્છમાં જે લબ્ધિસાગર થઈ ગયા છે તે જ હશે ?) રચના-સ્થાન “નવહરનગરનો નિશ્ચય થવો બાકી છે.
ટિપ્પણો : ૧. મોહનલાલ દલીચંદ દેસાઈ, જૈન ગૂર્જર કવિઓ, ભાગ-૩, બીજી આવૃત્તિ (સં. જયંત કોઠારી) મુંબઈ ઈસ.
૧૯૯૭ પૃ ૧૯૬. ૨. અગરચંદ નહાટા, પ્રવીર વ્યાઁ #ી -પરંપા, ધારતીય વિદ્યામંદિર શોધ પ્રતિષ્ઠાન, વીવાનેર . સ. ૧૬૨૨, પૃ. ૪૨. ૩. અતિમુક્ત કેવલજ્ઞાની હતા તેવું શત્રુંજય પરનાં કલ્પાદિ સાધનોથી સુવિદિત છે.
Jain Education international
Page #9
--------------------------------------------------------------------------
________________
Vol. ii.1997-2002
વાચક લબ્રિરત્નકૃત...
વાચક લબ્ધિરત્નકૃત કૃષ્ણ-રુકિમણી સંબંધ સરસ વચન મુઝ આપિયો, સારદ કરિ સુપસાઉં, સીલ તણા ગુણ વરણવઉં, મનિ ધરિ અધિકઉ ભાઉં. ૧ ગઉડી-મંડણ ગુણ નિલ, ફલવધિપુરિ શ્રીપાસ, જનું પ્રતાપ જગિ પરગડઉં, કહતા પુરઈ આસ. ૨ વીર નિણંદ જગત્રગુરુ, ગાતાં પુરઈ કોડ, ચરમ તિર્થંકર જાણીયઈ, વંદઉ બે કર જોડિ. ૩ ગૌતમ સુધરમ આદિ કરિ, શ્રીજિનદત્તસુરિંદ, શ્રી જિનકુશલસુરીસનઈં, સમરણિ હુઈ આણંદ. ૪ એ સવિહું નઈં નમિ કરી, સમરણ નિયમનિ આણિ, સીલ સુવિધિ કરી વરણ, વીર તણી વખાણિ. ૫ સીલ તણા ગુણ અનંત હાં, કોઈ ન પામઇ પાર, વાચક લબ્ધિરતા કહઈ, તે સુણિજયો સુવિચાર. ૬
ઢાલ ૧ શ્રી જિનવદન નિવાસીની, એ ઢાલ. નવ નારદ જગિ જાંણીયાં, સીલ કરી સુવિખ્યાતો રે, તિહાં માંહિ નવમઉ અતિ ભલઉં, સીલ કરી અવદાલો રે. ૭ સીલ સુનિસીલ પાલીપાં, સલઇ નવનિધિ થાઈ રે, સિદ્ધિ બુદ્ધિ આવી મિલઈ, ધરિજ્યો તે મનિ ભાઈ રે. ૮ સી. આ સાવધ કામ કરઈ ઘણા, કલહ કરાવઈ બહિલા રે સિદ્ધિ બુદ્ધિ આવી મિલઈ, વરઈ તે મુગતિ મહેલાં ૨. ૯ સી. તિણિ ઉપરિ તુમ્હ સાંભલી, રુક્ષ્મણી ભાંમા કેરી રે, અતિ દિસયંત સુહામણ, ભાઈ ભવ-ભય ફેરઉ રે. ૧૦ સી. સોરઠ દેશ સુહામણ૩, સમુદ્ર તણાં વરતીર રે, બાર-જોયણ લાંબી ભલી, નવ-જોયણ વરહીરો રે. ૧૧ સી. છપન-કોડિ જાદવ તિહાં, વસઇ સુખી સુપ્રધાનો રે, દુવારિકા નગરી જાણીયાં, અલકાપુરીય સમાનો રે. ૧૨ સીટ વાસુદેવ નવમ તિહાં, નામઈ કિસન મુરારી રે, બલભદ્ર સહિત સુખઈ તિહાં, રાજ કરઈ સુખકારી રે. ૧૩ સી. અન્ય દિવસિ નવમ તિહાં, નારદ પુષિ-રતો રે, મહિમંડલ બહુ જોવતી, કરંત કોડિ જતન્નો રે. ૧૪ સી.
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૩૦
Nirgrantha
કનુભાઈ વ. શેઠ કિસણ તણઈ વર મંદરઇં, આવ્યઉ હરખઈ ચંગઈ રે, કિસણ અનઈ બલભદ્ર તિહાં, વિનય કરઇ બહુરંગઈ રે. ૧૫ સી. સિંહાસન બઇસણ ઠવી, પાઈ લાગઇ આણંદો રે, કુસલ-વાત પૂછઈ તિહાં, મુનિવર મુનિ નિરદે દો રે. ૧૬ સી. ખિક ઈક તિહાં એઇસી કરી, રામતિ કરવા કાજઇ રે, સત્યભામાનાં ઘર ભણી ચાલ્યઉ વેગિ સમાજઇ રે, ૧૭ સીટ સોલ-શંગાર સજી કરી, બઇડી ભામા નારી રે, આરિસા માંહિ મુખ જોવતી, રૂપિ કરી સુર નારી રે. ૧૮ સી. વ્યગ્રહપણઈ કરિ તિણિ સમઈ, નવિ દીઠ મુનિ રયા રે, મન માંહિ કોપ કરઈ ઘઉં, વિચાર મનિ માયા રે. ૧૯ સી. ઇંદ્ર તણી અંતેઉરી ન કરઈ, માહરી હીલા રે, કિસણ તણાં માંનઈ કરી, કરતી બવીહલી લીલા રે. ૨૦ સી. નવિ જોવઈ મુઝ સનમુખઇ, ન કરઈ વિનય વિશેષો રે, ક્રોધ કરી અતિ પૂરીયઉં, જેહ કરાઈ તે દેખઉ રે. ૨૧ સી. વિધા આકાશગામિની, સમરી તિણિ મન માંહે રે, તિહાં થકી ઉડી ગયઉં, કુંડિનનયરિ અગાહ રે. ૨૨ સી.
ઢાલ ૨
રાગ કેદાર ગઉડી
સુગુણ સનેહી રે મેરે લાલા. એહની ઢાલ તિણિ નગરીની રૂકમી રાજા, રાજ કરઈ સુ બહુત દિરિવાજા, તેહની લહુડી બિહાનિ કહજઈ, રૂકમિણિ નામઈ ગુણ સલહીજઇ ૨૩ જોવઉ જોવી પુન્ય તણા સુપ્રમાણા, પુનાઇ સબ ગુણ વેગિ કહાણા ૨૪ જો નારદ રૂકમિણિ મહલ સુચંગઇ, પહુતી તે નારદ મુનિ રંગઇ, વિનય કરી બહુ આદર કીધા, આસન માંડી બહુ જસ લીધા. ૨૫ જો, તે બધસી રૂકમણિનઈ આગઇ, હરિ ગુણ બોલઇ અધિક સોભાગઇ, કૃષ્ણ તણા ગુણ નારદિ કહિયા, તે સંભલિ રૂકમિણિ ગહગહિયાં. ૨૬ જો એહવઉ પુરષરતન સોભાગી, પતિ પામું તલ હું વડભાગી, રાગિનિ રૂકમિણિ કરિ સસનેહા, પટ ઉપર લિખિ રૂપની રેહા. ૨૭ જો. તિહાંથી ઉડિ ગગનિ મનિ રંગઇ, ગયઉ બ્રારિકા તેહ સુચગઇ, કૃષ્ણ ભણી તે રૂપ દિખાલઇ, ભામાની અવિનયમનિ સાલઇ૨૮ જો. કહિણઈ મુનીસર કુણ આ દેવી, રૂપઈ અધિક સુગુણ જણ સેવી, મુનિ બોલઈ સુણિ તું મહા-રાયા, ગુણ અધિક બહુરૂપિ સુહાયા. ૨૯ જો,
Page #11
--------------------------------------------------------------------------
________________
Vol.I-1997-2002
વાચક લબિરત્નકૃત...
૨૩૧
૨કમી રાય તણી લધુ ભગની, રૂકમિણી નામઇ બહુ ગુણગહરી, દેખી રૂપ બહુ ગુણ સંભલિયા, કષ્ણ તણઉ મન રંજય રલિયા. ૩૦ જોઇ રૂપઈ કરિ જાણે રતિ-રંભા, તનું સુકમાલ કદલી-થંભા, એહવી નારિ મિલઇ પુન્ય જોગઇ, તુણ્ડ પ્રસાદિ પામું વર ભોગઇ. ૩૧ જો. એહ મનોરથ મેર પુર, તુણ્ડ તૂઠઈ સુરત, અંકૂરઉં, સુરતરુ પુરઇ મનની આસા, તો તુઠઈ પ્રભુ લીલ-વિલાસા. ૩૨ જો, ખેદ મ કરિજ્યો તુહિ મહા-રાયા, એ તુમ્હનઈ વરસ્યાં સુખ દાયા, તિમ હું કરિસ મનહ ઉછરંગઇ, જિમ એ સવિ વિધિ મિલરૂઇ ગઇ. ૩૩ જો.. દૂત પઠાવંઉ વેગઇ સાચલ, રૂકમી રાજ પ્રતઇ તે જાયઉં, નારદ ભણી દેઇ સનમાના, દૂત પઠાવ્યઉ ગુણિહિ પ્રધાના. ૩૪ જે. દૂત ગયઉ કુંડિનપુરિ માંહે, ટૂંકમી આગલિ કહઈ ઉછાહે, તુહ કી ભગની કૃષ્ણ મંગાવઇ, આપ તુ જિમ બહુ સુખ થાય છે. ૩૫ જો,
ઢાલ ૩
રાગ આસા કામ કેલી રતિ હાસ નાદ વિનોદ કરઈરી (એહની ઢાલ). રકમી બોલઈ તામ સુણિ રે દૂત ભલહરી, ગોપ ભણી એ સારા નારી ન મિલઇરી, વર પામ્યઉ સુવિલાસ એહનઈ કાજિ ભલઉરી, નામ શ્રી શિશુપાલ સબ ગુણ કલા નિલઉરી. ૩૬ સોભઇ રતન સુચંગ સોવન માંહિ જડ્યઉરી, સોભઈ નહીં લગાર પીતલિ માંહિ ધડ્યઉરી એ સવિ વચન-વિલાસ દૂતઇ આવિ કહ્યારી, કૃષ્ણ ભણી સવિ વાત જુજૂઆ જિમ લદ્યારી. ૩૭ કૃષ્ણ તણઉ જે દૂત રૂકમિણિ તેહ સુણીરી, ભૂયા પાસઈ આવિ તે સવિ વચન ભણીરી, ભૂયા બોલઇ તામ અઇમત્તઈ જુ કહ્યઉરી, હરિ ઘરણી હસ્ય એ સાચું જ્ઞાનિ લહ્યઉરી. ૩૮ રૂકમણિ બોલઈ તામ ભૂયા વચન સુણઉરી, મો વરિવા-નઈ કાજિઇ ઈહઈ કૃષ્ણ ઘણઉરી, ભાઈ બહુ ધરિ રીસ મુઝ શિશુપાલ ભણેરી, આપી મનનઇં રંગિ એ મઇ વાત સુણીરી. ૩૯ તેહની રૂપકી વાત નારદ પાસિ લહરી, આમણ ધૂમણિ આજ તેવું વચન ગીરી, ભૂયા ભાખઈ તાંમ સુણિ વચન ભલઉરી, ન્યાનીની વાણિ સુજાણિ ને હુવઇકુડ નિલઉરી ૪૦ તે સુપ્રિ ભૂયા વચન રકમિણી રંગ ધરીરી, ગિરિધર ઉપર નેહ કીધઉ રંગ ખરીરી. તબ ભૂયાઉ દૂત અપણ તેડિ ભલઉરી, મૂક્યઉ કૃષ્ણ ન પાસિ સબ ગુણકલા નિલકરી. ૪૧ રૂકમણિ પરણણ કાકિ જલ તુહ ચિત્ત ચઇલરી, ગુપતિ વૃત્તિ કરિ વેગિ આવિજયો તુમ્હ પછઇરી, અષ્ટમિ અંધારી માણનાગની પૂજ મિસઇંરી, લે આવું વન માંહિ ઇમ મન મુઝ સઇરી. ૪૨ એ સવિ વાત વિશેષ દૂતઇ જાઈ કહીરી, કૃષ્ણ ભણી મનિ રંગિ સવિતે વાત પ્રહરી, સકલ સજાઈ તામ કૃષ્ણદં વેગિ કરીરી, હલધર લેઈ હાથિ ચાલ્યઉ રંગિ ધરીરી. ૪૩
Page #12
--------------------------------------------------------------------------
________________
કનુભાઈ દ્ર. શેઠ
Nirgrantha
ઢાલ ૪ રાગ વેલાઉલ
ઢાલ : ઝૂબકડાની ઈણિ અવસરિ કુંડનપુરઇ, વાજ્યા ગુહિર નિસાણ, રૂકમણિ વિવાહ થાયીયઉં, સુંદર અતિહિ સુજાણ. ૪૪ રંગી લે મોહન સિસુપાલ જાણ કરિ આવ્યયઉં, સુંદર બહુ પરિવાર, આગમ તેહનઉ જાણીનઈં, નારદ મુખથી સાર. ૪૫ રંગી લે. રથિ બઇસી બેઉં તિહાં, બલભદ્ર સારંગપાણિ, આવ્યા કુંડિનપુર વરઇ, પૂર્વ સંકેતિત ઠાંણ. ૪૬ રંગી લે. તિણિ અવસરિ ભૂયા તિહાં, રૂકમણિ નઈ લે સાથિ, નાગ તણઈ તે દેહુરઇ, આવી ભગતિ સનાથ. ૪૭ રંગી લે. ગિરિધર દેખી રૂકમિણી, નવજોબન અભિરામ, જઈસી નારદ મુઝ કહી, તિણિથી રૂપની ઠાંણ ૪૮ રંગી લે. ઇસઉ વિચારી ગિરિધરઇ, બોલઇ મધુરી-વાણિ, રાગ-તણાં વસિ સુંદરિ, આવ્યઉ દૂરથી જાણિ ૪૯ રંગી લે. મધુકર સમરઍ માલતી, આવઇ વેગિ સુયગ તિમ હું તુમ્ય ગુણ સમરતાં, આવ્યઉ મનિ ઉછરંગિ ૫૦ રંગી લે. તિણિ કારણિ અવિલંબિત, રથિ બાંસઉ તુલ્ડિ આવિ, આદેસઈ ભૂયા તણઇ, રથિ બઇઠી મન ભાવિ. ૫૧ અપણ દોષ ઉતારિવા, ભૂયા બોલઇ તાં, કરઈ પુકાર અતિહિ ઘણી, ધાવઉ વીર સુધામ. પ૨ કમિણિનઇ લેઇ કરી, ચાલ્યઉ ગિરિધર રંગિ, એહ વચન નિસુણી કરી, સિસુપાલ રૂકમી ચંગ. પ૩ સીધઉ કારિજ આપણઉં, જાણી તેહ ઉછાહ, પાંચજન્ય શંખ આપણd, પૂરક ગુણહિ અગાહ. ૫૪ હિર સંગ્રામ તણાં તિહાં, વાજયા ઢોલ નીસાણ, તિણિ નારઈં કરિ ગાજીય, સવિ અંબર અસમાન, ૨પ રૂકમિણિ નઇ વાલણ ભણી, રૂકમી ને સિસુપાલ, સબલ કટક લેઈ કરી, આવ્યા પૂઠિ રસાલ. પ૬ રૂકમિણિ ભય કરિ કંપતી, બોલ હરિ-નઈ એમ, તુણ્ડિ બિ જણા દસઉ સામી, કેડ કટક જુ તેમ. પ૭
Page #13
--------------------------------------------------------------------------
________________
vol. ii.1997-2002
૨૩૩
વાચક લબ્ધિરત્નકૃત.... મોહતી સામી તુહ ભણી, દીસઈ અપાય મહંત, આકુલ વ્યાકુલ તિણિ ભણી, હું હુઈ ગુણવંત. ૫૮ માધવ બોલઇ તબ તિહાં, મ કરિ મ કરિ ભય ચિત્ત. સૂર પણ હમડલ દેખી, ધરિ આણંદ વિચિત્ત. ૧૯
દૂરિકરણ ભપ તેહનઉ, સારંગપાણિક બાણ, તાલવૃક્ષ બહુ છેદિયા, એકણિ બાણ સુજાણ ૬૦ મુઝ આગલિ એ બાપડા, રાંક સમાન વિચારિ, માધવ રૂકમણિ પ્રતિ ભણઇ, તું ભય મ કરિમ કરિ લગારિ. ૬૧ હીરઉ સાહી હસ્તમય, ચૂરણ કીધઉં નામ, ભીમસેન કપૂર જિમ, એ બલ મુઝ અભિરામ. ૬૨ કોપ થકી માધવ તિહાં, યુદ્ધ ભણી હૂયઉ સજ્જ, બલભદ્ર બોલd હરિ ભણી, આગ્રહ કરી અકસ્જ. ૬૩ વહૂનઈ લેઇ કરી ભાઇ, પહુચ ધામિ, વેગઉ હુંઇ પણિ આવિષ્ણુ, તુચ્છ કેડઇ અભિરામ. ૬૪ બલભદ્ર તિહાં ઊભી રહ્યઉં, હલ-મુસલ હથિયાર, હાથિ માંહિ લેઇ કરી, સુરવીર સુવિચાર. ૬૫
ઢાલ-૫
રાગ : મા વાલુ રે સવાયું હું વધરે માહરું રે, એ ઢાલ. રૂકમિણિ બોલઇ હરિનઈ હરખસ્જી, સાહિબ સુણિ મોરી વાત, કહિજયો જેઠ ભણી તુણ્ડિ એહવાઉજી, પ્રીતમ ગુણિ અવદાત. ૬૬ રૂકમિણ કમી રાજા દૂર અછઇ ઘણુંજી, તક પિણિ હરિવલ નાંહિ, અહે વચન મેરઉ પ્રતિપાલિજયોજી, દયા કરીનઇ આગાહ. ૬૭ રૂકમિણિ કમિણિનઇ લેઇ હરજી ચાલિયાજી, સુંદર ગુણે નિધાન, બલભદ્ર તિહાં ઉભા રહ્યઉજી, દેખી દલ અસમાન, ૬૮ રૂકમિણિ વઇરી તણી દલ આવ્યઉ દેખિનઇજી, હલ હથિયાર જુ લઇ, દહીં જેમ મથિયઈ મંથાણસંજી, તિમ વછરી દલ તે ભેઇ. ૬૯ રૂકમિનિટ મૂસલ પ્રહારઈ કરિ સવિ હાથીયાજી, ભોજિ કીધા કહેવટ્ટ, અશ્વ તણા તિહાં પડિયા સાથિરાજી, સુભટ તણા બહુ થટ્ટ. ૭૦ રૂકમિણિ રથિ બઈઠા બહુ સુભટ હકારતાજી, તે નાસિ ગયા સવિ દૂરિ, રણભૂમિ દસઇ બીહામણીજી, નાચઈ કબંધ હજૂરિ. ૭૧ રૂકમિણિ
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૩૪
કનુભાઈ વ્ર. શેઠ
Nirgrantha અપણી સૈન્ય સહિત અતિ બીહતઉજી, નાસિ ગયઉ શિશુપાલ, શૃંગાલ તણી પરિ કાયર તે થયઉજી, દૂરિ ગયઉ મુખે બાલિ. ૭ર રૂકમિણિ ગગનમંડલિ નારદ તિણિ અવસરઇજી, નાચઈ તાલી દઇ, ભો સિસુપાલા જુઇમ કિમ નાસીયઈજી, કાયાપણી રે ધરે ૭૩ રૂકમિણિ ટૂંકમી રાજા સૂરપણ ધરજી, કુંડલ કૃત કોદંડ, બલભદ્ર આગલિ આવિ ઉભ૩, રહ્યઉજી મૂકઈ બાણઅંખડ. ૭૪ રૂકમિણિ ખુર પ્રમાઈ જે બાણ અછઈ ભલઉજી, તેહની છેદઈ બાણ, મસ્તક મુંડય આધી મુંછ સ્પંજી, કીધઉ એ અહિનાણ. ૭૫ કમિણિ વહૂ તણે વચને મઇં તો ભણીજી, જીવત મૂકય જાણિ, ભીખ માંગિનઈ આપણજી, પાલે તુંહિ અજાણ. ૭૬ રૂકમિણિ મે મરિ મ મરિ રે કાયર તું ઇંહાંજી, નાસી નિજ ઘરિ જાઉં, રકમી રાજા તિહાં લાજ્યાઉ ઘણુંજી, ન સÉ કુંડિન જાઉ. ૭૭ રૂકમિણિ. નવલે નગર તિહાં થાપ્ય અતિ ભલઉજી, ભોજક એહવઈ નામજી, કીતિ-થંભ તિહાં થિર થાપિયઉજી, બલભદ્ર ગુણિ અભિરામ. ૭૮ રૂકમિટિ બલભદ્ર તે અપણી કારિજ કરીઉં, દ્વારિકા નગર મઝારિ સુખ સમાધઈ તિહાં પહુંતલ, યાદવકુલ શિણગાર. ૭૯ રૂકમિણિ દ્વારિકા નગરી પાસઈ આવીયઉજી, મોહન રૂપિ મુરારિ, ૨કમિણિનઇં રંગઇ હરિ બોલીયઉજી, સુણિ સુંદરિ સુકુમાર. ૮૦ રૂકમિણિ
ઢાલ ૬
ઢાલ ધોરણી રે એ નગરી દ્વારાવતી રે, એ મહેલ મેરા દીસઈ રે, નીપજાવી સુરગણ મિલી રે, દેખતા મન હીંસઈ રે. ૮૧ મહારે કાડડે હો રૂકમિણિ, લે હરિ આવીય હો, જાણિ કિ અપછર લાવીયઉહો.. કૃષ્ણ કહઈ વન માહિરા રે, રમીયાં મન આણંદઈ રે, સફલ હુઈ વન માહરલ રે, મનનઇ પરમાણું દઈ રે. ૮૩ મહારે તવ પ્રસ્તાવ લહી કરી રે, રૂકમિણિ હરિનઈ બોલઇ રે, દાસિ તણી પરિ લેઇનઇ રે, તઈં આણી રંગરેલાં રે ૮૪ મ્હારે. સઉકિ તણી હાસઉ વલી રે, કિમ સહિસ્યાં ગુણવંતો રે, કૃષ્ણ કહઈ સગલ્યાં ધુરઇ, કરિરૂંઉ હરખ હસંતો રે. ૮૫ મ્હારે. ગંધર્વ વિવાહઈ કરિ સહી રે, પરણી રૂકમિણી રાણી રે, રાત્રિ તિહાં સુખ ભોગવઇ, હરિ કમિણિ ગુણ-ખાણી રે. ૮૬ હારે
Page #15
--------------------------------------------------------------------------
________________
Vol. IIT- 1997-2002
૨૩૫
વાચક લબ્ધિરત્નકૃત.... રામતિ નઈ કાજઇ તિહાં રે, પ્રભાત સમઈ મનિ ભાવઈ રે, લખમી તણઉ જિહાં દહેરઉં, તિહાં વેગઈ હરિ આવઇ રે ૮૭ મ્હારે ઉપાડી લખમી તણી રે, મુરતિ અવર ઠાઈ રે, મૂકીનઈ રૂકમિણિ તિહાં રે, સીખ દેઇ સુવિચારો રે. ૮૮ મ્હારે આંખિ તણી મિટકાઈવઉરે, ન કરે કિંપિ લગારો રે. સત્યભામાનોં આગમતું રે, સીખ દેઈ સુવિચારો રે. ૮૯ મહારે નગર પહુતઉ તિહાં રે, જિહાં ભામા વરનારી રે, પૂરતરાજ કહિ મો ભણી રે, કિહાં મૂકી સિણગારી રે. ૯૦ મ્હારે. કૃષ્ણ કહઈ ભામાં પ્રતઈ રે, લખમી ધરિ તે જાણ રે, એ વાત સાચી અછઈ રે, સુણિ સુંદરિ સુજાણો રે. ૯૧ હારે
ઢાલ ૭ રાગ મલ્હાર
નારી હિવ હમકું મોકલ હિવ ભામાં વેગઇ કરી, સઉકિ તણી છંદ માંહેરે, ચાલી રૂકમિણિ જોઈવા, કઉતિગ કાજિ ઉછાહે રે. ૯૨ દિવ જોવત જોવત તિહાં સહી, પહતી લખમીનઇ ઠાંમો રે, પરતિખ તિહાં લખમી સહી, બઈઠી ગુણિ અભિરામો રે. ૯૩ દિવા ચિત્રહારાની અતિ ભલી, ચિત્રકલા જગ સારો રે, કર જોડી તે હરખ ચું, પાય લાગી. કરઈ જુહારો રે. ૯૪ હિવટ હરિ આણી જે અભિનવી, નારી રૂપિ પ્રધાનો રે. તેહથી રૂપ જુ અતિ ઘણઉ, કરિયો અતિ બહુમાનો રે. ૯૫ હિવટ પૂજ કરેઢું તાહરી, વંછિત પૂરઉ કામો રે, અમ કહી વલિ વલિ તિહાં, પાય લાગઇ અભિરામો રે. ૯૬ હિવટ ઉરહઉ પરહ જોવતી, ભામાં બોલઈ તામો રે, કિહાં મૂકી ધુરત તુમ્હ, દિખાલ મુઝ ઠામો રે. ૯૭ હિવટ કૃષ્ણ કહઈ આધા ચલઉં, દિકખાલુ તુચ્છ રંગે રે, દહેરા માંહિ અછાં તિહાં, આવ્યઉ ઉછરંગઈ રે. ૯૮ હિવત આવત દેખી માધવ, રૂકમિણિ ઉઠી તામો રે. હસી કરી કૃષ્ણ જ કહઇ, એહનઈ કીધ પ્રમાણો રે. ૯૯ હિવટ
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૩૬
કનુભાઈ દ્ર. શેઠ
ઢાલ ૮ રાગ ધન્યાસી
શ્રી સીમંધર વંદ ભગત, એ ઢાલ
ભામા બોલઇ હિરનઇ હિંસ કરી, એ કપટ તણી વિ વાત, તાહરી કીધી હું જાણું સહી, ધરત-ગુણ સુવિખ્યાત. ૧૦૦ ભામા એહનઇ ગિનઇ લાઇ સહી, માયા કરિ મહારાજ,
કૃષ્ણ હસીનઇ ભામાનઇ કહઇ, કિસઉ હ્રયઉ અકાજ, ૧૦૧ ભામા
બહિન તણે પગલે ખિ લગતાં, કેહવઉ દોષ વિચાર,
એ તુઠી સવિ ઇચ્છા તાહરી, પુરસ્યઇ જ્યુઉ દાતાર. ૧૦૨ ભામા
કોપ કરીનઇ તનુ ભામા, તણઉ કંપઇ વારોવાર,
તિહાંથી ચાલી ગજગતિ, માલ્હત પહુતી નિય ઘરબાર. ૧૦૩ ભામા
આઠે કૃષ્ણ તણી રાણી સહી, તિયાં માંહિ રૂકકિંમણિ સાર. કૃષ્ણઇ થાપી પટરાણી કરી, પુન્ય હિ કરીય ઉદાર. ૧૦૪ ભામા
કલહ કરાવઇ નારદ ઇમ સહી, સીલ તણઇ સુપ્રમાણિ, સિદ્ધ-તણા સુખ તે લઇ, સાચી જિનવર વાણિ. ૧૦૫ ભામા
સીલ વિષયઇ એ ઉપનય, જિન કહ્યઉ શીલોપદેશ મઝાર, સુગુરુ તણઇ ઉપદેસઇ મઇં, લહ્યઉ જાણ્યઉ તત્ત્વવિચાર. ૧૦૬ ભામા
સંવત સોલહ સય હોતરઇ ફાગુ માસ ઉદાર, નવહર નગરઇ એ સંબંધ, રચ્યઉ ગુણે કરી સુવિચાર. ૧૦૭ ભામા
વત્તમાન ગુરુ જગ માંહિ જાણીયઇ, શ્રી જિનરાજસૂરિંદ, શ્રી જિનસાગરસૂરિ સરી સરૂં, આચારિ જ આણંદ. ૧૦૮ ભામા
ખેમકીતિ સાખાઈ અતિ ભલુંઉ, શ્રી ધર્મસુંદર ગુરુરાય, ધર્મમેરૢ વાણીરિ સગુણ નિલઉ, તાસુ સીસ મિન ભાય. ૧૦૯ ભામા
વાચક લબધિરતનગણિ ઇમ કહઇ, મુનિસુવ્રત સુપ્રસાદિ, એ સંબંધ સુપર કકર વાચતાં, દૂરિ જાઇ વિખવાદ. ૧૧૦ ભામા
સીલ તણા ગુણ સુવિધઇ ગાવતાં, રિદ્ધિ વૃદ્ધિ આણંદ, અવિચલ કમલા તે લહઈ, વરઇ પામઇ પરમાનંદ. ૧૧૧ ભામા ઇતિશ્રી શીલ વિષયે ફાગ સમાસં પં૰ હર્ષ લીપીકૃતમ્
Nirgrantha
Page #17
--------------------------------------------------------------------------
________________
વાચક વય્યિરનકૃત....
પાદાન્તરો
નોંધ : પ્રથમ અંક ઠંડી ક્રમાંક અને તે પછીનો એક કડીના ચરણનો ૧,૨,૩,૪ ક્રમાંક સૂચવે છે. અને પછી પ્રત મ
અને વ અંગે સૂચન છે.]
Vol. III . 1997-2002
૧. ૩૧, વર્ણવું.
૨. ૧.૬. નિલ, ૨.
ફલપુર
૪. ૧૪ કરી, ૪.૬. સમરણ હોઇ.
૫. ૧.૪. નીધમિન, ૩૫. વર્ણવું.
૬. ૩.૨ લધિ.
શ્રી જિનવન પ્રત માં નિવાસની નથી.
છે. ૨.૫. સુવિખ્યાતા રે, ત્ર તિમાં,
રૂ. નવો; સ્વ. ભલો.
૮. ૧.૨. સુનિશ્ચલ ૪.૬ રિજો. . મન.
૯. ૨. બહુલા,
૧૦. ૧,૨ ઉપર તુમ્હે ૩.વ. દૃષ્ટાંત સુહામણો ૪.૨ ભાગઇ.
૧૨. ૩૬ ધ્વારિકા.
૧૩. ૨૬ કૃષ્ણ.
૧૪. ૧૬ દિવસ નવમો ૩૬ સહુ ૪.૬ યત્નોર,
૧૫. ૬૫ ર.૫ રિખ સુસંગર્હ ૩.૫. કૃષ્ણ,
૧૭. ૧૬ ક્ષિણ એ એક રૂમ સત્યભામાના ઘર. ૪. વેગ.
૧૯. ૧૪ તિણ ૩૬ મહિ.
૨૦, ૩ કૃષ્ણ ૪૬ એ કરતી હુલીયા.
૨૧. ૪૧ જે.
૨૨. ૨૬ તિણ ૩૬ ગયા ૪૪ કુડિનનયર વ. ઢાલ-રાગ કેદારા ગડી' નથી. લિ . સુરંગઇ, ૨૬. ૩૬ નારિદ કહીયા. ૪.૬ રૂકમણ.
૨૫. ૧
૨૭. ૧૬ પુરુષરત્ન ૩.૬. રાગણિ.
૨૮. ૧.૨, ગમિન ૨.૬. ગયઓ. ૩૦.૪૨ મનરંજઉ
૩૧, ૧૪ રૂપિ
૩૨. ૨. વ તુôઈ ૪૬માં આ ચરણ નથી.
૩૩. ૧,૬ માં ચરણ નથી. રત્રમાં આ ચરણ નથી. ૩માં ચરણ નથી.
૩૪. ૨.૬ જાચઉ ૩૬. નારણનઇ, વ. સનમાન ૪૬ પાઉ
૩૫. ૨.૪ કરઇ ૩૬. તુમ્હ ૪૬. થાઇ વ. રામચંદ કર વાગિઆ.
૩૭. ૨૬. નહીય લિગાર, ૪૬ જેમ,
૨૩૭
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૩૮
કનુભાઈ વ. શેઠ
Nirgrantha
૩૮. ૨૩ ભણેરી ૪.માં આ પંક્તિ નથી. ૩૯, ૨૪ હજી ૪૦. ૧૨ રૂપક, ૩. તામ, ૪૧ હુઈ ૪૧. પ્રત વમાં ચરણ ૨, ૩, ૪ નથી. ૪૩. ૪વ સાથિ.
‘રાગઃવેલાઉલ' એ શબ્દ નથી. ૪૪. ગોહિર, વમાં અત્રે “રંગી લે મોહન.’ શબ્દો વધારાના છે. ૩૪ વીવાહ થાયીઓ ૪૫. ૧૩ આપીપલ. ૪૭. ૩ દેહરઈ. ૪૯. ૧૫ ગિરિધર. ૫૦. ૨૪ ભૂયંગ. ૫૧. નોંધ. પ્રત માં કડી ૫૧ થી ૫૮- ૨૧મી કડીમાં ચરણ બે અને ત્રણ નથી. ચરણ બેને સ્થાને ચરણ ચાર છે.
ચરણ ત્રણ અને ચારને સ્થાને કડી “પર'ના ચરણ એક અને બે છે. આ પછી. કડી પરમાં ચરણ એક અને બેને સ્થાને તે જ કડીના ચરણ ત્રણ અને ચાર છે અને ચરણ ત્રણ અને ચારના સ્થાને પછી કડી ૫૩ના ચરણ એક
અને બે છે. આ રીતે આ ક્રમાનુસાર કડી ૫૮ સુધી ચાલે છે. કડી ૫૯માં માત્ર ચરણ ત્રણ અને ચાર જ છે. ૫૩. ૧૨ રુક્મણિ. ૫૪. ર૦ વેણુ ૪૬ પૂર્યઉં. ૫૫. ૧ત્ર તિહાં. ૫૮. ૨.4 અપા. ૬૦. ૧૪ દૂર વે તેમનહતd. ૬૧. રસ વિચાર ૪૩ લગાર. ૬૩. ૪વ સકજ. ૬૪. ૩૫ હું આવીરૂં.
રાગ સિંધુ આસાપ્રીતડી ન કીજઇ નારિ, એ ઢાલ. ૬૮. ૩૦ ઉભઉ. ૬૯, ૧.૨ આવ્યો. ૩૪ દધિ. * મંથાણસ્ય ૪ ‘ભેઈ' શબ્દ નથી. ૭૦, ૨મ ભંજ, ૨ કીયા ૩ય સાથરા. ૭૧. ૧૦ સુભ ૨૪ ‘તે’ શબ્દ નથી. ૩.૨ અતિહિ. ૭૨. ૪૬ બોલિ. ૭૩. ૩૫ જે હિ મન ૭૪. ૩૨. ઊભી ક્વ રહ્યોજી. ૭૫. ૧૫ અનામઈ વે ભલઈજી. ૩૧ મંડયો, સુંજી. ૭૬, ૨૪ મૂકયો જાંણી. ૭૭. ર૩ નઈ ૩૩ લાજયો ૪. ન સકઇ. ૭૮. ૧૨ થાપ્યો.વ. ભલોજી ૩૩ થાપીપઉજી ૪૬ ગુણે.
ભૉ. રામ ખંભાઈ વસો હસાની જાતિ.
Page #19
--------------------------------------------------------------------------
________________
Vol. IIT-1997-2002
વાચક લબ્ધિરત્નકૃત....
૨૩૯
૮૨, ૧૨ કોડ રે. ૨. ઘરિ ૩. જાણે ૩૫ અપછર ભાવ. ૮૪. ર૪ હરિ બોલ ઇ. ૮૫. ૩૨. સંગલા. ૮૭. ૨.૨ સમય. ૩૪ લિખમી. ૮૮, ૩.સીખ દેઇ કિમિણિ તણી રે, ૪% હું જાવું છું કામઇ રે. ૮૯. પ્રત માં આ કડી નથી. ૯૦. ૧૩ નગરમાંહિ. ૯૧. ર૩ હરિ.
૨. વાત મ કહો વ્રત તણી, એ ઢાલ, ૯૨. ર૩. ઠાંમાં. ૩ હરખતું. ૯૭. ર૩. નામો રે. ૩. તુહે. ૯૮. ૩૦ દિખાલુ.
4. ચરણ કરણધર મુનિવર વંદીયઇ, એ ઢાલ, ૧૦૧. ૧. પાએનઈ. ૧૦૨, ૪૦ જુ દાર. ૧૦૬, ૨૨ મઝારિ ૪૬ વિચારિ. ૧૦૭. ૧૩૪ છોત્તર ર૩ ફાગણ માસ. ૧૧૦. ૧૫ “ઈમ' શબ્દ નથી. ૧૧૧, ૧.૮, તેહેલાં
૪. ઇતિ સીલ વિષયે કૃષ્ણ રુકમિણિ ચઉપઈ સમાસા, પંડિત મહિમાકુમાર ગણિ.
Page #20
--------------------------------------------------------------------------
________________ 240 Nirgrantha ધર્ડ અર્ધમત્તાઈ અકાજ અગાહ અપછરે અવદાતો અહિનાણ આમણદુમણિ ઉછરંગી ઉપનય ઉરહ પરહલ કદંલીથભા કબંધ ગુપતિ ગુહિર ચંગઇ જુહારો ઠાં થ દહેવટ્ટ દિસયંત ધાવ પઠાવઉ પતિ ભણેરી ભૂયા મિસઇરી રલિયા રામતિ લહુડી વિભાગી વાલણ સઉદી સાવદ્ય સુપસાઉ સુરતઃ હીલા કનુભાઈ દ્ર. શેઠ કઠિન શબ્દાર્થ સિં=સંત, પ્ર=પ્રાકૃત, પ્રા.શુ=પ્રાચીન ગુજરાતી, સેકટેશ્ય 383 એક મુનિ 101/4 અકાર્ય, ન કરવા જેવું કામ 22/4 અગાધ 82/3 એસરા 3/4 યશસ્વી 75/4 નિશાન. સિંહ અજ્ઞાન) 402 ચિંતાતુર, ઉદાસ (સં. અમનદુર્ગા) 504 ઉત્સાહથી, આનંદથી (સં૩) 106/1 દૃષ્ટાંત, વસ્તુનો ઉપસંહાર કરીને કહેવું છે. નજીક દૂર 312 કેળનો સ્તંભ 71/4 42/2 ગુપ્તપણે ( ગુH) : 442 ગંભીર (અવાજ) 142, 53/4 સુંદર, સરસ (0) 944 નમસ્કાર, પ્રણામ. (રે. ગોદાર) 466 સ્થાન, ઠેકાણે 704 ઠઠ, સમુદાય (ટ્રેડ થઈ 702 જળમૂળથી નાશ 102 દષ્ટાંત પર 4 દોડ્યા (સં. ધાર્વતિ) 34/1 મોકલ્યો (લંડ પ્રસ્થાપિત) 933 પ્રત્યક્ષ 393 બોલે, કહે. (મrત્તિ) 38/2 42/3 બાને (લંડ પs) 304 આનંદ 87/1 રમત, ક્રીડા (સં. રમ્ પરથી) 234 લધુ વયસ્ક, નાની (સં. નપુ) 27/2 બડભાગી, બહુ ભાગ્યશાળી પર પાછું વાળવા (સં. વતિય) 922 સપની, શક (સંસપતી) 91 પાપકર્મો, નિંદકર્મો (a0) 1/2 સુપ્રસાદ, કૃપા (સં. સુસ) 322 કલ્પવૃક્ષ (સં. સુરત) 202 અવહેલા, તિરસ્કાર