________________
ધર્મધ્યાન
૨૦૭
જ્યારે થાય ત્યારે તે ભોગવવાનો આવે છે. કર્મનાં વિચિત્ર ફળ કેવી રીતે ઉદયમાં આવે છે અર્થાત્ તેનો કેવી રીતે વિપાક થાય છે તેનું ચિંતવન કરવું તે વિપાકવિચય નામનું ધર્મધ્યાન છે. જ્યારે જ્યારે આવાં કર્મોનો વિપાક થાય છે ત્યારે સુખ અથવા દુ:ખ જે કંઈ ભોગવવાનું આવે છે તે સમયે આ બધું કર્મના વિપાકને કારણે છે એવી સમદષ્ટિ ધર્મધ્યાન ધરનારાઓએ રાખવી જોઈએ.
વિપાકવિચય ધર્મધ્યાન કરનારે કર્મના આઠ મુખ્ય પ્રકારનો તથા પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર ભેદે બંધાયેલાં કર્મો વિશે અને તે જ્યારે જ્યારે જેના જેના ઉદયમાં આવે ત્યારે ત્યારે તેને અવશ્ય ભોગવવાં પડે છે એનું ચિંતન કરવું. કર્મના ઉદયથી કોઈ માતા થાય છે, કોઈ પિતા થાય છે, કોઈ પુત્ર કે પત્ની થાય છે, કોઈ રાજા કે રંક થાય છે, કોઈ જળચર કે ખેયર થાય છે, કોઈ ભોગી કે રોગી થાય છે. એમ અનેક પ્રકારે કર્મની ગતિ સંસારમાં ચાલ્યા કરે છે. તીર્થંકર પરમાત્માના જીવને પણ પૂર્વે કરેલાં કર્મો અવશ્ય ભોગવવાં જ પડે છે. પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગ સહન કરવા પડ્યા હતા. મહાવીરસ્વામી ભગવાનના કાનમાં ગોવાળે ખીલા ઠોક્યા હતા. એક અપેક્ષાએ આત્મા જ કર્મનો કર્તા છે અને આત્મા જ કર્મનો ભોક્તા છે, માટે કર્મ બાંધતાં પહેલાં ખૂબ જ વિચાર કરવો જોઈએ. હસતાં હસતાં બાંધેલાં અશુભ કર્મો ઉદયમાં જ્યારે આવે છે ત્યારે રડતાં રડતાં યાતનાપૂર્વક ભોગવવાં પડે છે એ લક્ષમાં રહેવું જોઈએ. એટલા માટે જ કહેવાયું છે કે ‘બંધ સમય સિદ્ધ ચેતીએ રે, ઉદયે શો સંતાપ?’
મિથ્યાત્વ (અજ્ઞાન), અવિરતિ, કષાય અને યોગને કારણે જીવો અનેક પ્રકારનાં કર્મો બાંધે છે. કેટલાક લોકો કર્મો એવા તીવ્ર રસથી બાંધે છે કે જે નિકાચિત પ્રકારનાં બની જાય છે. એવાં કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવ્યાં વિના છૂટકો હોતો નથી.
આત્મા સ્વભાવે શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ છે, પરંતુ કર્મોને કારણે તેનું સ્વરૂપ દબાયેલું રહે છે. અનંતજ્ઞાન એ આત્માનો ગુણ છે, પરંતુ જ્ઞાનાવરણીય કર્મથી તેનો જ્ઞાનસ્વભાવ દબાયેલો રહે છે. અનંતદર્શન આત્માનો ગુણ છે, પરંતુ દર્શનાવરણીય કર્મને કારણે આત્માનો તે ગુણ સંપૂર્ણ પ્રગટ થતો નથી. અવ્યાબાધ, અનંત, અક્ષય સુખનો અનુભવ કરવો તે આત્માનો ગુણ છે, પરંતુ વેદનીય કર્મને કારણે તેને તેવો અનુભવ થતો નથી. આત્માના જ્ઞાયિક સમકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org