Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 330
________________ શ્રીમના સ્મારકો શ્રીમની હયાતીમાં સં. ૧૯૫૬ના ભાદરવા માસમાં દુષ્કાળને અંત આવ્યો અને ન પાક થયે ત્યારે “પરમકૃત પ્રભાવક મંડળ”ની પેજના સ્વહસ્તે થઈ હતી. ધર્મજીવન અને તત્ત્વવિચારક્ષેત્રમાં પણ દુષ્કાળ વર્તતું હતું, તેને અંત આણવા પિતે ધર્મમૂર્તિરૂપે જીવીને દ્રષ્ટાંત વડે અને અમૃત સમાન જીવંત બોધથી અનેક ભવ્ય આત્માઓના ઉદ્ધારનું નિમિત્ત બની આ દુષમ કાળનું પૂર પાછું વાળવા પરાક્રમ દર્શાવ્યું હતું. પરમશ્રત પ્રભાવક મંડળ”ની યોજના પગભર કરી એક વર્ષનું બાળક થતાં પહેલાં પિતાને વિયેગ થાય તેમ તે કાર્ય અને આ ભવને સંબંધ તેમણે આયુષ્ય પૂર્ણ થતાં છોડી દીધું. પરંતુ તેમના પ્રશંસક વર્ગ અને અન્ય ધર્મપ્રેમી પુરુષના પિષણથી ક૯પવૃક્ષ સમાન એ સંસ્થા દ્વારા અનેક અપ્રસિદ્ધ પુસ્તકે, શ્વેતાંબર દિગંબર આદિ સર્વ સંપ્રદાયના તત્વવિચારકોને આ દુષમકાળ વિતાવવામાં પરમ ઉપગી અને અનન્ય આધારરૂપ પુસ્તક પ્રસિદ્ધ થયાં. સ્વ. રેવાશંકરભાઈ જગજીવનદાસના મંત્રીપણું નીચે તે સંસ્થાએ અનેક ઉત્તમ પુસ્તક દ્વારા જનસમાજમાં અલભ્ય પુસ્તકના અભ્યાસની વૃદ્ધિ કરી છે અને તેવાં પુસ્તકો પ્રગટ કરનારી સંસ્થાઓ ઉત્પન્ન થવામાં પ્રેરણારૂપ બની છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340