Book Title: Khambhatni Be Aprakat Chaitya Paripatio Author(s): Rasila Kadia, Shital Shah Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 3
________________ ૧૭૮ રસીલા કડીઆ, શીતલ શાહ Nirgrantha રાગ દેશાષ-સુહણાની ઢાલ આમરાઇ ગિરનારિ નેમિ જિન”, તેણિ જીરાઉલઇ થાપીયા એ. ભંઇરઇ આદિ જિન અડઠિ બિંબ ધિન, વંદીય સંઘવીય પાટકિ ગયા એ. ૩ (તોટક છંદ) ગયા પાટિક સેગઠાનઇ, ચિંતામણિ ચૌદ સાતસઇ, વિમલ ચઉદ ભંઇરઈ છ[ઇ] બોરપાલિ ઉલ્હસઈ. સંભવનાથ કિરતી ભુંઈરા સહીત, પંચ્યાસી જિન સુંદર, એકસ સતર વિજય ચિંતામણિ નમતાં, આલસ પરિહરું. ૪ ઢાલ ઉત્સર્પિણી અવસરપિણી આરા - એ ઢાલ સાલવી પોલિ સંભવનાયક, બઈતાલીસ જિન પંગવજી, ભુઇરઈ વલી સુવ્રત એકાવન, પંચસયા નવપલ્લવજી. ૫ પારુઆ વાડઈ વીર જિન ચઉમુષી, વ્યાસી નમો અવિલંબજી, શ્રી મુનિસુવ્રત દેહરઈ ભુંદરઇ, દોઇસઈ ચૌદહ બિંબજી, ૬ મહુર પાસનઈ દેહરઇ, પ્રતિમા એકસુ નઇ ઓગણ્યાસીજી, સીમંધર પ્રાસાદિ ત્રણિસઈ, ઊપરિ સ્માર જગીસજી. ૭ અજિત પ્રાસાદિ વીસ જિનેશર, સંભવ જિન નવ્યાસજી, શાંતિ ભવન ત્રીસ નેમનાથ પોલિ, ત્રણસઈ પચવીસજી. ૮ લાંબી ઓટિ સુગ(ખ) સાગર પોલિ, શાંતિ પ્રાસાદિ ત્રીસજી, ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ, અડસઠ જિનવર કહીસિજી, ૯ શીતલનાથિ એકોત્પરિ કહીઇ, સાત્રીસ શ્રી મુહુર પાસજી, શાંતિનાથ તિહાં એકત્રીસ લહઈ, સોમચિંતામણિ પંચાસજી, ૧૦ મહાભિષિમી જગતવલ્લભ જિન, ઓગણપચાસ કહીઇજી, ચંદ્રપ્રભુ બિંબ પાંત્રીસ બોલ્યાં, ગાંધીપાટકિ જઇઇજી. ૧૧ બહુત્તરિશું શ્રી શ્રેયાંસ વંદુ, હવઇ નાલીયરનઈ પાડઇજી, ઋષભ પ્રાસાદિ બહુરિ જિનવર, મુગતિ પંથ દેખાડઇજી. ૧૨ * કાન્યકુબ્ધનરેશ આમરાજાએ શ્રીગિરનાર આદિ તીર્થોનો છે “રી’ પાળતો સંઘ કાઢ્યો ત્યારે તે રાજાએ પ્રતિજ્ઞા લીધી કે જયાં સુધી શ્રીગિરનાર તીર્થપતિ નેમનાથ પ્રભુના દર્શન ન કરું ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. આવી આકરી તપશ્ચર્યાનું પાલન કરતાં તેઓ ખંભાત સુધી આવ્યા. ત્યાં તેમની તબિયત લથડી. આ જોઈને શ્રીસંઘની વિજ્ઞપ્તિથી ગુરુશ્રી બપ્પભટ્ટસૂરિશ્વર મહારાજ શ્રી અંબિકાદેવીની આરાધના કરી. દેવીએ ગિરનાર સ્થિત નેમનાથ પ્રભુના જેવું જ એક બિંબ લાવી આપીને કહ્યું : “આ બિંબના દર્શનપૂજન કરવાથી રાજની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગણાશે. રાજાએ પ્રતિજ્ઞા પૂર્ણ કરી અને પારણું કર્યું. પ્રસ્તુત બિંબની સ્થાપના જિરાફેલા પાર્શ્વનાથના દેરાસરમાં કરવામાં આવી હતી તે ખાસ વિગત કવિએ અહીં નોંધી છે, આજે પણ જીરાળાપાડાના મોટા દેરાસરમાં નીચે નમનાથ પ્રભુનું બિંબ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 45