Book Title: Khambhatni Be Aprakat Chaitya Paripatio
Author(s): Rasila Kadia, Shital Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૧. મતિસાગર કૃત ખંભાઇતિ(ત)ની તીર્થમાલા (સં. ૧૭૦૧) સં. ૧૯૮૨માં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ વિરચિત જૈન ગૂર્જર કવિઓ(ભાગ-૨ પૃ. ૫૬)માં મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાલાનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, જયંત કોઠારી સંપાદિત, સંશોધિત સંવર્ધિત આવૃત્તિ (ભાગ-૪, પૃ ૬૫)માં પણ એથી વિશેષ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. આ અગાઉ ૧૬મા સૈકામાં રચાયેલી કવિ ડુંગરની ખંભાત ચૈત્યપરિપાટી સં. ૧૯૮૨માં (જૈનયુગ પુ ૧ અંક ૯ પૃ ૪૨૮ પર) પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ સં. ૧૬૭૩માં રચાયેલી કવિ શ્રી ઋષભદાસની ત્રંબાવતી તીર્થમાળ મુનિ ભુવનચંદ્રજીના સંપાદન સાથે ઈ. સ. ૧૯૯૭ના અનુસંધાન (અંક ૮, પૃ ૬૨-૭૯ પર)માં પ્રસિદ્ધ થયેલી છે. આ તીર્થમાલાની સાથે તેઓશ્રીએ ‘‘શ્રી સ્તંભતીર્થનાં દેરાસરોની સૂચિ ૧-૨'ની યાદી પ્રગટ કરી છે, જે સં. ૧૯૦૦માં લખાઈ હતી. ત્રંબાવતી તીર્થમાળના સંપાદનમાં તેઓશ્રીએ પદ્મવિજય રચિત ખંભાત ચૈત્યપરિપાટી અને મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાળાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેઓને તે મળી શકી ન હતી. ખંભાતનાં જિનાલયોના ઇતિહાસમાં પ્રસ્તુત બે હસ્તપ્રતો ખૂબ જ ઉપયોગી નીવડે તેમ હતી. રસીલા કડીઆ, શીતલ શાહ સં. ૧૯૯૬માં શ્રી નર્મદાશંકર ભટ્ટે પોતાના ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ નામના ગ્રંથમાં કવિ ડુંગરની ‘ખંભાત ચૈત્યપરિપાટી' પુનઃ પ્રકાશિત કરી હતી અને મતિસાગરની ચૈત્યપરિપાટીનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ કૃતિ માટે અમે ખંભાતના જ્ઞાનભંડારોમાં તપાસ કરી પણ તે ઉપલબ્ધ બની નહીં. અન્યત્ર— લીંબડી, અમદાવાદ જેવા—કેટલાક જ્ઞાનભંડારોમાં પણ તપાસ કરી પરંતુ ક્યાંયથી ઉપલબ્ધ થઈ શકી નહીં. છેવટે મતિસાગરની આ હસ્તપ્રતની નકલ કોબામાં આવેલા આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાંથી ઉપલબ્ધ થઈ. (પ્રત ક્રમાંક-૩૧૨૦૮) અસલ આગ્રાના શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિરમાંથી આ હસ્તપ્રત આ ભંડારમાં આવી છે. આથી આ એક જ હસ્તપ્રતને આધારે અહીં સંપાદન કરાવામાં આવ્યું છે. વિધિપક્ષ (અંચલ)ગચ્છના શ્રી ગજસાગરસૂરિના પ્રશિષ્ય અને પં લલિતસાગરના શિષ્ય મતિસાગરે આ તીર્થમાલા સં. ૧૭૦૧માં ચૈત્ર સુદ પૂનમના રોજ રચીને ગુરુના મનની આશા પૂરી કરી છે. સં ૧૬૬૨માં ગુરુ લલિતસાગરે રાજનગરની ચૈત્યપરિપાટી રચી હતી. મતિસાગરે કર્યે સ્થળે તે લખી તેનો ઉલ્લેખ અહીં નથી. સા૰ જયમલ્લ સા શ્રીમલ્લ સુત પ્રેમજી વેલિજીના પઠનાર્થે મતિસાગરના શિષ્ય જયસાગરે આ હસ્તપ્રત લખી છે. આ પ્રતની સ્થિતિ મધ્યમ છે. તે બે પૃષ્ઠોમાં છે અને સંપૂર્ણ છે. પૃષ્ઠ પ્રમાણ ૨૪.૫ સે૰ મી X ૧૦.૫ સે. મી. છે. પ્રત્યેક પૃષ્ઠમાં ૧૫ પંક્તિઓ અને પ્રત્યેક પંક્તિમાં સરેરાશ ૪૬ અક્ષરો છે. કડી ૩૩ છે. પ્રતમાં વચ્ચે + આ પ્રકારની ફૂદડી આપેલી છે. નોંધ : Jain Education International ૧. પ્રતનું લિવ્યંતર કરતી વખતે ‘ખ’ના અર્થમાં પ્રાચીન પરંપરા પ્રમાણે ‘' લખેલ હોય તો તેને મૂળ અક્ષર ‘ષ' જ રાખ્યો છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 45