________________
Vol. III - 1997-2002
શૈલીને અનુસરી કાવ્યના વસ્તુનું સૂચન કરે છે.
વાચક લબ્ધિરત્નકૃત....
તિણિ ઉપરિ તુમ્હે સાંભલઉ, રુક્મણી ભાંમા કેર રે, અતિ દિસયંત સુહામણઉ, ભાજઇ ભવભય ફેરઉ રે. ૧૦ સી.
અલકાપુરી સમાન દ્વારિકા નગરીનું વર્ણન કવિ માત્ર બે જ પંક્તિમાં કરે છે.
સોરઠ દેસ સુહામણઉ, સમુદ્ર તણઇ વીર તીરઇ રે,
બાર-જોયણ લાંબી ભલી, નવ-જોયણ વરહીરો રે. ૧૧ સી.
છપન-કોડિ જાદવ તિહાં, વસઈ સુખી સુપ્રધાનો રે, દુવારિકા નગરી જાણીયઇ, અલકાપુરીય સમાનોરે, ૧૨ સી.
નગરીનું સંક્ષિપ્તમાં વર્ણન કરી કવિ તરત જ મુખ્ય કથા-વસ્તુ તરફ વેગથી આગળ વધે છે અને ‘વાસુદેવ નવમ’-કિસન મુરારી'ના ત્યાં નારદ ઋષિ આવે છે તે પ્રસંગ નિરૂપે છે. આવેલ નારદને સિંહાસન પર બેસાડી ‘કૃષ્ણ-બલદેવ' ‘પાઈ લાગઈ’-પગે પડી એમની ‘કુશળ વાત’ પૂછે છે. તે પ્રસંગનું નિરૂપણ કવિ પોતાની વેગવતી કથનશૈલીમાં કરે છે તે એમની કથનકલાશક્તિનો દ્યોતક છે.
નારદ ત્યાંથી ઝડપથી સત્યભામાના મંદિર તરફ વળે છે. તે સમયે શૃંગાર સજવામાં વ્યગ્ર સત્યભામાનું અને તે નારદ તરફ લક્ષ ન આપતાં નારદ ક્રોધ કરીને ચાલ્યા જાય છે તે પ્રસંગનું ચિત્ર ઉપસાવવામાં કવિની ચિત્રાત્મક શૈલીનો પરિચય મળે છે.
Jain Education International
‘સોલ-શૃંગાર સજી કરી, બઇઠી ભામા નારી રે,
આરિસા માંહિ મુખ જોવતી, રૂપિ કરી સુસ્નારી રે. ૧૮ સી.
વ્યગ્રપણઇ કરિ તિણિ સમઇ, નવિ દીઠઉં મુનિ રાયા રે.
‘ઇંદ્રના અંતઃપુરમાં પણ મારી કોઈ અવગણના કરતું નથી પણ કૃષ્ણની આ માનીતી હોવાથી મારી ‘સનમુખઇ' -સામે પણ જોતી નથી.' એમ વિચારી સત્યભામાએ કરેલી ઉપેક્ષાથી કોપાયમાન નારદઆકાશગામિની વિદ્યા વડે કુંડિનપુર આવે છે તે પ્રસંગનું કવિ અત્યંત સંક્ષિપ્તતાથી નિરૂપણ કરે છે તે એમના લાધવને સૂચવે છે.
ઇંદ્ર તણી અંતેઉરી ન કરઇ, માહરી હીલા રે,
કિસણ તણઈ માંનઇ કરી, કરતી બવઉહલી લીલા રે ૨૦ સી.
૨૨૫
‘નવ જોવઈ મુઝ સનમુખઇ, ન કરઇ વિનય વિશેષો રે, ક્રોધ કરી અતિ પૂરીયઉ, જેહ કરઇ તે દેખઉ રે. ૨૧ સી.
વિદ્યા આકાશગામિની, સમરી તિણિ મન મોહે રે, તિહાં થકી ઉડી ગયઉ, કુંડિનનયર અગાહા રે. ૨૨ સી.
રુક્મિણીના રૂપવર્ણનનું કૃષ્ણે માત્ર એક જ પંક્તિમાં દોરેલ ચિત્ર કવિની ચિત્રાત્મક વર્ણનશક્તિનું ઉત્તમ નિર્દેશન છે.
‘રૂપઇ કરિ જાણે રતિ-રંભા, તનુ સુકુમાલઇ કદલી-થંભા.' ૩૧. જો.
રુક્મિણી પ્રત્યે આકર્ષિત થયેલ કૃષ્ણે નારદને તે પોતાને મેળવી આપવા કરેલી વિનંતિ-ઉક્તિમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org