Book Title: Jintattva Granth 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 500
________________ જિનતત્ત્વ જીવોની વિરાધના ન થાય તે માટે રજોહરણ અને મુહપત્તી દિવસરાત ચોવીસે કલાક પોતાની પાસે રાખવાં જોઈએ. (દિગમ્બર સાધુઓ પાસે રજોહરણને બદલે મોરપીંછ હોય છે. તેઓને વસ્ત્ર માત્રનો ત્યાગ હોવાથી મુહપત્તીની પરંપરા તેઓમાં નથી.) ૪૯૦ સામાયિક કરનાર ગૃહસ્થ બે ઘડી માટે સાધુપણામાં આવે છે. એટલા માટે જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ (ચરવળો) અને મુહપત્તી જીવદયાના પ્રતીક ઉપરાંત સંયમ અને વિનયનાં પણ પ્રતીક છે. મુહપત્તી શબ્દ મુખપટ અથવા મુખપટી ઉપરથી આવ્યો છે. અહીં પટનો અર્થ વસ્ત્ર થાય છે. મખવસ્ત્ર અથવા મુખવસ્ત્રિકા શબ્દ પણ પ્રયોજાયેલા છે. વળી મુહપત્તી હાથમાં રાખવાનું વસ્ત્ર હોવાથી તેને માટે ‘હસ્તક’ અથવા ‘હત્થગં’ શબ્દ પણ પ્રયોજાયો છે. બોલતી વખતે મુખ આડે મુહપત્તી રાખવાથી વાયુકાય અને અપકાયના જીવોની વિરાધના થતી અટકે છે. વળી ઉઘાડે મુખે બોલવાથી કોઈ વાર થૂંક ઊડવાનો સંભવ છે. એ સામે બેઠેલી વ્યક્તિ ઉપર, ગ્રંથ, નવકારવાળી વગેરે પવિત્ર ઉપકરણો ઉપર પડે નહિ એ શિષ્ટાચાર અને વિનય મુહપત્તી રાખવાથી સચવાય છે, અને આશાતનાના દોષમાંથી બચી જઈ શકાય છે. બોલવાનો પ્રસંગ ન હોય તો પણ મુખમાંથી દુર્ગંધ આવતી હોય તો મુહપત્તી હોય તો તેથી બીજાને પ્રતિકૂળતા થતી નથી. મુહપત્તી જેમ જીવદયા અને વિનયનું પ્રતીક છે તેમ સંયમનું પ્રતીક પણ છે. પારમાર્થિક દૃષ્ટિએ તે ભાષાસમિતિ અને વચનગુપ્તિનો બોધ કરે છે. અયોગ્ય, પાપરૂપ વચન ન બોલવાનો તે સંકેત કરે છે. શ્વેતામ્બર પરંપરામાં મૂર્તિપૂજક સંપ્રદાયમાં મુહપત્તી હાથમાં રાખવામાં આવે છે. સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં સાધુ ભગવંતો દિવસરાત મુહપત્તી મોઢે બાંધેલી રાખે છે અને ગૃહસ્થો સામાયિક કરતી વખતે મુહપત્તી મોઢે બાંધે છે. મૂર્તિપૂજક સમુદાયમાં સામાયિક લેવાની ને પારવાની વિધિમાં મુહપત્તીના પડિલેહણની વિધિ આવે છે. આ વિધિ કરતી વખતે શરીરમાં જુદાં જુદાં અંગોનું મુહપત્તી વડે સંમાર્જન કરવા સાથે જે જે બોલ બોલાવાના હોય છે તેમાં તે તે અંગોની સ્કૂલ અને સૂક્ષ્મ શુદ્ધિના વિચાર સાથે આત્મવિશુદ્ધિનો પરમ ઉદ્દેશ રહેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516