Book Title: Jintattva Granth 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
સામાયિક
૪૯૧
મુહપત્તી-પડિલેહણના એવા પચાસ બોલ અને તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે :
(૧) સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદઉં. (૨) સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરુ. (૩) કામરાગ, નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું. (૪) સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. (૫) કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. (૬) જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. (૭) જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું. (૮) મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. (૯) મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું. (૧૦) હાસ્ય, રતિ, અરતિ પરિહરું. (૧૧) ભય, શોક, દુર્ગચ્છા પરિહરું. (૧૨) કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા પરિહરું. (૧૩) રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરું. (૧૪) માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું. (૧૫) ક્રોધ, માન પરિહરું. (૧૩) માયા, લોભ પરિહરું. (૧૭) પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરું. (૧૮) વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું.
આમ, સામાયિકનું સ્વરૂપ અત્યંત ગહન છે અને એનો પ્રભાવ ઘણો મોટો છે. સામાયિકથી સ્થૂલ ચમત્કારોના પ્રસંગો પણ છે. બીજા જીવો ઉપર એની અસર થયા વગર રહેતી નથી. “મૂલાચાર'માં કહ્યું છે :
सामाइए कदे सावए ण विद्धो मओ अरण्णम्मि।
सो य मओ उद्धायो ण य सो सामाइयं फडियो।। [અરણ્યમાં શ્રાવકે સામાયિક કરવાથી પશુઓનો (શિકારી દ્વારા) વધ થતો નથી. વળી તે પશુઓ પણ ઉદ્ધત (ક્રૂર) થતાં નથી કે જેથી સામાયિકમાં વિઘ્ન આવે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516