________________
૨૨૮ કનુભાઈ ત્ર. શેઠ
Nirgrantha લજ્જાવશ ૨કમી રાજા નાસી જતો નથી. પણ તે ત્યાં રહીને “ભોજકંટક' નામનું નગર વસાવે છે અને ત્યાં બલભદ્રના કીર્તિસ્તંભની સ્થાપના કરે છે.
નવી પરણીને લવાયેલી ‘ભામા' અંગે કૃષ્ણ અને સત્યભામા વચ્ચે થયેલો સંવાદ કવિએ નાટ્યાત્મક રીતે રજૂ કર્યો છે.
નગર પહુતી તિહાં રે, જિહાં ભામાં વરનારી રે, ધૂરતરાજ કહિ મો ભણીરે, કિહાં મૂકી સિણગારી રે ૮૯, હારે. કૃષ્ણ કહઈ ભામાં પ્રતઇ રે, લખમી ધરિ તે જાણી રે,
એક વાત સાચી અછઇ રે, સુણિ સુંદરિ સુજાણો રે’ ૯૦. મહારે. વળી કણે રુક્મિણીને સર્વ રાણીમાં પટરાણી તરીકે સ્થાપવા માટે પ્રયોજેલી કપટ-યુક્તિ છતી થઈ જતાં કોપાયમાન થયેલી સત્યભામાનું આ શબ્દચિત્ર કવિની મનોહર ચિત્રાત્મક વર્ણન શક્તિનો સુંદર નમૂનો છે.
‘ભામાં બોલઇ હરિ-નઈ હસિ કરિ, એ કપટ તણી સવિ વાત તાહરી કીધી હું જાણું સહી, ધુરત-ગુણ સુવિખ્યાત. ૧૦૦ ભામા બહનિ તણે પગલે સખિ લાગતાં, કેહવઉ દોષ વિચાર, એ તુઠી સવિ ઇચ્છા તાહરી, પુરસ્પઈ યુઉ દાતાર. ૧૦૧ ભામા કોપ કરીનઈ તનુ ભામા, તણી કંપઈ વારોવાર,
તિહાંથી ચાલી ગજગતિ, માલ્વતી પહુતી નિય ઘરબાર’ ૧૦૨ ભામાં કાવ્યને અંતે કવિએ પ્રસ્તુત ‘ઉપનય’ શીલોપદેશમાલામાંથી લીધો છે, એમ જણાવી કાવ્યનું સમાપન કરે છે :
સીલ વિષયઈ એ ઉપનય, જિમ કહ્યઉ શીલોપદેશ મઝાર,
સુગુર તણાં ઉપદેસઈ મઇ, લહ્યઉ જાણ્યઉ તત્ત્વ વિચાર' ૧૦૬ ભામા સંવત ૧૬૭૬ (ઈ. સ. ૧૬૨૦)માં પ્રસ્તુત સંબંધની રચના “નવતર નગરમાં થઈ છે એમ ઉલ્લેખ કરી કવિ પોતાની ગુરુપરંપરા વર્ણવી શીલનો મહિમા વર્ણવી કાવ્ય સમાપ્ત કરે છે.
કર્તાએ પોતાની ગુરુપરંપરામાં ગચ્છનું નામ આપ્યું નથી : પણ જિનરાજસૂરિ, અને જિનસાગરસૂરિ નામો આપી પછી ક્ષેમકીર્તિશાખાના ધર્મસુંદર અને ધર્મને સરખાં નામો આપી પોતાને છેલ્લા મુનિના શિષ્ય હોવાનું પ્રગટ કર્યું છે. ઉત્તર મધ્યકાળની ઉપલબ્ધ સાહિત્યની ગુર્નાવલીઓ જોતાં કર્તા લબ્ધિરત્ન કયા ગચ્છમાં થઈ ગયા તેનો નિશ્ચય થઈ શકતો નથી. (શું તેઓ એ કાળે બૃહદ્ તપાગચ્છમાં જે લબ્ધિસાગર થઈ ગયા છે તે જ હશે ?) રચના-સ્થાન “નવહરનગરનો નિશ્ચય થવો બાકી છે.
ટિપ્પણો : ૧. મોહનલાલ દલીચંદ દેસાઈ, જૈન ગૂર્જર કવિઓ, ભાગ-૩, બીજી આવૃત્તિ (સં. જયંત કોઠારી) મુંબઈ ઈસ.
૧૯૯૭ પૃ ૧૯૬. ૨. અગરચંદ નહાટા, પ્રવીર વ્યાઁ #ી -પરંપા, ધારતીય વિદ્યામંદિર શોધ પ્રતિષ્ઠાન, વીવાનેર . સ. ૧૬૨૨, પૃ. ૪૨. ૩. અતિમુક્ત કેવલજ્ઞાની હતા તેવું શત્રુંજય પરનાં કલ્પાદિ સાધનોથી સુવિદિત છે.
Jain Education international
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org