Book Title: Karm Vichar
Author(s): Chimanlal Dalsukhbhai Shah
Publisher: Manivijayji Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ પ્ર સ્તા વ ના પરમ પૂજ્ય આગમહારક-ધ્યાનસ્થ સ્વઅંત આચાર્યદેવ શ્રીમાન આનંદસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્ય પંન્યાસ શ્રાવિજયસાગરજી ગણિના શિષ્ય ગણિવર શ્રી લબ્ધિસાગરજીએ કર્મગ્રંથ અંગે કાંઈક લખાણ મારે આધુનિક શિલિએ લખવું તેમ મને જણાવ્યું. મારી તે માટે તૈયારી ન હોઈ મેં કાંઈક આનાકાની કરી. મારો અભ્યાસ તસ્વાર્થાધિગમ સૂત્રથી કાં પણ આગળ ન હતા, છતાં તેમની પ્રેરણાને દષ્ટિ સન્મુખ રાખી મેં તે અંગે દૃષ્ટિ દોડાવવા માંડી અને વાંચન અને નોંધ કરવાનું શરૂ કર્યું. આ અંગે કાંઈક વધારે માહિતી મેળવવા ભરૂચના સુશ્રાવક અનૂપચંદ મલકચંદકૃત પ્રશ્નોતરમાળા, પંચસંગ્રહ, સ્થાનાંગ, સમવાયાંગ અને ઉત્તરાધ્યયન આદિ આગમગ્રંથના અનુવાદો વાંચ્યા, તારવ્યા અને નેધ કરી. તે પરથી સમન્વય કરી કર્મવિચાર, અને જીવને ઉત્ક્રાંતિમ દર્શાવતી પૂર્તિ તૈયાર કરી. જીવને ઉજાંતિમ દર્શાવતી એક પૂર્તિ અકામ અને સકામ નિર્જરા અંગેની વિચારણા જીવને પિતાના આદિરવરૂપના વિચાર કરવા પૂરતી છે; જ્યારે બીજી પૂર્તિ ગુણસ્થાનના વિચાર પૂરતી છે. આમાં પણ પહેલી માત્ર કલ્પના વિહાર સદશ છે, જ્યારે બીજી આદમ અનુસાર છે. કર્મવિચારમાં આ બે વસ્તુ ઉમેરવાનું કારણ વાચકને અકામ નિજારો અને સકામ નિર્જરા વચ્ચેના ભેદની માહિતી અને તુલના દર્શાવવા પૂરતું છે; તે પરથી જીવ કયા મે પ્રગતિના પથે કયી કયી રીતે આગળ વધી શકે તે દર્શાવવા ગુણસ્થાનવિચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 156