Book Title: Kavya Sangraha Part 1
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ સાગર જેવા વિશાળ વાત્સલ્યભાવથી અનેક આત્માઓને આકષી સેંકડો શ્રેષ્ઠ સાધુઓના પૂજ્યશ્રીએ સર્જન કર્યા. ગમે તેવા દોષિતને પણ વાત્સલ્યપૂર્વક હિતશિક્ષા આપીને દોષની શુદ્ધિ કરાવવાની અજબની કળાને પૂજ્યશ્રી વર્યા હતા. એમના વાત્સલ્યના કારણે મુનિઓ તેમનાથી કયારેય છૂટા પડવાની ઇચ્છા ન કરતા. હંમેશા લગભગ ૪૦-૫૦ સાધુઓ તેમની સાથે જ રહેતા. ચાતુર્માસમાં ક્ષેત્રો સાચવવા મોકલવા પડતા ત્યારે સાધુઓ ન છૂટકે આંખમાં આંસુ સાથે છૂટા પડતા અને ચાતુર્માસ પૂર્ણ થયે તુરત જ પાછા આવી જતા. સામાન્યતઃ ગચ્છાધિપતિ આચાર્યને સાધુ-સાધ્વી ઉભય સમુદાય હોવાનું શાસ્ત્રમાં વિહિત છે. પણ આ જ તેમનું ગીતાર્થપણું હતું કે પોતાના યુવાન સાધુઓના બ્રહ્મચર્યની રક્ષા માટે તેઓએ સાધ્વી સમુદાય રાખ્યો ન હતો. સંઘની ઉન્નતિ, આબાદી, શાંતિ, સંગઠન, રક્ષા માટે હંમેશા માત્ર ચિંતિત નહિં પણ પ્રયત્નશીલ રહેતા. સંવત ૧૯૯૨થી તપગચ્છ તિથિ આરાધના નિમિત્તે થયેલ સંઘભેદથી તેઓ ખૂબ જ વ્યથિત હતા અને તેને નિવારવા માટે ખૂબ જ પ્રયત્ન તેઓ કરતા. તેઓ હંમેશા કહેતા, “અપવાદમાર્ગનું આલંબન લઈને પણ સંઘભેદ મિટાવવો જોઈએ. શાસ્ત્રો એકાંત ઉત્સર્ગ જ નથી બતાવતા, એકાંતે અપવાદ પણ નથી બતાવતા, જે કાળે ઉત્સર્ગ કે અપવાદ જેનાથી સંઘને લાભ થતો હોય તે અપનાવવું જોઈએ. સંઘભેદથી થતી ભયંકર શાસન-અપભ્રાજનાનું અપવાદમાર્ગનો આશ્રય લઈને પણ નિવારણ કરવું જોઈએ. આવા સમયે અપવાદ માર્ગ ન સ્વીકારીએ તો જ આજ્ઞાના વિરાધક બનીએ.” પ્રાંત તેઓએ અપવાદ માર્ગનું આલંબન લઈ સંવત ૨૦૨૦માં પિંડવાડા મુકામે પટ્ટક કરી મહદંશે સંઘભેદનું નિવારણ કર્યું. મુંબઈમાં ઘણાં સંઘોમાં સ્વપ્નદ્રવ્ય અમુક પ્રમાણમાં સાધારણમાં લઈ જતા હતા તેથી દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગતો હોવાથી તેનું નિવારણ કરવા પૂજ્યશ્રીએ મુંબઈના જૈન ટ્રસ્ટોનું “મધ્યસ્ય સંઘ'ના નામે સંગઠન કરાવી તેઓને શાસ્ત્રથી અબાધિત માર્ગ બતાવ્યો. દેરાસરનિભાવવા ખર્ચમાં પહોંચી ન વળાય તો પૂજાદિની ઉછામણીઓની રકમ, આરતિ-મંગળદીવાની ઉછામણીની રકમ, સ્વપ્નની ઉછામણીની રકમ વગેરે ખર્ચ દ્વારા તે પૂરો કરવો. કેમકે એ કલ્પિતદ્રવ્ય છે અને કલ્પિતદ્રવ્યનો દેરાસરના સર્વ કાર્યમાં ઉપયોગ કરી શકવાનું શાસ્ત્રસંમત છે પરંતુ સ્વપ્નદ્રવ્યને સંપૂર્ણપણે દેવદ્રવ્યમાં લઈ જવું. જરાપણ સાધારણમાં લઈ જઈ શકાય નહિં. યુવાનોના સંસ્કરણ માટે પૂજ્યશ્રીએ વેકેશનમાં ધાર્મિક શિબિરો શરૂ કરાવી. | વિ.સં. ૨૦૨૩નું છેલ્લું ચાતુર્માસ પૂજ્યશ્રીએ ખંભાતમાં કર્યું. તેઓની વય ૮૪ વર્ષની હતી. ધીમે ધીમે તેઓનું સ્વાસ્થ કથળવા લાગ્યું. ગ્વાસ વગેરે વધવા માંડયા. વૈશાખ વદ ૧૧ના દિવસે એમનું આસન ઉપાશ્રયના બહારના હોલમાંથી પાછળ જ્ઞાનમંદિરના હોલમાં લેવામાં આવ્યું. સંધ્યા સમય થયો. પ્રતિક્રમણ કર્યું. ઉપમિતિના પદાર્થોના પાઠ કર્યો. સાધુઓના મુખેથી સ્તવન-સઝાય સાંભળવાં લાગ્યા. મુનિ ગુણરત્નવિજયજીએ અવંતિસુકુમાલની સઝાય સંભળાવી. સૂરિમંત્રનો જાપ કરવા વસ્ત્રપરિવર્તન કર્યું. સ્પંડિલની શંકા થતા પુનઃ વસ્ત્રપરિવર્તન કરી અંડિલ ગયા. જેવા પાટ પર આવ્યા ત્યાં ભારે શ્વાસ તથા છાતીમાં દર્દ શરૂ થયું. એક બાજુ અસહ્ય દર્દ છે. બીજી બાજુ મોઢામાંથી સર્વ સાધુઓ પ્રત્યે ખમાવુ છું’ શબ્દો નીકળ્યા. સાથે ‘વીર, વીર’ ઉદ્ગાર ચાલુ થયા. અંતે પૂજ્યશ્રી ઢળી પડયા. આત્મહંસલો ઉડી ગયો. દેહપિંજર પડી રહ્યું. ૬૮ વર્ષનો સંયમપૂત આત્મા મુક્તિમાર્ગની મુસાફરીએ ઉપડી ગયો. સેંકડો સાધુઓના સુકાની, હજારો-લાખો જીવોના આધારભૂત, જિનશાસનના સ્તંભરૂપ, મહાસંયમી મહાપુરુષને કોટિ કોટિ વંદના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 224