Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 336
________________ ૨૭ અંતિમ પ્રશસ્તિ “દેહ છતાં જેની દશા, વસે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હે વંદન અગણિત.” જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હેય?” એ વાક્ય વિચારતાં સ્પષ્ટ સમજાય એવું છે કે જેનું અચિત્ય માહા છે એવા મહાપુરુષનું માપ શબ્દથી કદી થઈ શકે નહીં. સૂર્ય સામે દ્રષ્ટિ કરતાં આંખ અંજાઈ જાય છે; સર્વ વસ્તુઓને જોવામાં મદદ કરનાર પરમ પ્રકાશવંત એ પદાર્થ હોવા છતાં, ત્યાં દ્રષ્ટિ ટકતી નથી એટલે એને પ્રભાવ છે, તેમ આત્મસ્વરૂપમાં લીન થયેલા અલૌકિક પુરુષોને અકથ્ય મહિમા કહેતાં “અપાર, અપાર, અપાર; અનંત, અનંત, અનંત એવા શબ્દો વડે વિચક્ષણ પુરુષોએ સમાપ્તિ કરી છે. આ શ્રીમદે “અપૂર્વ અવસરમાં ગાયું છે – જે પદ શ્રી સર્વ દીયું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે ? અનુભવ-બેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપૂવૅ અવસર એ ક્યારે આવશે?” દેહ છતાં જેણે માનઅપમાન સમાન માન્યાં હતાં, એટલું જ નહીં પણ કીર્તિને કલંકરૂપ માની, “અજ્ઞાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340