Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 178
________________ પરિશિષ્ટ-લપક શ્રેણિ ૭ ૪૧ સયોગિકેવલિગુણ સ્થાનકાયિકાર(૧) અનંતસમયે જીવ તેરમું સયોગિકેવલિગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. ઘાતી કર્મોનો ક્ષય થયો હોવાથી અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન અને અનંતવીર્યની પ્રાપ્તિ થાય છે. (૨) આ ગુણઠાણાનો જઘકાળ અંતર્મુ અને ઉત્કૃષ્ટ કાળ દેશોન પૂર્વોડ વર્ષ હોય છે. (૩) જ્યાં સુધી આયોજિકાકરણ ન કરે ત્યાં સુધી સયોગિકેવલી ગુણસ્થાનકનિમિત્તક ગુણશ્રેણિ થાય છે જે આયામ અને પ્રદેશ બન્નેની અપેક્ષાએ ઉત્તરોત્તર સમયે અવસ્થિત હોય છે. આયુષ્ય જ્યારે અંતર્મુ, બાકી હોય ત્યારે સયોગિકેવલી ભગવાન અંતર્મુ-કાલપ્રમાણ આયોજિકારણ કરે છે. ત્યારથી જ અયોગિ કેવલી સંબંધી ગુણશ્રેણિનો નિક્ષેપ શરુ થઇ જાય છે. આયોજિકારણનો જ અચાન્ય આચાર્યો આવશ્યકકરણ, અવશ્યકરણ, આવર્જિતકરણ કે આવર્જીકરણ તરીકે ઉખ કરે છે. ત્યારબાદ જેમને વેદનીય વગેરે ત્રણ કર્મોની સ્થિતિ આયુષ્ય કરતાં વધારે હોય છે. તેઓ કેવલિસમુઘાત કરે છે. જેઓને એ તુલ્ય હોય છે તેઓને કેવલિસમુઘાત કરવાનો હોતો નથી. આયુષ્ય કરતાં વેદનીયાદિની સ્થિતિ હીન હોય એવું ક્યારેય બનતું નથી, કપાયખાભૂતના મતે બધા કેવલીઓને P/a સત્તા હોવાથી બધા જ કેવલિસમુઘાત કરે છે. સર કેવલિસમુદાતઅધિકાર(૧) ૮ સમયની આ પ્રક્રિયામાં જીવ આત્મપ્રદેશોને વિસ્તારી પ્રથમસમયે દંડ, બીજાસમયે કપાટ, ત્રીજા સમયે પ્રતર (મન્યાન), ચોથાસમયે લોકપૂરણ કરે છે. ત્યારબાદ આત્મપ્રદેશને સંકોચતા પાંચમા સમયે પ્રતરસ્થ, છા સમયે કપાટસ્થ, સાતમા સમયે દંડ અને આઠમા સમયે શરીરસ્થ થાય છે. ૨) આમાં પ્રથમ સમયે અસંબહુભાગ આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢી દંડરૂપે વિસ્તારે છે. એ વખતે સ્થિતિશાતધ્વારા અસંહ

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186