Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 323
________________ ૩૧૦ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરુષાર્થ થઈ વિચારદશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં શાને જિન ત્યાગ નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવનકહે છે? મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. - આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદામ્યઅધ્યાસ નિવર્તવે તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદામ્યઅધ્યાસનિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી એગ્ય છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જા૫ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાને અલ્પકાળમાં ગ કર ઘટે છે, એમ વર્યા કરે છે.” (પ૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340