________________
૪૬૪
‘આવશ્યક નિર્યુક્તિ'માં ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે :
जो समो सव्वभूएस तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ इइ केवलिभासियं । ।
[જે સાધકો ત્રસ અને સ્થાવરરૂપી સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખે છે એનું સામાયિક શુદ્ધ હોય છે, એવું કેવલી ભગવંતોએ કહ્યું છે. હરિભદ્રસૂરિએ ‘પંચાશક' ગ્રંથમાં લખ્યું છે :
समभावो सामाइयं तण-कंचण सत्तु-मित्र विसओ त्ति । णिरभिस्संग चित्तं उचिय पवित्तिप्पहाणं च ।।
જિનતત્ત્વ
[સમભાવ એ જ સામાયિક છે, તણખલું હોય કે સોનું હોય. શત્રુ હોય કે મિત્ર હોય, સર્વત્ર પોતાના ચિત્તને આસક્તિરહિત રાખવું તથા પાપરહિત ઉચિત ધર્મપ્રવૃત્તિ કરવી એ સામાયિક છે.]
પૂ. સ્વ. ભદ્રંકરવિજયજી પંન્યાસજીએ લખ્યું છે કે ‘સામાયિકનું પરમ રહસ્ય એ છે કે પ્રત્યેક જીવને આત્મવત્ જોવો. પોતાને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી, તેમ જીવનમાત્રને સુખ ઇષ્ટ છે, દુ:ખ અનિષ્ટ છે. તેથી કોઈના પણ દુઃખના નિમિત્ત ન બનવું જોઈએ. કોઈ પણ જીવને સહેજ પણ દુભવતાંની સાથે મનને આંચકો લાગવો તે સામાયિક ધર્મની પરિણતિની નિશાની છે... આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેનું સગપણ દૂર થઈ, સર્વ સાથેનો આત્મીય ભાવ પ્રગટે છે. સ્વસંરક્ષણ-વૃત્તિને સર્વસંરક્ષણરણ-વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને કોઈ આત્મા ‘સામાયિક’માં રહી શકતો નથી.'
સમતા, સમત્વ, અનાસક્તિ જીવનમાં સરળતાથી આવતાં નથી. પૂર્વના સંસ્કારો અને પૂર્વનાં શુભ કર્મનો ઉદય એમાં કામ કરે જ છે, પરંતુ તેની સાથે અપ્રમત્ત પુરુષાર્થની પણ જરૂર રહે છે. જીવનમાં સમતા આણવા માટે સંયમ, શુભ ભાવના તથા આર્ત્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગની જરૂર રહે છે. જ્યાં સુધી જીવન અસંયમિત હોય, અશુભ ભાવો ચાલ્યા કરતા હોય, આર્ત્ત અને રૌદ્ર ધ્યાનનું પોષણ થયા કરતું હોય ત્યાં સુધી સમતા આવી શકે નહિ.
શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકનાં લક્ષણોમાં એટલા માટે સંયમનો પણ ખાસ નિર્દેશ કર્યો છે. મન અત્યંત ચંચળ હોય છે. પાંચે ઇન્દ્રિયોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org