Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
३२४
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે, તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે” આમ જે ગુપ્ત રહેવામાં આનંદ માનતા, તે મહાપુરુષનું તેત્રીસ વર્ષનું ટૂંકું આયુષ્ય વીત્યા પછી પણ *તેત્રીસ વર્ષ થઈ ગયાં, તે મહાપુરુષની પ્રશંસા આદિ સાથે તેમને પિતાને કંઈ લેવાદેવા નથી, તેમ આ લેખકને પણ તેમાં કોઈ પણ પ્રકારને લૌકિક લાભ કે સંબંધ નથી. માત્ર મહાપુરુષે જગતના આધારરૂપ છે, પરમ ઉત્કૃષ્ટ સુખ પામ્યા છે તે સુખની ઈચ્છાવાળા સજ્જનેને અવલંબનભૂત છે; સર્વ સુખના દાતા છે; તે પરમ સત્ય તરફ દૃષ્ટિ કરાવવા પૂરતું જ આ પ્રયાસ છે.
આત્મજ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમે માત્ર એક શબ્દથી જે જીવનપલટો થાય છે તે આવા અનેક ગ્રંથેથી પણ થવા સંભવ નથી એમ પ્રતીતિ છતાં, આટલા બધા શબ્દની સંકલ્પના કરવામાં એક માત્ર પુરુષની ભક્તિ કરવાની ભાવના જ હેતુરૂપ છે. ભક્તકવિ શ્રી માનતુંગાચાર્ય “ભક્તામર'માં કહે છે?
"अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति
तचारुचूतकलिकानिकरैकहेतुः ।।" ભાવાર્થ—અ૫ શ્રુતજ્ઞાન હોવા છતાં, મહાશ્રુતજ્ઞાનીઓ જેને હસી કાઢે એવી પામર દશા છતાં હે પ્રભુ! માત્ર તારી ભક્તિ મને પરાણે વાચાળ બનાવે છે; બીજી ઋતુમાં બોલતી જણાતી નથી તે કોયલ વસંત ઋતુમાં મનહર ટૌકા કર્યા કરે
આની પ્રથમવૃત્તિ વિ. સં. ૧૯૯૦ માં લખાઈ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 335 336 337 338 339 340