Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 332
________________ શ્રીમદુનાં સ્માર ૩૧૯ વખત આવી રહેલા તે તીર્થસ્થળના સ્મરણાર્થે તથા સત્સંગ અર્થે એ એકાંત ઉત્તમ સ્થળ હોવાથી એક સુંદર મકાન તથા દેરાસરની અનુકૂળતા સહિત “નિજાભ્યાસ મંડપ' નામ આપી સ્વ. શ્રી પિપટલાલભાઈ મહેકમચંદ અને તેમના પરિચિત શ્રીમદૂના પ્રશંસકેએ એક સંસ્થા સ્થાપેલી છે, તે પણ સત્સંગનું સુંદર સ્થાન છે. પાછળનાં થોડાં વર્ષોમાં શ્રીમદ્દના પરિચયમાં આવેલા પણ શ્રદ્ધા અને ભક્તિથી રંગાયેલા અમદાવાદના સ્વ. પિપટલાલભાઈ શ્રીમદ્ના દેહોત્સર્ગ પછી મુનિશ્રી લલ્લુજી આદિના સમાગમમાં ઘણે વખત ચરોતરમાં નડિયાદ, ખંભાત વગેરે સ્થળમાં રહેતા. તેવામાં એક કચ્છના વતની બ્રાહ્મણ કુળમાં જન્મેલા સ્થાનકવાસી સંપ્રદાયમાં જૈન દીક્ષા પામેલા પણ સની ધમાં શ્વેતાંબરને, દિગંબરેને, વૈષ્ણવોને અને અનેક વિદ્વાનેને સમાગમ કરી રહેલા શ્રી રનરાજ સ્વામીએ શ્રીમદુની પ્રશંસા સાંભળી ત્યારે તેમને મળવા વિહાર કરી મારવાડથી ગુજરાતમાં આવ્યા. પરંતુ શ્રીમના અવસાનના સમાચાર સાંભળી ખેદ પામ્યા. શ્રીમના પરિચયમાં આવેલી વ્યક્તિઓની શોધ કરતાં શ્રીમદ્ લઘુરાજ (લલ્લુજી) સ્વામી તથા સ્વ. પિપટલાલભાઈને સમાગમ તેમને થયે અને શ્રીમદુનાં વચનના અભ્યાસથી તથા બને ભક્તાત્માઓના પરિચયથી તે પ્રજ્ઞાવંત સાધુના હૃદયને શાંતિ પ્રાપ્ત થઈ. તે શ્રીમદ્ લઘુરાજ સ્વામીના સંગમાં ઘણો વખત રહ્યા. પરંતુ શ્રીમદુના સ્મારક તરીકે આશ્રમ સ્થાપવાની ઈચ્છા થતાં તેમણે શ્રી સિદ્ધપુર પાસે રાજપુર ગામની નજીક “શ્રી રાજમંદિર આશ્રમ” નામ રાખી એક સંસ્થા સ્થાપી છે. ભક્તિ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340