Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning Author(s): Shantisuri, Dakshasuri Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 7
________________ એકાદ પદ, ક કે ગાથામાં પણ સમાવેશ હોય છે. એવા સંક્ષિપ્ત સંગ્રહના ગ્રંથના ગ્રંથ ભરેલા છે. ચાર પ્રકરણે, કર્મ ગ્રંથે, મોટી સંગ્રહણી વગેરેમાં તે માત્ર સંક્ષિપ્તમાં વિષય નિર્દેશ જ છે. આગળના મેટા ગ્રંથ અને આગમમાં વિશાળ પ્રસ્થાન માલુમ પડે છે. તેની અગાધતાથી આશ્ચર્ય અને જ્ઞાનીઓની મહાશક્તિઓને ભાસ થાય છે. છતાં તેમાં ઘણે ભાગ નાશ પામે છે. જ્યારે, એ ભાગ વિદ્યમાન હશે ત્યારે તેમાં કેટલા પ્રમાણમાં વિવેચન હશે? તેની કલ્પના પણ મુશ્કેલ છે. છતાં હાલ જે વિદ્યમાન છે, તેમાં હાલની શોધે કરતાં હજાર ગણા વિચારે ભર્યા પડયા છે, આપણે માટે તે એ જ્ઞાની પુરુષનાં વચનો જ શરણરૂપ છે. નકામો બુદ્ધિભેદ કરીને ઝાંઝવાના જળ પાછળ દોડવાની જરૂર નથી. દુનિયા આજે દોડવાને પાટે ચડી છે, તેથી તે અટકે તેમ નથી. દોડી દેડીને થાકશે, ત્યારે હારીને રહેશે, અને આખરે તે તેઓને પણ જ્ઞાની પુરુષોનાં જ વચને શરણરૂપ છે. આધુનિક પ્રાણીશાસ્ત્રનું પુસ્તક, તે વિષય ઉપર લખાચેલા જુદા જુદા નિબ છે, જુદા જુદા લેખે, મુસાફરના ભ્રમણ વૃત્તાંતે, પેપરોમાં આવતા કેટલાક પ્રસંગે પ્રસંગે વાંચ્યા છે, વિચાર્યા છે અને તેની સાથે યથાશક્તિ તુલના પણ કરી જોઈ છે. તેમાં કેટલુંક સામ્ય, કેટલાક મતભેદો, કેટલાકમાં તદ્દ જુદાપણું યે જોવામાં આવેલ છે. છતાં આજ સુધીના તુલનામક અભ્યાસ ઉપરથી “જ્ઞાનિઓએ પ્રતિપાદન કરેલ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 209