Book Title: Karmgranth 05 by 03 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Padarth Prakashan Trust View full book textPage 8
________________ કર્મગ્રંથ પમ ભાગ-૩ જ કમ ગ્રંથ. ૫મો : ભાગ-૩ સ્થિતિબંધ અધિકાર મૂલ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું વર્ણન : વીસયર કોડાકોડી નામે ગોએ આ સત્તરી મોહે તીસિયર ચઉસુ ઉદહી નિરય સુરામિ તિત્તીસા શારદા ભાવાર્થ - નામ અને ગોત્રકર્મની વીશ કોડાકોડી સાગરોપમ, મોહનીય કર્મની સીત્તેર કોડાકોડી સાગરોપમ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય- વેદનીય તથા અંતરાય કર્મની ત્રીશ કોડા કોડી સાગરોપમ તથા દેવતા અને નારકીનાં આયુષ્યની તેત્રીશ સાગરોપમની રિથતિ હોય છે. શરદી ૧. સાગરોપમ કોને કહેવાય ? ઉત્તર સાગર અતર. જે ઘણો મોટો હોવાથી સમુદ્રની જેમ તરીને લાંબા કાળે પણ પાર ન પામી શકાય તેવી ઉપમાવાળાને સાગરોપમ કહેવાય છે. ૨. નામ તથા ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર નામ અને ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વીશ કોડાકોડી સાગરોપમનો હોય છે. ૩. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય? ઉત્તર મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની હોય છે. ૪. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય તથા અંતરાયણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉત્તર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય તથા અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210