________________
બીજો બોલ
જાતિ પાંચ ૧. એકેન્દ્રિય ૨. દીન્દ્રિય ૩. ત્રીન્દ્રિય ૪. ચતુરિન્દ્રિય ૫. પંચેન્દ્રિય
ચેતના આત્માનું લક્ષણ છે. તેનો વિકાસ પ્રાણીમાત્રમાં સમાન નહીં, પરંતુ તારતમ્ય-યુક્ત હોય છે. વિકાસની પહેલી શ્રેણી ઇન્દ્રિય-જ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાન તો કોઈમાં હોય કે ન હોય પરંતુ ઇન્દ્રિય-જ્ઞાન તો અવિકસિત આત્મામાં પણ હોય છે. તેનો જો અભાવ હોય તો જીવ અને અજીવમાં કોઈ ભેદ જ ન રહે.
ઇન્દ્રિયો (ત્વચા, જીહા, નાક, આંખ અને કાન) વડે જીવના જે વિભાગ થાય છે તેને જાતિ કહે છે. જાતિ શબ્દનો અર્થ સદશતા – સમાનતા છે; જેમ કે– ગાય જાતિ, અશ્વ જાતિ. ગાય જાતિમાં કાળી, પીળી, સફેદ વગેરે બધી ગાયોનો સમાવેશ થાય છે. અશ્વ જાતિમાં જુદા જુદા પ્રકારના બધા અશ્વોનો સમાવેશ થાય છે, તેવી જ રીતે એકેન્દ્રિય-જાતિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના બધા જીવોનો સમાવેશ
= હ બીજો બોલ ૭ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org