________________
૧૪૨
કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ–૨
પ્રથમ વર્ગણામાં જેટલું દલિક નાંખે છે તેના કરતાં એની બીજી વર્ગણામા વિશેષહીન નાંખે છે. એમ ચરમઅપૂર્વસ્પર્ધકની ચરમ વર્ગણા સુધી વિશેષહીન-હીન જાણવું
(૨) એ ચરમવર્ગણા કરતા પ્રથમ પૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અસ ગુણહીન દલિક નાંખે છે અને પછીની વણાઓમાં વિશેષહીનવિશેષહીન નાંખે છે.
(૩) તે તે વર્ગણામાં નવું-જૂનું કુલ દલિક જેટલું હોય છે તે દૃશ્યમાન દલિક કહેવાય છે. અપૂર્વસ્પર્ધકોની વર્ગણાઓમાં જૂનું દલિક તો હોતું નથી. તેથી નવુ પડતુ દલિક જ દૃશ્યમાન હોય છે. એના કરતા પૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણાથી ચરમ પૂર્વસ્પર્ધકની ચરમવર્ગણા સુધી દલિક ગોપુચ્છાકારે હોય છે.
(૪) અમ્ભકર્ણકરણાતાના પ્રથમસમયે બધા અપૂર્વસ્પર્ધકોનો અને પૂર્વસ્પર્ધકોમાંથી મંદરસ તરફના અનંતમા ભાગના સ્પર્ધકોનો ઉદય થાય છે. બંધ માટે પણ આ પ્રમાણે જ જાણવું. માત્ર ઉદય કરતા બંધ અનંતગુણહીન હોય છે.
૧૭ અશ્વકર્ણકરણાબા દ્વિતીય સમય અધિકાર
(૧) પ્રથમ સમયે (પૂર્વસમયે) ઉપાડેલા દલિક કરતા અસગુણ દલિક પૂર્વસ્પર્ધકોમાંથી ઉપાડી, પ્રથમસમયે જે અપૂર્વ સ્પર્ધકો બનાવેલા એની નીચે એના કરતા અસમા ભાગ પ્રમાણ નવા અપૂર્વસ્પર્ધકો બનાવે છે.
થતા
(૨) એમાંના સૌપ્રથમ અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં સર્વાધિક દલિક નાંખે છે. એની બીજી વગેરે વર્ગણાઓમાં ચાવત્ આ બીજા સમયે નવા ચરમઅપૂર્વ સ્પર્ધકની ચરમ વર્ગણામાં વિશેષહીન-વિશેષહીન દલિક નાંખે છે. એ પછી પ્રથમસમયકૃત (પૂર્વસમયકૃત) જઘન્યસ્પર્ધકની પ્રથમવર્ગણા આવે છે જેમા અસગુણહીન દલિક નાંખે છે. એની બીજી વર્ગણાથી પૂર્વસ્પર્ધકની ચરમવર્ગણાસુધી વિશેષહીન ક્રમે દલિક નાંખે છે, (૩) દૃશ્યમાનદલિક, બીજાસમયકૃત જઘઅપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં સર્વાધિક હોય છે. પછી પછીનીવર્ગણામાં ગોપુચ્છાકારે (વિશેષહીન ક્રમે) ચાવત્ ચરમપૂર્વસ્પર્ધકની ચરમવર્ગણા સુધી હોય છે.