________________
૧૯૮
જિનતત્ત્વ એક અથવા અન્ય કારણે સૂક્ષ્મ ધ્યાનની પરંપરા જેવી ચાલવી જોઈએ તેવી જૈન ધર્મમાં હાલ ચાલતી નથી. એને લીધે સામાન્ય ગૃહસ્થોમાં ધ્યાનમાર્ગની પરંપરા ઘણે અંશે લુપ્ત થઈ ગયા જેવી સ્થિતિ છે. સાધુસમુદાયમાં ધ્યાનની પરંપરા હજુ પણ જોવા મળે છે અને અનેક મહાત્માઓના જીવનમાં આજે પણ ધર્મધ્યાનની પ્રક્રિયા જીવંત જોઈ શકાય છે. એવા મહાત્માઓ પ્રસિદ્ધિ અને પ્રશસ્તિથી દૂર હોય છે. એટલે ધ્યાનમાર્ગ દ્વારા સાધના કરવા ઇચ્છનારાઓનો પોતે એમની પાસે જવું જોઈએ.
પાતંજલ યોગસૂત્ર'માં અષ્ટાંગ યોગનું મહત્ત્વ વિશદ રીતે સમજાવવામાં આવ્યું છે. યોગમાં પ્રવેશ કરનારને માટે અહિંસાદિ વ્રતો કેવાં ઉપકારક નીવડે છે તેનું મહત્ત્વ પણ તેમાં દર્શાવવામાં આવ્યું છે. અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ક્રમે યોગની ઉત્તરોત્તર સાધના દર્શાવવામાં આવી છે. એમાં બતાવ્યા પ્રમાણે ધ્યાનની સાધના કરતાં પૂર્વે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા સિદ્ધ કરવાં અત્યંત મહત્ત્વનાં છે. શ્રી હરિભદ્રસૂરિજીએ “યોગદષ્ટિસમુચ્ચયમાં આઠ યોગદષ્ટિનો ક્રમિક વિકાસ દર્શાવ્યો છે.
વર્તમાન સમયમાં અમુક વર્ગોમાં જિજ્ઞાસા અને રુચિને કારણે અથવા માત્ર દેખાદેખીથી, આધુનિક ગણાવાની વૃત્તિથી ધ્યાનનો પ્રચાર વધ્યો છે અને કેટલાક લોકો ધ્યાન ધરવાનો સીધો પ્રયત્ન કરતા કે કરાવતા હોય છે, પરંતુ જીવનમાં જ્યાં સુધી યમ-નિયમ ન આવે ત્યાં સુધી ધ્યાનનું બહુ ફળ મળતું નથી. એટલે ધ્યાન ધરનારના પોતાના જીવનમાં નીતિ, સદાચાર, વ્યસનમુક્તિ, વિવિધ પ્રકારની વાસનાઓ અને એષણાઓ ઉપર સંયમ ઇત્યાદિ
જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તેને ધ્યાનનું બહુ સારું પરિણામ જોવા ન મળે તે સ્વાભાવિક છે. કદાચ કંઈક ફળ મળે તો પણ તે વધુ વખત ટકતું નથી.
જીવનમાં યમ-નિયમ આવ્યા વગર ધ્યાન નથી ધરી શકાતું એમ નહિ. એવી રીતે ધ્યાન ધરવાથી જીવનમાં ક્રમે ક્રમે યમનિયમ આવ્યા હોય, ભૌતિક જીવનમાં કંઈક સારું પરિણામ આવ્યું હોય એવું જોવા મળતું નથી એમ પણ નહિ કહી શકાય. એટલે યમ-નિયમ અને ધ્યાન પરસ્પરાવલંબી છે એમ એક દૃષ્ટિએ કહી શકાય. તો પણ પ્રથમ યમ-નિયમમાં દઢતા આવ્યા પછી ધરેલું ધ્યાન વધુ સારું અને વધુ સ્થિર બને છે અને ઉત્તમ ફળ આપે છે એમાં સંશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org