Book Title: Jintattva Granth 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 506
________________ ૪૯૭ ‘લોગસ્સ સૂત્રમાં કહેવાયું છે : कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग बोहिलाभ समाहिवरमुत्तमं ‘ઉવસગ્ગહ૨ સ્તોત્ર’માં પણ કહેવાયું છે : કિંતુ ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद । ‘જયવીયરાય સ્તોત્ર'માં પણ કહેવાયું છે : दुक्खखओ कम्मकखओ समाहिमरणं च बोहिलाभो अ संपज्जउ मह एहं तुह नाह पणाम करणेणं ।। આમ આ ત્રણે મહત્ત્વનાં સૂત્રોમાં બોહિ-બોધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. એ બતાવે છે કે બોધિપ્રાપ્તિનું મૂલ્ય કેટલું બધું છે. ભાવનાની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે : , दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम् । अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी ।। [દાનથી દરિદ્રતાનો નાશ થાય છે; શીલથી દુર્ગતિનો નાશ થાય છે, પ્રજ્ઞાથી અજ્ઞાનનો નાશ થાય છે, પરંતુ ભાવનાથી તો ભવનો જ નાશ થાય છે.] વળી ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં કહેવાયું છે : वित्तेन दीयते दानं शीलं सत्त्वेन पाल्यते । तपोऽपि तप्यते कष्टात् स्वाधीनोत्तम भावना ।। જિનતત્ત્વ [દાન ધનથી અપાય છે, શીલ સત્ત્વથી પળાય છે, તપ કષ્ટથી થાય છે, પરંતુ ઉત્તમ ભાવના તો સ્વાધીન છે.] આવી ભાવનાઓનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે છે. ‘બૃહત્કલ્પમાં કહ્યું છે કે ભાવનાઓ બે પ્રકારની છે. दुविहाओ भावणाओ - संकिलिट्ठा य, असंकिलिट्ठा य । [ભાવનાઓ બે પ્રકારની છે ઃ સંક્લિષ્ટ અર્થાત્ અશુભ અને અસંક્લિષ્ટ અર્થાત્ શુભ.] Jain Education International કંદર્પી, કિધ્ધિષી, આભિયોગિકી, દાનવી અને સંમોહી એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. આર્ત્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ ' For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516