Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 6
________________ સં. ૧૭૮૫ માં રચી છે. આ બનને વૃત્તિના આધારે અમે ઉક્ત ગ્રંથની સંસ્કૃત છાયા અને વિવેચન લખવા પ્રયાસ કરેલ છે.” આ પ્રમાણે ૩ જી આવૃત્તિમાં કર્તા વગેરે વિષે નિર્દેશ કરે છે. જીવન શાસ્ત્ર આ પ્રકરણને વિષય જીવોને લઇને છે, જૈનશાસ્ત્રોમાં સ્થૂલ અને સૂક્ષમ વિગતથી ભરેલા એ વિષેના વિચારના સેંકડે ગ્રંથે મળી આવે છે. તે સર્વને ટુંક સારરૂપ અને પ્રવેશક તરીકે આ પ્રકરણ છે, આ વિષયના સાહિત્યને હાલના લેકે “પ્રાણીશાસ્ત્ર” કહે છે. યુરેપના આધુનિક સંશોધકો મુસાફરી કરીને તેના ભેદો અને પ્રકારે એકઠા કરે છે. કેટલાક સંશોધકો એક એક પ્રાણી કે તેના વર્ગના આખા જીવનને અભ્યાસ પ્રયોગશાળાઓ મારફત કરીને અનેક હકીકતે તારવે છે. પ્રાણીઓની વિવિધ ચૈતન્યશક્તિ, આહારપદ્ધતિ, ઈન્દ્રિયશક્તિ, જનનપ્રકાર, જીવનપ્રકાર, આયુષ્ય, શરીરરચના, ગુણ, સ્વભાવ વગેરે તત્ત્વોનું કરેડને ખર્ચે પૃથક્કરણ કરે છે. પરંતુ, એ-તત અપૂર્ણ, અવ્યવસ્થિત અને પાશેરામાં પહેલી પૂણી બરાબર છે. જ્ઞાની પુરુષેએ જૈનશાસ્ત્રોમાં વર્ણવેલ આ શાસ્ત્ર વિષે જે કાંઈ લખેલું મળે છે, તેટલું જગત આગળ તેઓ હજાર વર્ષે પણ મૂકી શકશે કે કેમ? એ સંશય છે. કેમકે—કેઈ એક શેધ વિષે હાલના લેખકે એ પુસ્તકનાં પુસ્તક લખ્યાં હોય છે, ત્યારે એ જ વાતને પ્રાચીન ગ્રંથમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 209