Book Title: Khambhatni Be Aprakat Chaitya Paripatio Author(s): Rasila Kadia, Shital Shah Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 2
________________ ૧૭૭ Vd. III - 1997-2002 ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૨. પ્રતમાં જ્યાં અશુદ્ધ પાઠ છે ત્યાં લિવ્યંતરમાં શુદ્ધ કરીને મૂકવામાં આવ્યો છે. ૩, જ્યાં શબ્દ ઉમેરવા જેવો લાગ્યો છે તેને [ ]માં મૂકવામાં આવ્યો છે. પ્રારંભમાં કવિ પોતાના ગુરુ લલિતસાગરને નમન કરે છે અને ત્યારબાદ શ્રી સરસ્વતી દેવીને પ્રણામ કરી ખંભાતની ચૈત્યયાત્રા વર્ણવે છે. પ્રસ્તુત કૃતિમાં ચૈત્યયાત્રા જીરાઉલઈ પાટિક(જીરાળાપાડો)થી આરંભાય છે અને આજનાં શકરપુર, કંસારી જેવાં પરાં વિસ્તારને આવરી લઈ કપુરિમાં બાવન જિનાલયના દર્શન સાથે પૂરી થાય છે. આ યાત્રા દરમ્યાન સંઘવીય પાટિક, લાંબી ઓટિ અને અકબરપુર જેવા વિસ્તારોમાંથી પસાર થયા છે તેનો નામોલ્લેખ કર્યો છે. આ ઉપરાંત જીરાવલા પાનાથના દેરાસરમાં આમ રાજાએ સ્થાપેલા નેમિજિનનો ખાસ ઉલ્લેખ કર્યો છે. કવિએ પ્રત્યેક વિસ્તાર અને તેમાં રહેલાં દેરાસરોની સાથે તે તે દેરાસરોમાંના બિંબની સંખ્યા જણાવી છે. એકાદ સ્થળે પ્રતિમાની અંદાજિત સંખ્યા (માઝનઈ) દર્શાવી છે. વળી, આળીપાડામાંના ચૌમુખજી અને અષ્ટાપદના જિનાલયની તથા કતપુરિમાં બાવન જિનાલયની બિબસંખ્યાનો ઉલ્લેખ કર્યો નથી. વળી, શકરપુરના આદિનાથના જિનાલયની બિંબસંખ્યા સ્પષ્ટ જણાવવાને બદલે પાંચ-સાત કહી છે. આવા સંજોગોમાં અહીં આપ્યા પ્રમાણે જ ગણના કરતાંય આ બિંબસંખ્યાનો સરવાળો એમની ગણના સાથે મળતો નથી. દેરાસર જો ભોંયરા સહિત હોય તો તેનો પણ ઉલ્લેખ કર્યો છે. અંતમાં કવિએ દેહરા, ભોંયરાં અને દહેરાસર–દરેકની સંખ્યા જણાવીને તેમાં બિરાજમાન પ્રતિમાઓની કુલ સંખ્યા ૧૨૧૭૮ દર્શાવી છે તથા ૮૨ દેહરા, ૧૩ ભોંયરાં અને વીસ-એક દેહરાસર ગણાવ્યા છે. અલબત્ત આપ્યા પ્રમાણે ગણના કરતાં આ સંખ્યાનો મેળ બેસતો નથી. આમ, અગાઉ પ્રાપ્ત થયેલી ચૈત્યપરિપાટીઓમાં પ્રસ્તુત કૃતિ એક બહુમૂલું ઉમેરણ છે અને ખંભાતનાં દેરાસરોના ઇતિહાસના અભ્યાસ માટે તે ઘણું ઉપયોગી નીવડે તેમ છે. ૧. મહિસાગર કૃત ખંભાતિની તીર્થમાલા (સં. ૧૭૦૧) ભલે મીંડું પંડિત શ્રી લલિતસાગર સદ્ગુરુભ્યો નમઃ | શ્રી સદગુરુ ચરણે નમી સરસતિ કરીય પ્રણામ, ખંભાતિની હું કહું તીરથમાલ અભિરામ. ૧ ઢાલ પ્રથમ-વીવાહલાની પાટિક જીરાઉલઇ થંભણું ભેટિક ભલઇ, પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ. વાસપૂજ્ય દેહરઇ સતાવન જિનવર, ભૂંડરઈ પનર બિંબ વીર શું એ. મોહન પાસ જિન પ્રતિમા એ ચ્યાર બિન, ભૂંડરઇ પદમપ્રભુ જિનવરુ એ. તિહાં પ્રભુ પચવીસ આદિ જિન છત્રીસ, ઋષભ જિન છય જિનેશર એ. ૧ (તોટક છંદ) જિનેશરુ શ્રી ચંદ્રપ્રભુનઈ એકસુ અઢાર એ, ભંઇરઇ શ્રી અમીઝરાઈ ઓગણચ્યાલીસ સાર એ. શ્રી મુનિસુવ્રત દેહરઇ રે સષર મુરતિ પ્યાર, જીરાઉલઇ શ્રી પાસ જિનનઈ છસઈ છ નિરધાર. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 45