Book Title: Jintattva Granth 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 499
________________ સામાયિક ૪૮૯ તીર્થંકર પરમાત્માની સાક્ષીએ, ગુરુ ભગવંતની સાક્ષીએ કે છેવટે પોતાના આત્માની સાક્ષીએ એ કરી શકાય છે. કોઈકની સાક્ષીએ ક્રિયાવિધિ કરવામાં આવે તો તે વધારે વિશુદ્ધ રીતે થાય છે. કોઈક આપણને જુએ છે એમ જાણતાં કાર્ય આપણે સભાનપણે વધુ સારી રીતે કરીએ છીએ તેવી રીતે ધાર્મિક વિધિ કોઈકની સાક્ષીએ થતી હોય તો તેમાં બળ અને ઉત્સાહ આવે છે અને શિથિલતા, ઉતાવળ, અશુદ્ધિ, પ્રમાદ વગેરે દૂર થવાનો સંભવ રહે છે. પ્રત્યક્ષ સદ્ગુરુની સાક્ષીએ ક્રિયાવિધિ થાય તો તે સૌથી ઉત્તમ છે, કારણ કે તેમાં આવશ્યકતાનુસાર ગુરુનું માર્ગદર્શન મળ્યા કરે છે. શ્રાવકોએ સામાયિક વિધિપૂર્વક ગુરુમહારાજની સાક્ષીએ કરવું જોઈએ. એ માટે ઉપાશ્રયમાં કે સ્થાનકમાં જઈ, તેમની સમીપે બેસી, તેમની અનુજ્ઞા લઈ સામાયિક કરવું જોઈએ, પરંતુ ગૃહસ્થને સાંસારિક જવાબદારીઓમાંથી તેવી અનુકૂળતા ન મળે તો સામાયિક ઘરે કરવું જોઈએ, પરંતુ સામાયિક ચૂકવું ન જોઈએ. વળી કોઈ વખત ઉપાશ્રયમાં કે અન્ય સ્થાનમાં જો ગુરુ ભગવંતની ઉપસ્થિતિ ન હોય તો તેમની સ્થાપના પ્રતીકરૂપે કરવી જોઈએ. સ્થાપના તરીકે પ્રતિમા, ચિત્ર, કે અક્ષ, વરાટક (કોડા), કાષ્ઠ, ગ્રંથ વગેરેને રાખી શકાય અને તેમાં ગુરુમહારાજની ઉપસ્થિતિ છે એવી ભાવના ભાવવી જોઈએ. આવા પ્રતીકને સ્થાપના-ગુરુ કહેવામાં આવે છે. ગુરુમહારાજ તરીકે આદર્શ આચાર્ય ભગવંતોનો છે માટે આ પ્રતીકને સ્થાપનાચાર્ય કહેવામાં આવે છે. ગુરુભગવંતની ભાવના માટે શાસ્ત્રકારોએ સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્ય સમક્ષ જમણો હાથ પ્રસારી નવકારમંત્ર બોલી, પછી પંચિદિય સૂત્ર બોલવાનું કહ્યું છે. એ સૂત્રમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ દર્શાવવામાં આવ્યા છે, “આવા ઉત્તમ ગુણો ધરાવતા આચાર્ય ભગવંત મારા ગુરુ ભગવંત છે.' એવા ભાવ સાથે એમની સાક્ષીએ સામાયિક કરવાનું હોય છે. જો સાક્ષાત્ ગુરુ મહારાજ હાજર હોય તો “પંચિદિય” સૂત્ર બોલવાની આવશ્યકતા રહેતી નથી. જો સ્થાપનાચાર્યની સગવડ ન થઈ શકતી હોય તો પંચિંદિય સુત્ર બોલીને, તેવી ભાવના સાથે સામાયિક કરી શકાય. જૈન ધર્મે અહિંસા વ્રતનો બોધ આપ્યો છે એટલે પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતોએ જીવરક્ષાની બાબતમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સુધી અહિંસાવ્રતનું જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. ઊઠતા-બેસતાં, બોલતાં-ચાલતાં સૂક્ષ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516